ગુજરાતની આ દીકરી છે રીયલ રફંઝલ –સૌથી લાંબા વાળ માટે નોંધાવ્યું ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ

ગુજરાતની આ દીકરી છે રીયલ રફંઝલ – સૌથી લાંબા વાળ માટે નોંધાવ્યું ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ

image source

આજે મહિલાઓ વાળની નીતનવી હેરસ્ટાઇલ માટે અવાર નવાર વાળ કપાવતી રહે છે. અને કેટલીક મહિલાઓને હંમેશા વાળ અમુક હદથી નહીં વધવાની ફરિયાદ રહ્યા કરે છે. અને છેવટે કંટાળીને મહિલાઓ પોતા વાળ કપાવી નાખે છે.

પણ ગુજરાતની આ યુવતિએ તો એટલી હદે લાંબા વાળ વધાર્યા છે કે તેનું નામ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું છે.

image source

કીશોરીનું નામ છે નિલાંશી પટેલ. એક ખરાબ હેરકટે તેને પોતાના વાળ લાંબા કરવા પ્રેરણા આપી અને આજે તેણીના વાળ એટલા બધા લાંબા થઈ ગયા છે કે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ આવી ગયું. તમને જણાવી દઈએ કે તેણીના વાળ 190 સેન્ટીમિટર લાંબા છે.

image source

જ્યારે તેણીને તેના લાંબા વાળ પાછળના રહસ્ય વિષે પુછવામાં આવ્યું ત્યારે 17 વર્ષિય નિલાંશીએ જણાવ્યું કે તેણી પોતાની માતાએ ઘરે જ બનાવેલું હેર ઓઇલ જ વાળમાં લગાવે છે. જેમાં કેટલીક ગુપ્ત સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

નિલાંશી પોતાના લાંબા વાળના કારણે વાસ્તવિક જગતની જ રફંઝલ રાજકુમારી બની ગઈ છે. 22 સપ્ટેમ્બરે નિલાંશીએ પોતે જ બનાવેલો લાંબા વાળનો રેકોર્ડ તોડ્યો છે. 21 નવેમ્બર 2018માં તેણીના વાળની લંબાઈ 170.5 સેન્ટીમિટર હતી જે રેકોર્ડ તેણીએ જ તોડી નાખ્યો છે અને હાલ તેના વાળની લંબાઈ 190 સેન્ટીમિટર છે.

image source

નિલાંશી પોતાના વાળ વિષે જણાવે છે, ‘મને મારા વાળ ખૂબ વહાલા છે, હું મારા વાળ ક્યારેય કપાવવા નથી ઇચ્છતી. મારી માતાનું એ સ્વપ્ન હતું કે મારું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં આવે, હું ખુશ છુ કે મારું નામ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આવી ગયું. મારા જીવનનું આ નવું જગત છે. આખું વિશ્વ મને હવે ઓળખવા લાગ્યું છે.’

image source

જ્યારે તેણીને તેના સુંદર લાંબા વાળ વિષે તેણી શું કાળજી લે છે તે વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણીએ જણાવ્યું કે તેણી અઠવાડિયામાં માત્ર એક જ વાર વાળ ધોવે છે. તેણીને પોતાના વાળ સુકવતા લગભગ અરધો કલાક થાય છે અને ત્યાર બાદ તેમાંથી ગુંચ કાઢતાં એટલે કે તેને ઓળતાં એક કલાક કરતાં પણ વધારે સમય લાગે છે.

image source

નિલાંશી હાલ ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે અને તેણી એક સોફ્ટવેર એન્જિનિયર બનવા માગે છે અને હાલ તેણી જોઇન્ટ એટ્રન્સ એક્ઝા મેઇન (JEE)ની તૈયારી કરી રહી છે. જ્યારે તેણીને પુછવામાં આવ્યું કે તેણીના વાળની અનહદ લંબાઈએ ક્યારેય તેણીને પોતાના અભ્યાસથી ડીસ્ટ્રેક્ટ કરી છે ત્યારે તે વિષે તેણી જણાવે છે કે તેણીને તેની નાનપણથી જ આદત છે. અને જ્યારે તેણીની માતા તેના વાળની સંભાળ રાખતી હોય છે ત્યારે તેણીના હાથમાં હંમેશા પુસ્તકો હોય છે.

image source

નિલાંશી પોતાના રેકોર્ડના સ્વપ્નને લઈ જણાવે છે કે તેણી પોતાના આ રેકોર્ડને વધારવા માગે છે અને તેણી ઇચ્છે છે કે ભવિષ્યમાં એડલ્ટ કેટેગરીમાં પણ તેણી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવે.

image source

હાલ વિશ્વના સૌથી લાંબા વાળનો રેકોર્ડ ચાઈનાની ઝી ક્વિપિંગ નામની 62 વર્ષિય મહિલા ધરાવે છે. તેણીના વાળી લંબાઈ 18 ફૂટ પાંચ ઇંચ એટલે કે 5.62 મિટરની છે. તેણીનો આ રેકોર્ડ 8 મે 2004માં નોંધવામાં આવ્યો હતો. તેણી 13 વર્ષની હતી તે સમયતી વાળ વધારી રહી છે.

image source

અને અત્યાર સુધી આ રેકોર્ડને કોઈ જ તોડી શક્યું નતી. પણ નિલાંશીને જોતાં બની શકે કે એક દિવસ તેણી જ આ વર્ષો જુના રેકોર્ડને તોડી નાખે અને વિશ્વની સૌથી લાંબા વાળ ધરાવતી મહિલા તરીકે જાણીતી બને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ