ગુજરાતના આ પાડોશી રાજ્યમાં આવ્યો કોરોનાનો નવો ‘કપ્પા’ વેરિએન્ટ વાયરસ, આટલા બધા કેસો નોંધાતા લોકોમાં ગભરાટ, જાણો વિગતે

બે વર્ષ જેટલો સમય થવા આવ્યો તેમ છતાં કોરોના વાયરસ સતત નવા નવા વેરિયન્ટ દ્વારા સાયન્સ અને સાયન્ટિસ્ટને પડકાર આપી રહ્યો છે.
હાલ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના વધતા કેસોની વચ્ચે હવે દેશમાં કોરોનાના કપ્પા વેરિયન્ટના સાત કેસ મળી આવ્યા છે. આ કેસ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં જોવા મળ્યા છે. ડેલ્ટાની જેમ કપ્પા પણ કોરોના વાયરસનો ડબલ મ્યૂટન્ટ છે. રાજસ્થાનની રાજધાની જયપુરની એસએમએસ મેડિકલ કોલેજ દિલ્હીની એક લેબ અને પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં જીનોમ સિક્વન્સિંગ એટલે કે વેરિયન્ટની ઓળખ કરવા માટે કોરોનાના પોઝિટિવ સેમ્પલ મોકલે છે.

image source

તમને જણાવી દઈએ કે આ સંદર્ભમાં બીજી લહેર દરમિયાન 174 સેમ્પલ મોકલવામાં આવ્યાં હતાં. એમાંથી 166 સેમ્પલ ડેલ્ટા વેરિયન્ટના અને પાંચ કપ્પા વેરિયન્ટના મળી આવ્યા. આવી જ રીતે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજમાં 109 સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં 107 સેમ્પલ ડેલ્ટા પ્લસ અને બે સેમ્પલ કપ્પા વેરિયન્ટના મળી આવ્યા.

image source

કોરોનાના ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને લેમ્બ્ડા બાદ હવે કપ્પા નામના આ નવા વેરિયન્ટેે લોકોની ચિંતા વધારી દીધી છે. એવામાં કપ્પા વેરિયન્ટ સાથે સંબંધિત અમુક સવાલો મનમાં ઉઠે એ સ્વાભાવિક છે તો ચાલો જાણી લઈએ એ સવાલોના જવાબ

કપ્પા વેરિયન્ટ શું છે?

image source

કપ્પા વેરિયન્ટ કોરોના વાયરસના ડબલ મ્યૂટન્ટ વેરિયેશન એટલે કે બે ફેરફરોથી બન્યો છે. એને B.1.617.1ના નામથી પણ ઓળખવામાં આવે છે. વાયરસના આ બે મ્યૂટેશન્સને E484Q અને L453Rના વૈજ્ઞાનિક નામથી ઓળખવામાં આવે છે.

કપ્પા વેરિયન્ટ કેટલો ઘાતક છે અને શું એ ઝડપથી ફેલાતો મ્યૂટન્ટ છે?

image source

કપ્પા વેરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશનએ ‘વેરિયન્ટ ઓફ કન્સર્ન’ની જગ્યાએ ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ જાહેર કર્યો છે. WHOની વર્કિંગ ડેફિનેશન અનુસાર, કોરોના વાયરસના વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ એક એવું વેરિયન્ટ છે, જેને આ જિનેટિક ફેરફાર વિશે પહેલાંથી જ ખબર હોય છે, એટલે કે આ ફેરફાર સામાન્ય રીતે સ્વાભાવિક હોય છે. એના દ્વારા વાયરસને ફેલાવા, એનાથી થતી બીમારીની ગંભીરતા, મનુષ્યની ઈમ્યુન સિસ્ટમને છેતરવાની ક્ષમતા કે પછી તપાસ અને દવાઓથી બચવાની તાકાત વગેરે વિશે ખબર હોય છે.

કપ્પા વેરિયન્ટથી કેવી રીતે બચી શકાય છે?

image soucre

કોરોના વાયરસના બાકીના તમામ વેરિયન્ટ્સની જેમ કપ્પા વેરિયન્ટથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ સેનિટાઈઝેશનનું કડક પાલન કરવું જોઈએ. કોઈપણ જરૂરી કામ વગર ઘરની બહાર ન જવું. ભીડભાડવાળી જગ્યાએ ન જવું અને પહેલી તક મળતાં જ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લેવા.

શું કપ્પા વેરિયન્ટની સામે કોરોના વેક્સિન અસરકારક છે?

કપ્પા વેરિયન્ટમાં L453R મ્યૂટેશન છે, એવું કહેવાતું હતું કે આપણી રોગપ્રતિરોધક ક્ષમતા પર પણ આ વેરિયન્ટને અસર નહીં કરી શકે, પરંતુ એને લઈને અત્યારે રિસર્ચ ચાલુ છે અને આ દાવાને સાબિત અથવા નામંજૂર કરવા માટે નક્કર ડેટા ઉપલબ્ધ નથી.

image source

રિસર્ચના અનુસાર, એક ડોઝ લેનારા માત્ર 10% લોકો આલ્ફા અને ડેલ્ટા વેરિયન્ટને નિષ્ફળ કરી શકશે તેમજ આ બંનેમાંથી કોઈ એક વેક્સિનના બંને ડોઝ લીધેલા 95% લોકોએ ડેલ્ટા અને બીટા વેરિયન્ટને નિષ્ફળ કરી દીધા. હવે કપ્પા પણ ડેલ્ટાની જેમ ડબલ મ્યૂટન્ટ છે એટલે કે વાયરસ સાથે આ વેરિયન્ટે પોતાનામાં બે ફેરફાર કર્યા છે. આવી સ્થિતિમાં એવું માની શકાય છે કે કોરોના વેક્સિનનો એક ડોઝ કપ્પા પર વધારે અસરકારક નહીં હોય. સારું રહેશે કે લોકો વહેલી તકે વેક્સિનના ડબલ ડોઝ લઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong