જલ્સા કરોને જેંતીલાલ

આ છે ગુજરાતની નિશિતા રાજપૂત, હવે ભણાવશે ૧૦,૦૦૦ દિકરીઓને, ૮ વર્ષથી કરી રહી છે પુણ્ય

ગુજરાતમાં રાજપૂત સમાજની એક દિકરીએ ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ ‍અભિયાનને સારું પ્રોત્સાહિત કર્યુ છે. અહીં વડોદરાની રહેવાસી ૨૬ વર્ષીય નિશિતા રાજપૂત છેલ્લા આઠ વર્ષોથી નબળા તબકાની અથવા કોઈ બીજા કારણોસર શિક્ષાથી વંચિત રહેલી દિકરીઓને ભણાવી રહી છે.

પોતાના પિતા ગુલાબ રાજપૂતના પગલે ચાલતા તેમણે પોતાના ખર્ચા પર અત્યાર સુધી લગભગ ૨૩ હજાર છોકરીઓને ભણાવી. તે જણાવે છે કે તેમને સૌથી પહેલા ૧૫૧ છોકરીઓની ફી ભરી હતી, ધીરે-ધીરે આ સંખ્યા ખૂબ વધી ગઈ. આ વર્ષે આર્થિક રીતે નબળી ૧૦,૦૦૦ છોકરીઓને ભણાવવાનું બિડુ ઝડપ્યુ છે.

૧૦ હજાર છોકરીઓના અભ્યાસના ખર્ચની વ્યવસ્થામાં જોડાઈ નિશિતા

નિશિતાનું કહેવું છે કે વર્તમાન સમયમાં શિક્ષણ ખર્ચ વધુ હોવાને કારણે દૂરની છોકરીઓ ભણી નથી શકતી. તેના માતાપિતાને ઉચ્ચ સ્તરિય શિક્ષણનો ખર્ચ સહન નથી થતો. અમુક પરિવારોમાં છોકરીઓની ઈચ્છા હોઈ છે, પરંતુ પરિવારની પરિસ્થિતિને જોતા તે શિક્ષા પ્રાપ્‍ત નથી કરી શકતી. વગર ફી એ છોકરીઓ અભ્યાસથી વંચિત ન થાય તેના માટે હું વધુથી વધુ ફી ભરી રહી છુ. આ વર્ષે મે ૧૦ હજાર છોકરીઓ માટે એક કરોડના ખર્ચાની વ્યવસ્થા કરાવી રહી છું.

૮ વર્ષોમાં ૨૩,૦૦૦ છોકરીઓને ભણાવી

પાછલા આઠ વર્ષોમાં નિશિતા એ ૨૩,૦૦૦ છોકરીઓને ભણાવી, તેના માટે ૨.૨૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આ વખતે નિશિતાને અમેરિકાના વિભિન્ન ગુજરાતી સંસ્થાઓ દ્વારા શિક્ષા માટે સહાય મળી છે. નિશિતા એ જ્યારે દિકરી ભણાવો અભિયાન શરૂ કર્યુ હતું,ત્યારે ૧૫૧ છોકરીઓની શિક્ષા માટે તેને ૬૯,૦૦૦ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ વર્ષે તે એક કરોડથી વધુ ખર્ચ કરવાની છે.’

ઘણી સંસ્થાઓ અને હસ્તીઓ સહયોગ માટે આગળ આવ્યા

છોકરીઓને ભણાવવાના નિશિતાના લક્ષ્યને પૂરુ કરવાના હેતુથી ઘણા પ્રતિષ્ઠિત લોકો અને સંસ્થાઓ આગળ આવી છે. કથાવાચક મોરારીબાપુ એ ૨૫૦૦૦ રૂપિયા અનુદાન આપ્યું છે. ત્યાં જ, અમેરિકાની વિભિન્ન સંસ્થાઓ એ પણ ૧.૭૫ કરોડ રૂપિયાની મદદ આપી છે. ઘણા લોકોથી નિશિતા ચેકના માધ્યમથી સહાયતા મેળવી રહી છે. છોકરીઓની ફી ભરવા માટે તે ચેક સીધા સ્કુલે મોકલી આપે છે.

પિતાના પગલે ચાલી રહી છે નિશિતા

માતાપિતાની સારી આદતો બાળકોના જીવન પર ખૂબ સકારાત્મક અસર કરે છે. મારા સાથે પણ આવું થયું. અમારા ઘરની પરંપરા રહી છે કે અમે કોઈપણ તહેવાર ઘરને બદલે વૃધ્ધાશ્રમ, અનાથાલય કે એવી જગ્યા એ જ મનાવીએ છીએ, જ્યાં લોકો માટે તહેવાર ખુશી નહિ,પરંતુ અશ્રુઓ લઈને આવે છે.

એવા મોકા પર અમે સહપરિવાર તેમના આંસુઓ ઓછા કરવાના પ્રયાસ કરીએ છીએ. તેમની જરૂરતોને સમજીએ છીએ અને તેમની સાથે સમય પસાર કરીએ છીએ. વડોદરામાં હસ્તશિલ્પથી જોડાયેલો વેપાર કરનાર પિતાની સેવા ભાવનાને કારણે બાળપણથી જ સમાજના આવા વંચિતોને પ્રત્યે ખૂબ સંવેદનશીલ રહી છુ઼.

સાત વર્ષ પહેલાની વાત છે. તે સમયે મારી ઉંમર મુશ્કેલથી ઓગણીસ વર્ષ રહી હશે. હું બારમાની પરિક્ષા આપી ચૂકી હતી અને આગળ કોમર્સના અભ્યાસની તૈયારી કરી રહી હતી. ઉનાળાની રજાઓમાં અમે ઘણા અનાથાલયોમાં અસહાય બાળકોને મળવા જતા હતા. અમે રજા હતી કે અમે બાળકોને પોતાના ઘરે લાવીને તેમને એ વાતાવરણથી પરિચિત કરાવીએ, જે તેમને કોઈ દત્તક લેનાર પરિવારના ઘરમાં જોવા મળશે.

અર્થાત, પરિવારના લોકો સાથે કેવી રીતે વર્તન કરવું વગેરે. મે ઘરોમાં કામ કરનાર મહિલાઓ સાથે તેમના અમુક એવા બાળકોને જોયા,જે સ્કુલ નહોતા જતા. કદાચ તે સ્કુલ જઈ પણ નહોતા શકતા, કારણ કે તેમની ગરીબી તેમને તેની અનુમતિ નહોતી આપતી.

સમાજ પ્રતિ સંવેદનશીલ તો હું હતી જ, મારા મગજમાં આવા બાળકોને સ્કુલે પહોંચાડવાનો વિચાર આવ્યો. ખરેખર હું એક એવી યોજના વિશે વિચારી રહી હતી, જેનાથી આગળ ચાલીને હજારો ગરીબ બાળકોની જિંદગી બદલાઇ શકતી હતી.

પોતાના પ્રથમ પ્રયાસમાં જ મે પિતાની મદદથી પોતાના વિસ્તારના કુલ ૩૫૧ બાળકોનું ભણતર સુનિશ્ચિત કર્યુ, જેના માટે મે તે બધા બાળકોની વાર્ષિક ફી જમા કરી દીધી. આ વ્યવસ્થા મે શહેરના તમામ દાનદાતાઓના માધ્યમથી કરી હતી. ખરેખર, આવા કામને માટે પૈસા આપનારની કમી નથી, પરંતુ પારદર્શિતા ન હોવાને કારણે લોકો દાન કરવાથી અચકાય છે. મે આ જ મોર્ચા પર કામ કર્યુ.

મે પોતે પૈસા ના લઈને બાળકોની ફી ના નામ પર સીધા સ્કુલ કે બાળકોના પરિવારવાળાના બેંક ખાતામાં જમા થનાર ચેક સ્વિકારું છું. ત્યારબાદ જે બાળકને સહાયતા મળી છે, તેની પૂરી જાણકારી દાનદાતાને આપું છું.

તેનાથી લોકોનો મારા પર ભરોસો વધતો ગયો અને જોતા જોતા દેશ-વિદેશથી મદદ મળવા લાગી. પરિણામે મે અત્યાર સુધી દસ હજારથી વધુ સંખ્યામાં તે બાળકોને સ્કુલે પહોંચાડી દીધા છે, જે ફક્ત ફીને કારણે નહોતા ભણી શકતા. સમાજમાં મારી ભૂમિકા અહીં સુધી સિમીત નથી.

હું રોજ શહેરના એ એકલા ૧૫૫ વડિલો સુધી ભોજન પહોંચાડુ છું, જેની સારસંભાળ રાખવા વાળું કોઈ નથી. મને આ ખબર એક બા (દાદી સમાન મહિલા)ને સુકા ભાત ખાતા જોવામાં આવ્યા હતા.

હું આવા વૃધ્ધોને આસપાસ લોકો શોધું છું, જે પૈસા લઈને સમય પર તેમના ઘર સુધી જમવાનું પહોંચાડી દે. તેના સિવાય હું એવા લોકોના સંપર્કમાં રહું છું, જે પોતાના જન્મદિવસ પર કેક દાન કરે છે.

હું મારા દસ્તાવેજથી એ બાળકોનું નામ કાઢું છું, જેનો તે જ દિવસે જન્મદિવસ હોઈ છે. ફાળો લેવાનો મારો પારદર્શી મોડલ અહીં પણ લાગૂ રહે છે. મે પીજીનો અભ્યાસ થોડા જ સમય પહેલા પૂરો કર્યો છે, પરંતુ સમાજ સેવામાં મારી કારકિર્દી ક્યારની નક્કી થઇ ચૂકી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version