જલ્સા કરોને જેંતીલાલ

ગુજરાતના એક નાનકડાં ગામના આ વૃદ્ધા દૂધ વેંચીને કરે છે વર્ષની પોણા કરોડની કમાણી

ગુજરાતના એક નાનકડાં ગામડાંના આ વૃદ્ધા ગાય – ભેંસનું દૂધ વેંચીને કમાય છે વાર્ષિક ૭૫ લાખ રૂપિયા અને મેળવેલ છે અનેક પુરસ્કારો અને એવોર્ડ…

કાનુબેને ગાય – ભેંસના દૂધ ઉત્પાદનમાંથી લાખોની કમાણી કરીને અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે…

આપણાં દેશની અનેક મહિલાઓએ આજે વિશ્વસ્તરે અનેક ક્ષેત્રમાં નામના મેળવી છે. તેઓ આજની ઉચ્ચ શિક્ષણ ધરાવતી અને મોર્ડન જીવન શૈલીમાં જીવતી આધૂનિક નારીઓ હોય છે. આજે અમે તમને એક એવી મહિલા વિશે વાત કરશું જે ગુજરાતના એક નાનકડાં ગામડાંના અને ગામઠી જીવન જીવે છે. તેઓ કોઈ કોરપોરેટ કંપનીમાં નોકરી નથી કરતાં પરંતુ અનેક મિલ્ક ડેરી પ્રોડક્ટની કોરપોરેટ સંસ્થાઓ તેમની પાસે આવે છે તેમની પોડક્ટ ખરીદવા અને તેમને મળી રહ્યાં છે અનેક નામી એવોર્ડ…

શું સિદ્ધિ હાંસલ કરી છે આ ગુજરાતના ગામડાંના વૃદ્ધાએ?

જેમનું આખું નામ છે, કાનૂબેન રાવતભાઈ ચૌધરી. તેઓ બનાસકાઠાં જિલ્લાના ધાનેરા તાલુકાના નાનકડા ગામડાં ચાદ્રાના વતની છે. આ મહિલાએ પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં એક અનોખી પહેલ કરી છે. જેને લીધે તેઓ અનેક એવોર્ડની સાથે લાખોની કમાણી કરી રહ્યાં છે.

 

તેમણે સંકર પ્રજાતિની ૭૦થી ૮૦ ગાય છે અને ભેંસઓ છે. જેમાંથી તેઓ પ્રતિ દિન ૬૦૦થી ૧૦૦૦ લિટર સુધીનું દૂધ દોઈને આસપાસની કોરપોરેટ ડેરી ઉત્પાદકોને વહેંચે છે. જેમાંથી તેમને માસિક અંદાજિત ૬ લાખની આવક થાય છે. જે વાર્ષિક ૬૯થી ૭૫ લાખ સુધીની આવકનો અંદાજ મેળવી શકાય છે.

પશુ ધનની કરે છે અનોખી રીતે સારવાર અને પાલન

તેમનું કહેવું છે, કે દરેક પશુ ધન માટે પાણી પીવાના સ્વચ્છ અવાડા બનાવરાવ્યા છે. સવારે દૂધ દોયા બાદ ફૂવારાથી આ દરેક પશુ ધનને નવરાવે છે. તેમજ દરેકને પોતપોતાના સ્વચ્છ તબેલામાં રાખવામાં આવે છે. ઉનાળા દરમિયાન દરેક પશુઓને પંખાની હવાની વ્યવસ્થા પણ કરાય છે.

આ પશુઓને પૂરતા પ્રમાણમાં લીલું અને સૂકું ઘાર મળી રહે તેની પણ સુવિધા કરાઈ છે. જેના માટે એમણે પાંચ એકર જમીનમાં ઘાસ વાવ્યું છે અને તેને દરરોજ સ્વયં સંચાલિત મશીનથી કાપવામાં આવે છે અને ત્યાર બાદ આ પશુઓ સુધી પહોંચાડાય છે. આ સિવાય તેમના આરોગ્યની પણ તપાસ થતી રહે છે. આ બધાં પશુઓનું મોટરાઈઝ્ડ મશીનથી દૂધ દોવાય છે. જેના માટે તેમણે ૧૦ મશીન પણ વસાવ્યાં છે.

 

કાનૂબેનને મળ્યા છે રાજકીય ક્ષેત્રે એવોર્ડ

કાનૂબેનની આ પ્રકારની મોટી સંખ્યામાં પશુ ધનનું સંચાલન કરવા માટે પંજાબ પરિહાર તરફથી માર્ગદર્શન મળે છે. એનિમલ વેટરન દ્વારા શ્રેષ્ઠ એનિમલ વેટરન પ્રમાણપત્ર અને આર્બુદા યુવા ફાઉન્ડેશન ધાનેરા દ્વારા શ્રેષ્ઠ પશુ ચિકિત્સા પ્રમાણપત્ર મળ્યું છે. મહિન્દ્રા સમૃદ્ધિ, અમદાવાદ દ્વારા કૃષિ પ્રેરણા સન્માન અને મહારાષ્ટ્ર ફાઉન્ડેશન ગુજરાતની ગૌરવના એક પુરસ્કાર મેળવેલ છે.

તેમજ તેમને આણંદ ડેરી અને પાલનપુરની બનાસ ડેરી તરફથી અનેક પુરસ્કાર અને એવોર્ડ મળ્યા છે. જેમાં ૨૦૧૬માં બનાસ લક્ષ્મી પુરસ્કાર અને એન.ડી.ડી.બી. આણંદની મહિલા દૂધ ઉત્પાદક પુરસ્કાર ૨૦૧૭માં મુખ્ય છે. તેમને ૬૯મા આઝાદીપર્વ દિને રાજ્ય સરકાર તરફથી પણ મુખ્યમંત્રી શ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

(તસ્વીરો પ્રતિકાત્મક છે)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version