અંબાલાલ પટેલની આ આગાહીથી ખેડૂતો થઇ જશે ખુશખુશ, જાણો જૂન મહિનાની કઇ તારીખથી બેસશે ચોમાસુ

અંબાલાલ પટેલની આગાહી આપી રહી છે ખેડૂતો માટે સારા સમાચાર – જૂનના આ અઠવાડિયામાં બેસશે ગુજરાતમાં ચોમાસુ, મેઘરાજાની સવારી જૂનની આ તારીખથી આવી રહી છે – ખેડૂતો અને વરસાદ પ્રેમીઓ માટે આવ્યા સારા સમાચાર

2020ના વર્ષની શરૂઆત અત્યંત ખરાબ રહી છે અને જે રીતે કોરોના વાયરસની મહામારી યથાવત છે તે જોતાં એવુ લાગી રહ્યું છે કે આખું વર્ષ નિરાશાજનક જ રહેશે. છેલ્લા ત્રણ મહિનાથી આખાએ દેશના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. રૂપિયા તેમજ ઘરબાર વિહોણા મજૂરોએ પોતાના ગામની વાટ પકડવી પડી છે. અને તેમની મોટા શહેરોમાંની ગેરહાજરીની અસર પણ આવનારા દિવસોમાં ધંધા રોજગાર પર થવાની છે.

image source

થોડા સમય પહેલાં આવેલા માવઠાએ સૌરાષ્ટ્રના કેટલાએ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું છે. અને હવે ખેડૂતો માત્ર એક જ આશા સેવીને બેઠા છે અને તે છે સારા ચોમાસાની આશા. હવામાન વિભાગથી એવી આગાહી તો કરવામાં આવી છે કે આ વખતનું ચોમાસું સામાન્ય રહેશે. સામાન્ય એટલે ન તો ઓછું કે ન તો વધારે. અને હવે જૂન મહનો બેસવાને પણ બે દિવસ જ આડા છે ત્યાં ખેડૂતોની સાથે સાથે લોકો પણ પહેલા વરસાદની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.

image source

હાલ દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40ને ક્રોસ કરી ગયો છે તો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં તો આ પારો 45ને પણ ઓળંગી ગયો છે. આ વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કેટલીક આગાહીઓ કરી છે. અંબાલાલ પટેલે પોતાની ચોમાસાને લગતી આગાહીમાં જણાવ્યું છે કે જૂનના પહેલા અઠવાડિયાથી જ વાદળા બંધાવાનું ચાલુ થઈ જશે અને ગુજરાતમાં 13મી જૂનના રોજ સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ જશે. અંબાલાલે એવી પણ આગાહી કરી છે કે જૂન મહિનામાં જ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આવનારા દિવસોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. અંબાલાલે તે વિષે જણાવતા કહ્યું છે, ‘આ વર્ષે ગુજરાતમાં જૂન મહિનાના પહેલાં જ અઠવાડિયામાં પવન સાથે વરસાદનું આગમન થશે. તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં, હળવા, ભારે તેમજ અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે.’

image source

દેશમાં સૌથી પહેલો વરસાદ દક્ષિણ ભારતના કેરળમાં થતો હોય છે. અને અંબાલાલે આગાહી કરી છે કે કેરળમાં 31મેના રોજ ચોમાસાની સિઝનનું સત્તાવાર આગમન થઈ જશે. અને તેની અસરથી ગુજરાતમાં પણ 6 જૂન સુધીમાં પ્રિમોનસુન એક્ટિવિટિઓ પણ શરૂ થઈ જશે. અને અરબી સમુદ્રમાં હવાના દબાણના કારણે રાજ્યમાં સારા વરસાદની આશા છે.

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે આ તારીખે

image source

કેરળમાં 31મી મે ચોમાસાનું આગમન થશે તો તેના એક અઠવાડિયા બાદ એટલે કે 8મી જૂને મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાનું આગમન થશે અને તેના અઠવાડિયા બાદ અથવા તે પહેલાં એટલે કે તા. 13, 14 અને 15 જૂન સુધીમાં ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી આવી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે 29 જૂનથી 5મી જુલાઈ સુધી ગુજરામાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે.

image source

થોડા સમય પહેલાં અંબાલાલે વાવાઝોડાં તેમ જ વરસાદની આગાહી કરી હતી. તેમણે પોતાની આ આગાહીમાં જણાવ્યું હતું કે 1જૂનથી 7 જૂન સુધી રાજ્યમાં વાવાઝોડુ આવશે, અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં 25થી 30 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં મે મહિનાના અંતમાં વંટોળની શરૂઆત થશે અને સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રીય થાય તેવી શક્યતા છે. જે 13થી 15 જુન સુધીમાં રાજ્યના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે.

જૂનના પહેલાં અઠવાડિયામાં અરબિ સમુદ્રમાં વાવાઝોડું બનશે સક્રિય

image source

દેશના ચોમાસાનો ઘણો ખરો આધાર બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતાં હવાના દબાણ તેમજ અરબી સમુદ્રમાં આવતા પવનો પર રહેલો છે. અંબાલાલે આગાહી કરી છે કે 1લી જૂનથી 7મી જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય બને તેવી શક્યતા રહેલી છે. તેના કારણે 7 જૂનના દિવસે દરિયો તોફાની બનશે. રાજ્યના દક્ષિણ દરિયા કિનારાની વાત કરીએ તો હવાના દબાણના કારણે 13થી 15 જુન સુધીમાં ત્યાં પણ વરસાદનું આગમન થઈ જશે. 31મેથી કેરલમાં ચોમાસાના આગમની શરૂઆત થઈને 8મી જૂને ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચશે અને ત્યાર બાદ 13થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ