ગુજરાતમાં પડતાં પર પાટું, કોરોના ગયો નથી ત્યાં મ્યુકરમાઇકોસિસના 125 દર્દી નોંધાયા, રાજકોટમાં સૌથી મોટો વોર્ડ તૈયાર કર્યો

ગુજરાત માથે હાલમાં કોઈની ઘાત ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 12 સાંધે ત્યાં 13 તૂટે એવી હાલત જોવા મળી રહી છે. હજુ તો કોરોના ગયો નથી ત્યાં બીજો રોગ આવી ગયો અને લોકોને હેરાન કરી રહ્યો છે. મ્યુકરમાઈકોસિસનો રોગ ગંભીર બનીને રાજ્યમાં વકરી રહ્યો છે. રાજકોટમાં મ્યુકરના કેસ વધી રહ્યા છે અને સારવાર માટે હવે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ રાજકોટ આવતા બે જ દિવસમાં નવા દર્દી દાખલ થયા છે. એક બાદ એક જિલ્લામાંથી આવતા દર્દીઓના કારણે ત્યાં જગ્યા ફુલ થઈ રહી છે. જો કે હવે એક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે દર્દીને સારવાર મળી રહેશે

image source

જો વિગતે વાત કરવામાં આવે તો હાલ દર્દીની સંખ્યા 125 થતા ટ્રોમા સેન્ટરને મ્યુકર વોર્ડમાં ફેરવવામાં આવશે એવી જાહેરાત બાદ રાજકોટમાં રાજ્યનો સૌથી મોટો 250 બેડ ધરાવતો મ્યુકરમાઈકોસિસ વોર્ડ તૈયાર કરાયો છે. આ વિશે વાત કરતાં તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવી રહ્યા છે. જેના કારણે દર્દીઓની સંખ્યા વધી જતા ટ્રોમા સેન્ટરનું બિલ્ડિંગ ખાલી કરાવાઈ રહ્યું છે અને ત્યાં દાખલ કોરોનાના દર્દીઓની જ્યારે આ દર્દીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યો છે.

image source

આ રોગ વિશે જો વાત કરવામાં આવે તો મ્યુકરમાં સર્જરી બાદ ઈન્જેક્શન પણ મહત્ત્વના હોય છે તેથી 1 કરોડ પિયાથી વધુની કિંમતના ઈન્જેક્શનનો જથ્થો પણ આરોગ્ય વિભાગ દ્વારા પહોંચાડવામાં આવ્યો છે. ઘણા દર્દીઓ એવા પણ છે જે હજુ કોરોના પોઝિટિવ છે અને સાથે મ્યુકર પણ આવી ગયો હોય. કારણ કે આ તો પડતાં પર પાટું લાગે એવી હાલત થઈ ગઈ છે. આવા દર્દીને હજુ કોરોના વોર્ડમાં જ રાખવામાં આવ્યા છે. ડો. સેજલ ભટ્ટ ઈએનટી સર્જન છે તેમજ ડો.વાછાણીને રાજકોટમાં ડેપ્યુટેશન પણ મુકાયા છે. ત્યારે આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે બધી તૈયારી કરી લીધી છે.

image source

‘મ્યુકરમાઈકોસીસ’ની સારવારનો ખર્ચ હજારોથી લઈ કરોડો સુધી થાય છે, જેથી ગરીબ દર્દીઓ માટે તેની સારવાર દુષ્કર બની જાય છે. કોરોનાની પહેલી લહેર વખતે પણ આ બીમારીના દર્દીઓમાં વધારો થયો હતો. પરંતુ બીજી લહેર અત્યંત ખતરનાક હોવાને કારણે દર્દીઓ પણ વધી રહ્યા હોવાથી મ્યુકરમાઈકોસીસના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સુરતની કિરણ હોસ્પિટલમાં જ અત્યાર સુધી મ્યુકરમાઇકોસીસના 40 જેટલા દર્દીઓનું ઓપરેશન થઈ ચૂક્યું છે. જેમાંથી 10 દર્દીઓને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે હજી 60 દર્દીઓ કતારમાં છે.

image source

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ રોગ અવશ્ય મટી શકે છે. પરંતુ તેના માટે પૂરતી કાળજી અને યોગ્ય સારવાર અત્યંત જરૂરી બની જાય છે. આ રોગની સારવાર 14થી 60 દિવસની હોય છે. અત્યારે આ રોગ અત્યંત ચિંતાજનક હદે વધી જવા પામ્યો છે, તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. અત્યારે જેટલા પણ દર્દીઓ આવે છે. તેઓ કોરોનાગ્રસ્ત હોય છે અથવા તો તેમને કોરોના મટી ગયો છે. એમ્પોથેરાસીન બી નામના ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ થઈ રહ્યા છે, એક દર્દીને અંદાજિત 180 ડોઝ 45 દિવસ આપવાના હોય છે અને એક ઇન્જેક્શની અંદાજે 5થી સાત હજારની કિંમત હોવાથી ગરીબ દર્દી અટવાઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!