ગુજરાતની આ મહિલાને સલામ: પતિએ મસ્તી મસ્તીમાં શીખવ્યું હતું ટ્રેકટર ચલાવતા, અને પછી પતિનું કરુણ મોત થતા આજે 50 વિઘા ખેતર ખેડી પોતાના પરિવારનું કરે છે ભરણ પોષણ

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે અને વિશ્વભરની મહિલાઓને તેમના કામ અને સફળતા માટે બિરદાવવામાં આવી રહી છે. વિવિધ ક્ષેત્રે આગળ આવેલી, સફળ થયેલી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. કારણ કે મહિલાઓ જીવનનું સિંચન અને સંચાલન બંને કરે છે. ઓફિસે જતી મહિલાનું યોગદાન જેટલું મહત્વનું હોય છે તેટલું જ મહત્વનું હોય છે ઘરે રહી અને ઘર પરિવારને સંભાળતી મહિલાનું યોગદાન. આજના દિવસે એવી મહિલાઓને બિરદાવવી પણ જરૂરી છે જે આ અમુલ્ય યોગદાન આપી રહી છે.

image source

આવા જ એક મહિલા છે લલિતાબેન પટેલ. ઉમરાછી નામના અંતરિયાળ ગામમાં રહેતા આ મહિલાના જીવનને આજના દિવસે જાણવું અને તેમાંથી શીખ મેળવવી ખૂબ જરૂરી થઈ જાય છે. મહિલાઓ સ્વભાવે લાગણીશીલ હોય છે. તેમાં પણ જીવનમાં અણધારી ઘટના બને અને પતિનો સાથ છૂટી જાય તો તેના પર આભ તુટી પડે છે. આવી સ્થિતિમાં તે પોતાની જાતને સંભાળી અને પરિવારને પણ સાચવી લે તો તે સમાજ માટે ચોક્કસથી ઉદાહરણ બની જાય છે. આવું જ કંઈક થયું છે લલિતાબેન સાથે.

image soucre

આજથી 10 વર્ષ પહેલા લલિતાબેનના પતિનું મોઢાના કેન્સરના કારણે અવસાન થયું હતું. પતિના અવસાન બાદ લલિતાબેન નિરાધાર થઈ ગયા. તેમના પતિ તેમની પાછળ વિલાપ કરતી બે દીકરી અને દીકરાને છોડી ગયા હતા. પતિના અવસાન સમયે બાળકો નાના હતા. પતિના મોત બાદ બધી જ જવાબદારી લલિતાબેન પર આવી ગઈ અને તેમણે પણ મક્કમ થઈ નિર્ધાર કર્યો કે તેઓ દીકરીઓનો ઉછેર સારી રીતે કરશે અને પતિની જવાબદારી પણ સંભાળશે.

image source

સામાન્ય રીતે ખેતી એવું કામ છે જેમાં પુરુષો જ સક્રીય જોવા મળે છે. પરંતુ લલિતાબેનએ પતિના અવસાન બાદ તેમની 50 વીઘા જમીનની જવાબદારી પણ સ્વીકારી અને ખેતી કરવાની શરુઆત કરી દીધી. પતિનું અકાળે અવસાન થયું તે પહેલા તેમના પતિએ જ તેમને ટ્રેકટર ચલાવતા શીખવ્યું હતું. તે સમયે તો વાત હળવાશમાં થતી કે લલિતાબેન 50 વીઘા જમીન જાતે ખેડશે. પરંતુ વિધિને કદાચ મંજૂર કંઈક અલગ જ હતું.

image soucre

જ્યારે લલિતાબેનના પતિનું મોત થયું ત્યારબાદ તેમણે ખરેખર પતિની 50 વીઘા જમીન ખેડવાની જવાબદારી સ્વીકારી લીધી અને 50 વીઘામાં જાતે ટ્રેકટર ચલાવી આજે ખેતી કરે છે. 10 વર્ષ પહેલા પતિનું મોત થયું હતું ત્યારબાદ લલિતાબેનએ ત્રણ સંતાનોને મોટા કર્યા, તેમણે બંને દીકરીઓને પરણાવી અને તેઓ હાલ પણ ખેતી અને પશુપાલન કરી રહ્યા છે. આ વાત પરથી કહી શકાય કે દરેક મહિલામાં એ શક્તિ હોય છે કે જે કોઈપણ પરિસ્થિતિમાં હિંમત ન હારે અને મજબૂત મનથી આગળ વધે તો તે કંઈપણ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ