જલ્સા કરોને જેંતીલાલ

ગુજરાતમાં કોરોનાના કેસ તો ઘટ્યા પરંતુ આ વાતે સરકારની વધારી મુશ્કેલી, જાણો અને હજુ પણ રાખો ખાસ ધ્યાન નહિં તો..

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી 14 હજારની ઉપર કેસ આવી રહ્યા હતા. જો કે છેલ્લા 24 કલાકમાં થોડા રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,847 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ખુશીના વાત એ છે કે રાજ્યમાં સતત બીજા દિવસે 10 હજારથી વધુ એટલે કે 10,582 દર્દીએ કોરોનાથી સાજા થયા છે. જ્યારે 172 દર્દીનાં મોત થયાં છે. નોંધનિય છે કે 30 એપ્રિલ કરતાં મોતના આંકડામાં એકનો ઘટાડો થયો છે. તો બીજી તરફ સતત આઠ દિવસથી મોતનો આંકડો 150થી વધુ આવી રહ્યો છે. હાલમાં રાજ્ય સરકાર માટે સૌથી મોટી સમસ્યા રિકવરી રેટની છે હાલમાં રાજ્યમાં રિક્વરી રેટ 73.78 ટકા છે જે એક સમયે 94 ટકા ઉપર પહોંચી ગયો હતો.

image source

તમને જણાવી દઈએ કે કોરોનાના દર્દીઓને હવે સાત દિવસ સુધી એડમિટ રહેવું પડે છે અને એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે જેના કારણે સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં હાલમાં 1 લાખ 42 હજાર 139 એક્ટિવ કેસ છે જે એક સમયે 12 હજારની આસપાસ હતા. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદમાં છે. નોંધનિય છે કે, અમદાવાદમાં 66 હજારથી વધારે કોરોના દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે તો બીજી તરફ ડાયમંડ સીટી સુરતમાં 21 હજારથી વધારે દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

image source

રાજ્યના પ્રમુખ શહેરમાં એક્ટિવ કેસની સ્થિતિ

image source

તો બીજી તરફ ગુજરાતમાં 18થી 45 વર્ષના નાગરિકોને કોરોના સામેની રસી આપવાનું શનિવારથી શરૂ થઇ ગયું છે અને આ હેઠળ આવરી લેવાયેલાં દસ જિલ્લાઓમાં કુલ 55,235 લોકોએ રસીનો પહેલો ડોઝ લઇ લીધો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 1.24 કરોડ લોકોએ કોરોનાની રસી લીધી છે.નોંધનિય છે કે ગુજરાત સરકારે પ્રથમ દિવસે 60 હજાર લોકોને રસી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું જેમા મહદઅંસે સફળતા મળી છે.

image source

તમને જણાલી દઈએ કે, ગુજરાતે કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતાં 7 મહાનગરો તેમજ 3 જિલ્લા મહેસાણા, કચ્છ તેમજ ભરૂચમાં 18 થી 45 ની વયજૂથના નાગરિકો માટે વેક્સિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. આ પૈકી સૌથી વધુ રસી અમદાવાદ શહેરમાં 12 હજાર કરતાં વધુ નાગરિકોએ લીધી હતી. તમને જણાવી દઈએ કે, સરકાર પાસે હાલ 3 લાખ ડોઝ આ માટે ઉપલબ્ધ છે. આ જોતાં મહત્તમ આગામી ગુરુવાર સુધી આ રસીકરણ ચાલી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version