રવિવારે ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યના 12 તાલુકાઓમાં 12 કલાકના ગાળામાં 100 મીમીથી વધુ વરસાદ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઈઓસી) ના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં 180 મીમી વરસાદ નોંધાયો છે. આ પછી છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકામાં 161 મીમી, જામનગરના કાલાવડમાં 142 મીમી જ્યારે વલસાડના કપરાડામાં 129 મીમી વરસાદ નોંધાયો છે.

એસ.ઓ.સી. અનુસાર, બોટાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, અરવલ્લી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના 251 તાલુકાઓમાંથી 197 તાલુકાઓમાં આ સમયગાળા દરમિયાન વરસાદ થયો હતો. રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી.
અતિ ભારે વરસાદની આશંકા

ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ આગાહી કરી છે કે મંગળવાર સવાર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના એકાંત સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આઇએમડીના જણાવ્યા મુજબ ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતા ઓછો વરસાદ થયો છે. રાજ્યના કુલ 33 જિલ્લાઓમાંથી માત્ર બે જિલ્લામાં સામાન્ય વરસાદ થયો છે. રાજ્યમાં આ વખતે અત્યાર સુધીમાં 195.3 મીમી વરસાદ થયો છે, જે સામાન્ય 319.2 મીમી કરતા ઘણો ઓછો છે.

તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં 4 ઇંચ, ટંકારામાં 3, ગોંડલમાં 2, કોટડા સાંગાણીમા 3 ઇંચ, ઉપલેટામાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરંતા મોટીપાનેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધવાયો હતો. તો બીજી તરફ જામજોઘપુર તાલુકાના નરમાણા ગામે બપોર બાદ આભ ફાટતા 3 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું હતું.

આ ઉપરાંત કોટડા સાંગાણી શહેરમાં સાડા ત્રણ ઇંચ તેમજ પંથકના રાજપરા સોળિયા, માણેકવાડા નારણકા, મોટામાંડવા, રામોદ, ભાડવા, અરડોઈ, ખરેડા,રાજગઢ, ભાડુઈ, પાંચતલાવડા, સતાપર, ખોખરી વગેરે વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. જેને લઈને ધરતીપુત્રોએ ખુશની લાગણી વ્યક્ત કર છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારમાં પણ 24 કલાકમા 3.5 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત જસદણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો જ્યાં લીલાખા નજીક આવેલા ભાદર ડેમ 1 માં પાણીની આવક થતા સપાટી 17.45 ફુટે પહોંચી ગઈ છે. તો બીજી તરફ જામનગર શહેરમાં સવારથી બપોર સુધી ધીમી ધારે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો કાલાવડમાં પણ બપોરે 2 થી 6 એટલે કે 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા ચારેકોર પાણી જ પાણી થઈ ગયું હતું અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong