મયુર પંચોલી નીકળે છે શાકભાજીની લારી લઇને, જાણો શાક લેતા પહેલા કયા નિયમોનુ કરવુ પડે છે પાલન

જો દરેક શાકભાજીવાળા આ પ્રકારની સાવચેતી રાખે તો લોકડાઉન વગર જ આપણો દેશ કોરોના મુક્ત બની જાય! જાણો આ શાકભાજીવાળાની સતર્કતા વિશે…

સમગ્ર વિશ્વમાં અને ભારતમાં લોકો કોરોનાની મહામારીના કારણે ઝઝૂમી રહ્યા છે, ત્યારે આવા સમયે આ વાયરસથી બચવા માટે લોકડાઉનનો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં કોરોનાના કારણે સ્થિતી અત્યંત ચિંતા જનક છે, સૌથી વધુ ખતરો અમદાવાદમાં જણાઈ રહ્યો છે, જો કે, ૨૪ તારીખથી દેશમાં અને ગુજરાતમાં લોકડાઉન છે, જેના કારણે ઘરોમાં કેદ થતાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં અને આવી કપરી પરિસ્થિતીમાં જીવનમાં બેલેન્સ જાળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

image source

હાલમાં જ્યાં કરફ્યું નથી તેવા વિસ્તારોમાં પણ પોલીસે સ્થાનિક આગેવાનો સાથે મળીને બજાર બંધ કરાવ્યું છે. આ બાબતે સોસાયટીઓમાં વોલેન્ટિયર્સની પણ નિમણુંક કરાઈ છે. સરકારે આ બાબતે અગાઉ પણ ખુલાસો કર્યો હતો. આજે ફરી ખુલાસો કર્યો છે કે કોઈ ફિક્સ સમય નકકી કરાયો નથી કે ૮ થી ૧૨ જ બજાર ખુલ્લું રહેશે. શાકભાજીના સ્થળોએ સોશિયલ ડિસ્ટેંસીંગનું ખાસ પાલન કરાવવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.

image source

કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે લોકડાઉન ૩ મેં સુધી લંબાવવામાં આવ્યું છે. જોકે ૨૦ મી એપ્રિલથી શરતોનો આધીન અમુક ધંધા રોજગાર ચાલુ કરવા સરકારે છૂટ આપી છે. પણ લોકડાઉન દરમીયાન સવારે ૨-૩ કલાક સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે સરકારે છૂટછાટ આપતા શાકભાજી, દૂધ, દવાઓ, અનાજ-કરિયાણુ સહિત અનેક વસ્તુઓ લેવા લોકો ટોળે ટોળા વળતા હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. અમુક કિસ્સાઓમાં તો પોલીસે કડક પગલાં પણ લેવા પડ્યા છે. એમ સમજીને કે જાણે દેશ કોરોના મુક્ત બની ગયો હોય. જ્યાં જુઓ ત્યારે ટોળા વળીને લોકો વસ્તુઓ ખરીદતા હોય છે.

image source

નર્મદા જિલ્લાના ફક્ત એક રાજપીપળાનો શાકભાજીવાળો આ તમામની વચ્ચે એવી રીતે શાકભાજીનો ધંધો કરતો જોવા મળ્યો છે કે જો એનું લોકો અનુકરણ કરે તો લોકડાઉન વગર જ દેશને કોરોના મુક્ત બનાવી શકે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજપીપળાના વિસાવગાનો મયુર પંચોલી રોજ શાકભાજીની લારી લઈને નીકળે છે. સૌ પ્રથમ પોતાના મોઢે માસ્ક બાંધે છે, હાથમાં ગ્લોઝ પહેરે છે. ત્યારબાદ તેના દરેક ગ્રાહકને સેનેટાઈઝરથી હાથ ચોખ્ખા કરાવે છે, પછી જ લારીમાંથી શાક લેવા દે છે.

image source

શાકની કોથળી ઉપરથી પકડીને ગ્રાહકને કહે છે કે તમે કોથળી ઝીલી લો, અને રૂપિયા પણ લારીમાં એક બાજુ રખાવે છે. ગ્રાહકને સેનેટાઈઝરથી ફરી પાછો હાથ સાફ કરાવે છે. જો કોઈ ગ્રાહકે માસ્ક ન પેહેર્યું હોય તો એને પેહલા માસ્ક પહેરવા ફરજ પાડે છે અને પછી જ શાકભાજી આપે છે. મયુર પંચોલી કહે છે “મારી અને મારા ગ્રાહકોની સલામતી મારા માટે સૌથી પહેલા.” જ્યાં સુધી દેશ કોરોના મુક્ત ન થાય ત્યાં સુધી જો દરેક શાકભાજીવાળા ફેરિયાઓ આ મયુરભાઇની જેમ પોતાને જાત માટે તેમજ તેમના ગ્રાહકો માટે આવી સતર્કતાનો અમલ કરે તો દેશને ચોક્કસ લોકડાઉન વગર કોરોના મુક્ત બનાવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ