‘પરોઠા પનીર સેન્ડવિચ’ આજે હું આ પરોઠા બનાવવાની છું, તમે ક્યારે બનાવશો?

પરોઠા પનીર સેન્ડવિચ

સામગ્રી :

પનીર ૧૦૦ ગ્રામ,
ઘઉંનો લોટ 4 પરોઠા માટે,
બટેટા બાફેલા અને છાલ ઊતરીને છુંદેલા બટેટા, લો,
મીઠુ સાવાદ અનુસાર,
લીંબુનો રસ,
1/2 ચમચિ હળદર,
1ચમચિ લાલ મરચું,
જીરૂ 1ચમચિ ચાટ મસાલો,
(પાઉ ભાજી મસાલો).

ઓઈલ ફ્રાય ડીપ માટે :

કોબીજ 1/4 નાનુ,
ગાજર 1મધ્યમ,
તાજી કોથમીર 2 ચમચી.

રીત :

1. અેક વાસણમા પનીર લો. પછી તેમા બટેટા મીઠું, લીંબુનો રસ , જીરૂ, હળદર, લાલ મરચાનો પાવડર, અને ચાટ મસાલો નાખી મિક્સ કરો સરખુ.

2. કોથમીર કાપી લો અને તેમા મિક્સ કરી લો અને પછી તે મિક્સ્ડ માંથી લાબા કબાબ જેવો શેપ આપો .

3. એક નોન સ્ટીક કડાઇ ગેસ પર લો. પછી તેમા ઓઇલ નાખો. ઓઇલ ગરમ થાય એટલે કબાબ મુકો પછી સમય પ્રમાણે ફેરવો.

4. પછી એક ડિશમા જીણી જીણી કોબીજ કાપો અને ગાજરને પતલી ગોલ પતીકા કરો પછી બંનેને ડિશ અથવા વાટકામા કાઢો.

5. તેમા મીઠું અને ચાટ મસાલો નાખી થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દો.

6. પછી કબાબ બરાબર ફ્રાય થઇ ગયા હોય તો એક ડિશમા કાઢી લો.
પછી, એક પછી એક પરોઠા ગરમ કરી પ્લેટમા લઈ લો.પછી પરોઠામા લીલી ચટણી અને ટમેટો સોસ લગાવી તેની ઉપર કબાબ રાખી અને પછી સલાડ પાથરી રૉલ વાળો અને પછી સેન્ડવીચ ટોસ્ટેરમા ગ્રિલ કરી ઉપર ચીઝ ખમણીને ગરમ ગરમ લીલી ચટણી અને ટમેટા સૉસ સાથે પીરસો.

રસોઈની રાણી : મીનાક્ષી ચિરાગ ગોપીયાણી (દુબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી