મોઢામાં પાણી લાવી દીધું ને ? આ એગલેસ ચોકલેટ બ્રાઉનીનાં ફોટાએ જ ….તો બનાવો આજે જ

એગલેસ ચોકલેટ બ્રાઉની
શિયાળામાં ગરમ ગરમ વસ્તુઓ ખાવાની ખુબજ મજા આવે છે. તો ચાલો બનાવીએ નાના મોટા સૌ ને ભાવે તેવી એગલેસ ચોકલેટ બ્રાઉની.
સામગ્રી:
૨-કપ મેંદો,
૧-કપ દળેલી ખાંડ,
૧૦૦-ગ્રામ માખણ(સોલ્ટેડ અથવા અનસોલ્ટેડ),
હાફ ટી સ્પૂન મીઠું જો અનસોલ્ટેડ માખણ લીધુ હોય તો જ,
૧-કપ દૂધ,
૧૦૦-ગ્રામ છીણેલી ચોકલેટ,
૪-ચમચી કાજુના ટુકડા,
એક ટી સ્પૂન બેકીંગ પાઉડર,
ગાર્નિશીંગ માટે:
ચોકલેટ સોસ,
છીણેલુ ચિઝ.
રીત:
૧. એક લોયામાં પાણી ગરમ મુકી તેનાથી સેજ નાના લોયામા છીણેલી ચોકલેટ નાખીપાણી વાળા લોયામાં મુકો આમ કરવાથી ચોકલેટ બળસે નહિં.
૨. સાથે સાથે માખણ પણ નાખી દો.
૩. ધીમા તાપે રાખી ને સતત હલાવતા રહો ચોકલેટ એકદમ પીગળી જાય પછી તેમા ચોકલેટ સોસ અને ચિઝ સિવાયની બધી વસ્તુઓ નાખીને સતત હલાવવુ.
૪. આ મિશ્રણ ઢોકળાના ખીરા જેટલુ ઢીલુ રાખવુ જરૂર પડે તો થોડું દૂધ વધારે ઉમેરવુ પછી આ મિશ્રણ ને ગ્રીસ કરીને મેંદો ડસ્ટ કરેલા કેક મોલ્ડમાં કાઢી લેવુ.
૫. જો બ્રાઉનિ ઓવનમાં બનાવવી હોય તો ૧૮૦ ડિગ્રી પર ૫ મિનિટ ઓવન પ્રિહિટ કરી ને ૧૮૦ ડિગ્રી પર ૩૫ થી ૪૦ મિનિટ બેક કરવી ચપ્પુ નાખીને ચેક કરવું જો ચપ્પુ કોરુ બાર આવે કીનારી મુકી દે એટલે સમજવુ કે તૈયાર થઇ ગઇ છે.
૬. અને કુકરમાં કરવાની હોય તો મોટુ કુકર ગેસ પર મુકી તળીયે મીઠું અથવા રેતી નાખીને કુકર ની રીંગ અને સિટી કાઢી લેવી અને  કુકર ને ‍૧૫ મિનિટ ફાસ ગેસે પ્રિહિટ કરવું પછી તેમા ધીમા ગેસે ૪૦ થી ૪૫ મિનિટ બ્રાઉનિ બેક કરવી.
૭. બ્રાઉનિ તૈયાર થઇ જાય એટલે ‍૧૦ મિનિટ રહી ને કિનારી એ ચપ્પુ ફેરવીને એક ડિશ માં મોલ્ડ ઉંધુ કરી ને બ્રાઉનિ કાઢી લેવી
૮ .ગરમ હોય ત્યાજ તેના પીસ કરીને એક બાઉલમાં બે પીસ નાખીને તેના ઉપર ચોકલેટ સોસ અને છીણેલુ ચિઝ નાખીને ગાર્નિશ કરીને સર્વ કરવું .
રસોઈની રાણી : યોગીતા વાડોલીયા (રાજકોટ)
સહેલીઓ તમે પણ રસોઈની રાણી બની શકો છો, બસ એના માટે તમારે તમારી રેસિપી, રેસીપીના ફોટો અને તમારું નામ વિથ ફોટો અમને મોકલી આપો..

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી