બનાવો ટેસ્ટી ટેસ્ટી ‘વેજીટેબલ મન્ચુરિયન વિથ ગ્રેવી’ આજે જ ટ્રાય કરો આ ચાઇનીઝ વાનગી

‘વેજીટેબલ મન્ચુરિયન વિથ ગ્રેવી’

અત્યારે બધા ચાઇનીઝ ફૂડ તરફ ખૂબ વળ્યા છે. પણ તેમા આવતો સોયા સોસ,આજીનો મોટો વગેરે સ્વાસ્થ્ય ને ખૂબ નુકસાન કરે છે તો ચાલો આજે આપણે એક ચાઇનીઝ આઇટમ બનાવીએ પણ એકદમ સ્વાસ્થ્યવર્ધક.
 
સામગ્રી:

મન્ચુરિયન માટે:

અડધો કપ ઘઉંનો લોટ,
‍અડધો કપ મકાઈનો લોટ,
અડધો કપ મેંદો,
૧-કપ કોબીઝનુ છીણ,
૧-કપ લીલી ડુંગરી ઝીણી સમારેલી,
૧-ચમચી લીલુ લસણ ઝીણુ સમારેલુ,
અડધી ચમચી આદૂની પેસ્ટ,
અડધુ લીંબુ,
અડધી ચમચી ખાવાનો સોડા,
મીઠું સ્વાદ અનુસાર,
તેલ તળાવા માટે.

ગ્રેવી માટે:

૧-કપ લીલી ડુંગરી ઝીણી સમારેલી,
૧ કપ ગાજર અને કેપ્સીકમ ઝીણા સમારેલા,
૧-ચમચી લીલુ લસણ ઝીણુ સમારેલુ
‍૧-ચમચી આદૂ-મરચાંની પેસ્ટ,
૧-કપ ટોમેટો કેચઅપ,
૧-કપ ટોમેટો પ્યુરી,
અડધુ લીંબુ,
મીઠું સ્વાદ અનુસાર,
હાફ ટી સ્પૂન મરી પાઉડર,

રીત:

મન્ચુરિયનની રીત:

૧. એક બાઉલમાં બધા લોટ લો.

૨. એમાં ૨ ચમચી તેલ,બધા ઝીણા સમારેલા શાક,આદૂ-મરચાંની પેસ્ટ અને મીઠું નાખવું.

૩.  ખાવાના સોડામા લીંબુ નાખવુ! આમ કરવાથી સોડા એકટીવ થઇ જસે.

૪. હવે બધુ સરખુ ભેગુ કરી લોટ બાંધવો જો જરૂર પડે તો જ થોડું પાણી નાખવું,

૫. હવે તેમાંથી નાના ગોળા બનાવી તેલમા તળી લેવા અને તરત જ થોડો ટોમેટો કેચઅપ નાખીને તેમા રગદોળી લેવા આમ કરવાથી મન્ચુરિયન સોફ્ટ રહેશે.

ગ્રેવીની રીત :

૧. એક લોયામાં એક ચમચો તેલ નાખીને તેમાં લીલી ડુંગરી તથા આદૂ-મરચાંની પેસ્ટ,ગાજર અને કેપ્સીકમ થોડી વાર સાંતળવુ.

૨. પછી તેમાં ટોમેટો પ્યુરી,ટોમેટો કેચઅપ અને ૩ કપ પાણી નાખીને ૫/૭ મિનિટ ધીમા ગેસે ચડવા દેવુ.

૩. પછી તેમા મન્ચુરિયન બોલ્સ મીઠું અને મરી પાઉડર નાખીને ૨/૫ મિનિટ ચડવા દો.

૪. પછી ગરમ ગરમ જ પીરસો આ મનચુરિયન મા સોયા સોસ,ચિલી સોસ,વિનેગર કે આજીનોમોટો કાઇ જ નાખ્યું નથી તેમ છતા સ્વાદ માં ખૂબજ સરસ લાગે છે.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા (રાજકોટ) 
 
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી