ઉંબાડીયુ’ એ એક ગુજરાતની પોપ્યુલર ને પ્રખ્યાત ડીશ છે, શીખો અને બનાવો

ઉંબાડીયુ.(umbadiyu)

આ એક ખુબ જ ગુજરાતની પોપ્યુલર/પ્રખ્યાત ડીશ છે. જે નવસારી-વલસાડ હાઇવે પર ઓથેન્ટીક રીતે સર્વ થાય છે.આ એક સિઝનલ ડિશ છે જે ફક્ત શિયાળા માં જ સર્વ કરવામાં આવે છે. ઝીરો ઓઈલ રેસીપી જે ઓથેન્ટીકલી માટલામાં બનાવવામાં આવે છે.

અહીં મે આજ ઓથેન્ટીક રેસીપીને નોન-ઓથેન્ટીક રીત થી બનાવ્યુ છે. જે ખુબ સરળ રીતે બનાવ્યુ છે મે અહીં માટલામાં નથી બનાવ્યુ પણ ટેસ્ટ ઓથેન્ટીક લાગશે.

સામગ્રી:

500ગ્રામ- બેબી પોટેટો,
2 મિડીયમ- શક્કરીયા,
200/250 ગ્રામ- કંદ,
250 ગ્રામ- સુરતી પાપડી,
1/2 tbsp – આદુ પેસ્ટ(optional),
2tbsp- ગ્રીન ચીલી પેસ્ટ,
1/2 tsp- હળદર,
1 tsp- મરી પાવડર,
2 tbsp- ધાણાજીરુ પાવડર,
2 tbsp – તેલ,
1 tsp અજમો,
મીઠું સ્વાદ મુજબ,

ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી:

1 કપ ફ્રેશ કોથમીર,
1/2 કપ ફ્રેશ લીલુ લસણ,
લેમન જયુસ,
લીલા મરચાં,
આખુ જીરું,
મીઠું સ્વાદ મુજબ,

રીત:
1) સૌ પ્રથમ બધી વસ્તુ બરાબર છાલ સાથે ધોઈ લો. પછી ઉપર મુજબ શક્કરીયા ને રાઉન્ડ અને કંદને બતાવ્યા મુજબ કાપી લો. બટેકાને વચ્ચેથી અડધા કાપા કરો.

 અને બાજુમાં મેરીનેટ કરવા માટે મસાલો રેડી કરો.આદુ પેસ્ટ(optional),ગ્રીન ચીલી પેસ્ટ ,હળદર
મરી પાવડર,ધાણાજીરુ પાવડર, તેલ,અજમો અને મીઠું સ્વાદ મુજબ નાંખી પેસ્ટ બનાવો.

2)જે પેસ્ટ બનાવી છે તેને ઉપર મુજબ લગાવો.શક્કરીયા,પાપડી અને કંદ ને બંને સાઈડ લગાવો અને બટેકામાં વચ્ચે કટ કર્યું છે તેમાં લગાવો.અને મેરીનેટ કરવા મુકો.

3)હવે એક કાણાં વાલા બાઉલમાં કોટનનું કપડું બરાબર મુકો અને અેમાં રેડી કરેલ વેજીટેબલ મુકી એના પર બીજુ કપડુ ગોઠવી 1 થી 1.5 કલાક મેરીનેટ કરવા મુકી દો.

4) મેરીનેટ થયા બાદ એક મોટા વાસણમાં બાઉલ મુકી ઢાંકી દો અને જે ડીશ ઢાંકો એના પર પણ એક કપડુ મુકો જેથી બાસ્પ/વરાળ નું પાણી વસ્તુ પરના પડે. અને 10 મિનીટ બોઈલ કરવા મુકી દો.10મિ.પછી ચેક કરી પાકી ગયુ હોય તો ગરમા ગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

5) તો રેડી છે ઉંબાડીયુ.ગરમા ગરમ ગ્રીન ચટણી અને લેમન સાથે સર્વ કરો.

6) ગ્રીન ચટણી બનાવવાની રીત:
ફ્રેશ કોથમીર,ફ્રેશ લીલુ લસણ,લેમન જયુસ,લીલા મરચાં આખુ જીરું,મીઠું સ્વાદ મુજબ મિક્ષર માં નાંખી ગ્રાઈન્ડ કરી લો અને ઉંબાડીયા સાથે સર્વ કરો.

રસોઈ ની રાણી : ખુશ્બુ દોશી, સુરત

 મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી