ગુજરાતીઓની છાતી ગજગજ ફુલે તેવું અભિમાન અપાવનાર દિવ્યાંગ એથલિટ ભીમા ખુંતી

સાહિત્યો, ગ્રંથો, ફિલ્મો વિગેરેમાં હંમેશા આપણને એવી સલાહ આપવામાં આવે છે કે આપણે કોઈ પણ સંજોગોમાં હાર ન માનવી જોઈએ. અને આપણે ક્યારેય આપણી વિપરિત સ્થિતિનું ગુલામ ન બનવું જોઈએ. પણ આ સલાહો આપવા તેમજ સાંભળવા પુરતા જ સારા લાગે છે જ્યારે તેનો અમલ કરવામાં આવે છે ત્યારે તે એક અત્યંત અઘરુ કામ બની જાય છે.

પણ ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટર ભીમા ખુંતીએ દરેકે દરેક વિપરિત સ્થિતિને હરાવીને આજે એક ગુજરાતી તરીકે આંતરરાષ્ટ્રિય સ્તરે આપણને અભિમાન અપાવ્યું છે. ભીમા ખુંતી એક દિવ્યાંગ છે તેમના બન્ને પગે નક્કામા છે. તેઓ ગુજરાતના પોરબંદરના બેરણ ગામના વતની છે. એક સ્વસ્થ વ્યક્તિ કરતાં પણ ભીમા ખુંતીએ દિવ્યાંગ હોવા છતાં એવા કામ કરી બતાવ્યા છે કે ખરેખર તેમના માટે દરેકના મનમાં અહોભાવની લાગણી ઉપજે.

ભીમા ખુંતી પોતાની કેરિયરમાં વ્હિલચેર ક્રિકેટની ચાર ઇન્ટરનેશનલ સિરિઝ રમી ચુક્યા છે, આ સિરિઝો નેપાળ, મલેશિયા, બાંગ્લાદેશ અને દુબઈ સાથે રમાઈ છે. તેમણે ભારત અને નેપાળ વચ્ચે રમાયેલી વ્હીલચેર ટી-20 ક્રિકેટમાં પાંચ ઓવરમાં પાંચ વિકેટ ઝડપી હતી અને એક અનેરો રેકોર્ડ સ્થાપ્યો હતો. આ મેચમાં તેઓ મેન ઓફથી સિરિઝ બન્યા હતા. આ ઉપરાંત તેમને દુબઈમાં રમાયેલી મેચમાં પાકિસ્તાન સામેની મેચ માટે બેસ્ટ ફિલ્ડરનું શિલ્ડ પણ મળ્યું હતું.

વ્હિલચેર ક્રિકેટમાંની તેમની સિદ્ધિ બદલ તેમને ભારતીય ક્રીકેટ કેપ્ટન વિરાટ કોહલી દ્વારા શુભેચ્છાઓ મળેલી છે. તેઓ ભારતીય ક્રીકેટ ટીમના બધા જ ખેલાડીઓને મળી ચુક્યા છે.

તમને જો એમ થતું હોય કે તેઓ એક દિવ્યાંગ ક્રિકેટર જ છે, તો તેવું જરા પણ નથી તેઓ એક એથલિટ છે અને એક કરતાં પણ વધારે સ્પોર્ટ્સમાં પોતાની ક્ષમતા બતાવી ચૂક્યા છે.

તેઓ ક્રિકેટ ઉપરાંત ગોળા ફેંક, ચક્ર ફેંક, વ્હીલચેર હર્ડલ્સ તેમજ રાઈફલ શૂટિંગમાં રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે અને તેમાં તેમણે કેટલાક મેડલ્સ પણ મેળવ્યા છે. આ ઉપરાંત તેઓ એક મોટિવેશનલ સ્પિકર પણ છે. જે તેમના જેવા કર્મવીર માટે એક ઉત્તમ કાર્ય છે. કારણ કે ભીમાભાઈ જેવા લોકો જ્યારે કંઈક કહે છે ત્યારે ખરેખર તે પ્રેરણાત્મક જ હોય છે અને સેંકડો લોકોને ઉર્જા તેમજ પ્રોત્સાહન બક્ષનારું હોય છે.

આ સાથે જ ભીમાભાઈ નેશનલ તેમજ સ્ટેટ લેવલની કમ્પીટીટીવ એક્ઝામ્સની ટ્રેઈનીંગ પણ આપે છે. આ ઉપરાંત તેઓ કન્યાઓ તેમજ બાળકોને સ્ટેટ લેવલ સુધીનું ક્રીકેટ કોચિંગ પણ કરાવે છે. આ ઉપરાંત તેઓ ઘણી બધી મોટીવેશનલ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.

એક મોટીવેશનલ સ્પિકર ઉપરાંત તેઓ એક સોશિયેલ વર્કર પણ છે, તેમણે ભારતના સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ વિગેરે સમાજ ઉદ્ધારક કાર્યોમાં પણ ભાગ લીધો છે. એક દિવ્યાંગ માણસ પોતાની નબળાઈને અવગણીને જ્યારે આટલો સક્ષમ બને ત્યારે ખરેખર તેમના માટે સમ્માન ઉપજે છે. અને માત્ર દિવ્યાંગો માટે જ નહીં એક સ્વસ્થ શરીર ધરાવતા લોકો માટે પણ પ્રેરણારૂપ બને છે.

ભીમા ભાઈએ પોતે જ પોતાની આ સિદ્ધિથી પ્રેરાઈને એક યુટ્યુબ ચેનલ શરૂ કરી છે જેનું નામ છે, ‘નેવર ગીવ અપ’. આ ચેનલ પર તેઓ પોતાની બધી જ પ્રવૃત્તિઓ શેયર કરશે. અને બને તેટલા વધારે લોકો સુધી પોતાની સિદ્ધિને ફેલાવીને નિરાશ તેમજ દિવ્યાંગ લોકોમાં એક પ્રોત્સાહક બળ ઉત્પન્ને કરશે. આ ચેનલ શરૂ કરવા પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ લોકોને પ્રેરણા આપવાનો છે.

પણ કડવું સત્ય એ છે કે તેમને પોતાના આવા અસામાન્ય કાર્ય બદલ પુરતું પ્રોત્સાહન નથી મળતું. અને મેઇન સ્ટ્રીમ ક્રીકેટરને જેટલું સમ્માન તેમજ આર્થિક મદદ મળે છે તે તેમને નથી મળતા. અને માટે તેમના જેવા દિવ્યાંગો માટે પોતાના સ્વપ્નો પુર્ણ કરવા ઓર વધારે અઘરા થઈ પડે છે. કારણ કે તેમણે આવી સ્પર્ધાઓમાં પોતાના ખર્ચે અથવા તો વળી કોઈ ભલા વ્યક્તિનિ સ્પોન્સરશીપની મહેરબાનીએ ભાગ લેવો પડે છે. તો ચાલો આપણે પણ તેમની યુ ટ્યુબ ચેનલ ને શેયર કરીએ, લાઈક કરીએ અને સબસ્ક્રાઈબ કરી જેથી વધારેને વધારે લોકો સુધી તેમનો અવાજ પહોંચે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ