ગુજરાતમાં કોરોનાનો ફરી ફફડાટ: રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરી કરાયા શરૂ, જાણો અન્ય રાજ્યો અને વિદેશમાંથી આવતા મુસાફરો માટે શું લેવાયો ખાસ નિર્ણય

દેશ માં મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં કોરોના ના કેસ ફરીથી વધવા લાગ્યા છે જેના કારણે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. કોરોના ફરી એકવાર બેકાબૂ ન બને તે માટે હવે આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ કોરોના ને લઈને સતર્ક થઈ ગયું છે. તાજેતરમાં જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ છે, તેવામાં હવે આરોગ્ય વિભાગ ફરીથી કોરોના પર ધ્યાન આપી રહ્યું હોય તેમ જણાય છે.

image soucre

કારણકે અમદાવાદ સહિતના મેટ્રો સિટીમાં ચૂંટણીનું મતદાન પૂર્ણ થયાની સાથે જ ફરી એકવાર રેપિડ ટેસ્ટ માટેના ડોમ શરૂ કરી દેવામાં આવ્યા છે. થોડા સમય પૂર્વે અમદાવાદમાં કોરોના ના કેસ કાબુમાં આવતા રેપિડ ટેસ્ટ માટેના ઉભા કરાયેલા ડોમમાંથી 85 જેટલા બંને બંધ કરવામાં આવ્યા હતા. તેવામાં હવે રોજ શહેરમાં ૫૦ થી વધુ કેસ નોંધાવા લાગતા ફ્રી કોરોના ટેસ્ટના ડોમ શરૂ કરી દેવામાં આવ્યા છે.

image source

બીજી બાજુ મહારાષ્ટ્ર અને કેરળ જેવાં રાજ્યોમાં કોરોના નવા સ્ટ્રેનને લઈને ચિંતા ઊભી થઈ છે. આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પણ આરોગ્ય વિભાગને એલર્ટ કર્યો છે. જોકે હાલ તો ગુજરાતમાં આ પ્રકારનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ સરકાર આ મામલે હવે કઈ જ કાચું કાપવા ઇચ્છતી નથી તે માટે વિદેશથી આવતા લોકો માટે પણ ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

image source

થોડા સમય પૂર્વે ગુજરાતમાં બ્રિટન ના કોરોનાવાયરસ ના નવ કેસ નોંધાયા હતા જેમાંથી દરેક દર્દી સ્વસ્થ થઈ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. તેમને પણ એરપોર્ટ થી જ અલગ કરીને હોસ્પિટલમાં પણ અલાયદી જગ્યા માં સારવાર આપવામાં આવી હતી.

image soucre

આ માટે રાજ્યના દરેક એન્ટ્રી પોઈન્ટ પર સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે ખાસ કરીને વિદેશથી આવતા મુસાફરો નું સંપૂર્ણ સ્ક્રિનિંગ કરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલ તો રાજ્યમાં વિદેશી વિમાનીસેવા મર્યાદિત સંખ્યામાં આવે છે. તેમ છતાં વિદેશથી આવતા લોકોને ચેકિંગ કરી એરપોર્ટ પર જ ચકાસી લેવામાં આવે છે જો તેમનો રિપોર્ટ નેગેટિવ હોય તો જ તેમને ત્યાંથી શહેરમાં પ્રવેશવા ની મંજૂરી અપાય છે અન્યથા જો પોઝિટિવ રિપોર્ટ આવે તો તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે.

image soucre

પૂર્ણ છે કે ગુજરાતમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ ની સંખ્યા ચૂંટણી પછી વધી રહી છે જેના કારણે ચિંતા ની સ્થિતિ સર્જાઈ છે. જોકે ચૂંટણી સમયે જે લાશ આપવામાં આવી હતી તેને લઈ હવે આરોગ્ય વિભાગ ફરીથી કડકાઈ આવી ચૂક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ