આ રીતે ઘરે બેઠા મેળવો ધો.10 અને 12ની ડુપ્લીકેટ માર્કશીટ, જાણો શું છે પ્રોસેસ

10માં 12માંની ડુપ્લિકેટ માર્કશીટ હવે ઘરે જ મળી જશે

ઓરીજનલ માર્કશીટ ખોવાઈ જવાથી અથવા તો ક્ષતિગ્રસ્ત થવાથી 10માં તેમજ 12માં ધોરણના સ્ટુડન્ટ્સને ડ઼ુપ્લિકેટ માર્કશીટ માટે ગાંધીનગર ખાતે જે ધક્કા ખાવા પડે છે તે હવે નહી ખાવા પડે. કારણ કે ગુજરાત બોર્ડ હવે તેની સગવડ તમને ઘરે બેઠા આપી રહ્યું છે.

image source

હવે તમને 1952થી અત્યાર સુધીની બધી જ 10માં તેમજ 12મા ધોરણની માર્કશીટ ઓનલાઇન ફોર્મ ભરીને મેળવી શકશો. કારણ કે હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે 1952થી અત્યાર સુધીની બધી જ માર્કશીટને ડિજીટલાઇઝ કરી દેવામાં આવી છે.

કોઈ પણ વ્યક્તિના જીવનમાં ધોરણ 10 તેમજ 12ની માર્કશીટ એક અતિમહત્ત્વનો દસ્તાવેજ કહેવાય છે. અને માટે જ તેને ખુબ જ સાંચવી રાખવામાં આવે છે. પણ કેટલાક સંજોગોમાં માર્કશીટ ખોવાઈ જવાથી કે પછી બળી જવા વિગેરેના કારણે તેની ડુપ્લીકેટની જરૂર પડે છે અને તેવા સંજોગોમાં બોર્ડની માર્કશીટની ડુપ્લીકેટ કોપી કઢાવવા માટે વિદ્યાર્થીઓએ ગાંધીનગરના ધક્કા ખાવા પડતાં હતા.

image source

નજીકમાં રહેતાં લોકો કદાચ એકાદ દિવસનો સમય કાઢીને આ કામ કરી પણ શકે પણ ગુજરાત બહાર તેમજ ગાંધીનગરથી દૂર રહેતાં તેમજ વિદેશ જઈને વસેલા લોકો હોય તેમના માટે ડુપ્લીકેટ માર્કશીટ મેળવવી મુશ્કેલ થઈ પડતી હતી. પણ હવે તમારી આ મુશ્કેલીઓનો અંત આવી ગયો છે કારણ કે તમે ઓનલાઇન અરજી કરીને ઘરેજ ડુપ્લીકેટ માર્કશીટ મેળવી શકશો.

image source

1952માં જ્યારે ગાંધીનગર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં લગભગ 5 કરોડ કરતાં પણ વધારે માર્કશીટનું ડિજીટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. હાલ તેની ટ્રાયલ ચાલી રહી છે. અને જેવી આ ટ્રાયલ પૂર્ણ થશે કે તમે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઘરે બેઠા જ ડુપ્લીકેટ માર્કશીટ મળી જશે.

image source

તેના માટે બોર્ડ દ્વારા કેટલીક ફી નક્કી કરવામાં આવી છે તે ચૂકવવી પડશે જે એક વ્યાજબી માગ છે. ઓનલાઇન અરજી કર્યા બાદ અરજદારને માત્ર એક જ અઠવાડિયાની અંદર કુરિયર દ્વારા ડુપ્લીકેટ માર્કશીટ મળી જશે. આમ કરોડો માર્કશીટ્સનું ડીજીટલાઇઝેશન કરવામાં આવ્યું હોવાથી તમે સરળતાથી સમયનો કે નાણાનો બગાડ કર્યા વગર જ ડુપ્લીકેટ માર્કશીટ મેળવી શકશો.

અત્યાર સુધીમાં દર વર્ષે સરેરાશ 50 હજાર કરતાં પણ વધારે ડુપ્લિકેટ માર્કશીટ ઇશ્યુ કરવામાં આવે છે. આમ ગાંધીનગર ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી દર વર્ષે ઓછામાં ઓછા 50 હજાર લોકોને ફાયદો ચોક્કસ થવાનો છે. કારણ કે અત્યાર સુધી હજારો લોકોએ દર વર્ષે ડુપ્લીકેટ માર્કશીટ માટે ગાંધીનગર ખાતે ધક્કા ખાવા પડતા હતા જે હવે નહીં ખાવા પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ