ક્લિક કરીને જોઇ શકો તો જ જોજો આ ગુફાની તસવીર, નહિં તો ડરી જશો જોરદાર

તમે કદાચ વિશ્વની સૌથી મોટી ગુફાઓ પૈકી એક ગણાતી એવી વિયેતનામની લાખો વર્ષ જૂની ગુફા વિષે જાણ્યું હશે. નવ કિલોમીટરની લંબાઈ, 200 મીટરની પહોળાઈ અને 150 મીટર ઊંચાઈ ધરાવતી વિયેતનામની આ ગુફાને હેન્ગ સોન ડુન્ગ નામથી ઓળખવામાં આવે છે કે જ્યાં પ્રવેશ માટે મસમોટી રકમ ખર્ચવી પડે છે. એ સિવાય આપણા ભારતના બિહાર, રાજગીરમાં સોન ભંડાર નામની એક ગુફા રહસ્યમયી છે કારણ કે અહીં મગધ સામ્રાજ્યના સમ્રાટ બિમ્બીસારનો ખજાનો હોવાનું મનાય છે.

image source

ત્યારે આજે અમે તમને વધુ એક ગુફા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે વિશ્વની સૌથી વધુ ઊંડાઈ ધરાવતી ગુફાઓ પૈકી એક છે. જ્યોર્જિયાના અબખાજીયામાં આવેલી આ ગુફાને ઉપરથી નિહાળતા જ જોનારના છક્કા છૂટી જાય છે.

image source

આ ગુફાનું નામ ક્રુબેરા કેવ એટલે કે ક્રુબેરા ગુફા છે. ગુફાની ઊંડાઈ વિષે વાત કરીએ તો તેની કુલ ઊંડાઈ 2197 મીટર એટલે કે 7208 ફૂટ છે. જે જગ્યાએ ગુફા સ્થિત છે તે વિસ્તાર અત્યંત દુર્ગમ અને જોખમભર્યો હોવા છતાં અહીં વર્ષના ચાર મહિના લાખોની સંખ્યામાં પર્યટકો આવે છે. ચાર મહિના એટલા માટે કે બાકીના આઠ મહિના અહીં અબખાજીયાનું સ્થાનિક વાતાવરણ ફરવા યોગ્ય નથી હોતું.

image source

ક્રુબેરા ગુફાની શોધ 1960 માં કરવામાં આવી હતી જયારે ગુફામાં પ્રથમ વાર માનવ પ્રવેશ શોધના 20 વર્ષ બાદ એટલે કે 1980 માં શક્ય બન્યો હતો. 1980 માં જયારે ગુફામાં પ્રવેશ કરવામાં આવ્યો ત્યારે ત્યાં હજારોની સંખ્યામાં કાગડાઓ જોવા મળ્યા હતા. આ જ કારણ છે કે આ ક્રુબેરા ગુફાને વોરોન્યા કેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાનિક ભાષામાં વોરોન્યાનો અર્થ કાગડાઓની ગુફા એમ થાય છે.

image source

ક્રુબેરા ગુફામાં આમ તો અનેક શોધકર્તાઓ જઈ ચુક્યા છે પણ વર્ષ 2012 માં અહીં અલગ અલગ દેશના 59 શોધકર્તાઓએ ગુફામાં પ્રવેશી ત્યાં 27 દિવસનું રોકાણ કર્યું હતું. તેઓ છેક ગુફાના તળ સુધી પહોંચી ગુફાની ચોક્કસ ઊંડાઈ માપી હતી જે 2197 મીટર એટલે કે 7208 ફૂટ હતી.

image source

ઉલ્લેખનીય છે કે ક્રુબેરા ગુફામાં પ્રવેશ માટેની પરવાનગી મેળવવી સરળ નથી કારણ કે અહીં સ્થાનિક રાજકીય સ્થિત ડામાડોળ છે. વર્ષ 1999 માં અબખાજીયાએ પોતાને જોર્જિયાથી અલગ સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું. આ જ કારણે હવે અબખાજીયા અને જ્યોર્જિયા બન્ને દેશો આ ગુફાને પોતપોતાનો વિસ્તાર ગણાવે છે. જેને કારણે પર્યટોકોને ગુફામાં પ્રવેશ સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ