“જામફળ નું શરબત” – સીઝનમાં એક વાર તો જરૂરથી બનાવજો…

“જામફળ નું શરબત”

સર્વિંગ : ૧ ગ્લાસ

સામગ્રી :

૧ નંગ.. જામફળ (કાચુ અને તાજુ લેવું, પાકુ નહિં)
૧ ગ્લાસ.. પાણી (જરૂર મૂજબ)
૧ ટી સ્પૂન.. લીંબુ નો રસ
સિંધવ મીઠું

રીત :

• જામફળ નાં ટુકડા કરી પાણી રેડી મિક્સર સ્મૂધ ક્રશ કરી ગાળી લો. તેમાં સિંધવ મીઠું(ઓપ્શનલ) લીંબુ નો રસ મિક્સ કરી સર્વ કરો. ઉપવાસ માં પીવાય તેવો એકદમ રિફ્રેશિંગ શરબત..

નોંધ :

• ફૂદીનો ઉમેરી શકાય.
• ઉપવાસ વગર બનાવીને પીવો હોય તો આમાં ચાટ મસાલો ઉમેરી શકાય.
• સાદો જ બવાવવો હોય કંઇ પણ ઉમેર્યા વગર બનાવો તો પણ સારો લાગે છેેે.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી