શિયાળાની ઠંડીમાં ખાઓ આ લીલી શાકભાજી, સાંધાના દુખાવામાંથી મળશે રાહત

શિયાળામાં આ ૧૦ લીલા શાકભાજી ખાશો તો, સાંધાનો દુખાવો નહીં રહે અને મળશે અનેક બીજા સ્વાસ્થ્યને લગતા ફાયદા…

લીલા શાકભાજીઓનો શિયાળામાં દબદબો રહે છે, આ ૧૦ શાકભાજીઓ વિશે જાણી લો. તેને ખાશો તો આખી સીઝન રહેશો નિરોગી…

શિયાળાની ઋતુમાં શરીરને લગતી ઘણી સમસ્યાઓ વધી જાય છે, જેમ કે શરીરના ઘણા ભાગોમાં દુખાવો થવો, સાંધા જકડાઈ જઈને દુખાવો થવો, કોઈ પણ જગ્યાએ ઈજા થાય તો પણ વધુ દુઃખે છે અથવા એકવાર વાગે તો બીજીવાર પણ જો એજ જગ્યાએ વાગે તો વધારે દર્દ થતું હોય છે.

image source

શિયાળામાં ચહેરાની અને હાથ – પગની ત્વચા શુષ્ક થઈ જાય છે અને હોઠ સુકા અને ફાટી જાય છે. કમર દર્દ તેમજ શરદીને લીધે માથાનો કે ગળાનો દુખાવો પણ રહેતો હોય છે. આવી કેટલીય સમસ્યાઓથી બચવા માટેની શ્રેષ્ઠ રીત લીલી પાંદડાવાળા શાકભાજી છે.

શિયાળાની ઋતુની સૌથી મોટી વિશેષતા એ છે કે આ દિવસોમાં આપણને ખાવા માટે ઘણાં સારા પ્રમાણમાં સ્વસ્થ્ય વર્ધક લીલા શાકભાજીના વિકલ્પો ઉપલબ્ધ થઈ રહે છે.

image source

આવી સ્થિતિમાં, જો તમે પણ સ્વસ્થ રહેવા માંગતા હોવ અને આવી શારીરિક સમસ્યાઓથી બચવા માંગતા હોવ, સાથે આખો શિયાળો નિરોગી રહેવા માગતાં હોવ તો નિશ્ચિતરૂપે તમારા આહારમાં આ લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.

કઈ રીતે કરવું લીલાં પાનવાળા શાકભાજીઓનો ઉપયોગ…

image source

માત્ર શિયાળામાં જ નહીં પરંતુ તમને જ્યારે પણ વિવિધ તાજી શાકભાજીઓ અને લીલાં પાનવાળી ભાજીઓ મળે ત્યારે તેને તમારા ભોજનમાં સમાવેશ કરવો જ જોઈએ. તાજી શાકભાજીઓનું શાક બનાવીને ખાવું જોઈએ. જેમાં ઓછા તેલ – મસાલાના ઉપયોગ કરીને હેલ્ધી મીલ લઈ શકાય છે. આ સિવાય ભાજીઓનો સૂપ બનાવવો જોઈએ.

તેને બાફીને કે પાર્ બોલી કરીને કે બ્લાન્ચ કરીને પણ પકાવી શકાય છે. શિયાળામાં ગરમાગર સૂપ પીવાની મજા જ કંઈક ઓર હોય છે. કેટલીક ભાજીઓને તો કાચી પણ ખાઈ શકાય છે તેથી તેને સલાડમાં ઉમેરીને પણ ખાવી જોઈએ.

image source

મેથી અને પાલક જેવી ભાજીઓમાંથી તો અનેક વાનગીઓ બને છે જેમાં ભરપૂર માત્રામાં આયર્ન અને કેલ્શિયમની સાથે અનેક ગુણકારી પૌષ્ટિક તત્વો રહેલાં હોય છે તેથી તેનો ઉપયોગ આખો શિયાળો ખાસ કરવો જોઈએ.

જો કે તે સહેલાઈથી બારેમાસ મળે છે પણ શિયાળામાં તે ખૂબ જ સરસ અને તાજી મળતી હોય છે. મૂળાના પાનની પણ ભાજીનું શાક, રાયતું કે મૂઠિયાં જેવી વાનગીઓ બને છે. જે ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે અને એકદલ હેલ્ધી પણ હોય છે.

image source

આજકાલ એક નવી સિસ્ટમ પણ શોધાઈ છે, ડિટોક્સ વોટરની. જેમાં એક ખાસ પ્રકારની બોટલ આવે છે તેમાં ધોઈને સમારેલ શાકભાજી, લીંબુ કે કાકડી – ગાજર વગેરે ઉમેરી દો અને પાણી નાખી દેવાનું રહે છે. બોટલમાં શાક સાથેનું પાણી પીવાથી શાકમાં રહેલ સત્વ પાણીમાં ભળી જાય છે અને તેની પૌષ્ટિકતા પણ આપણાં શરીરમાં પાણી સાથે ભળી જાય છે.

image source

આવો જાણીએ, એવી ખાસ ૧૦ લીલાપાનવાળી શાકભાજીઓ, જેને તમે આખો શિયાળો ખાઈ શકો છો અને સ્વસ્થ રહી શકો છો. ખાસ કરીને એ લોકો માટે આ લીલા પાનવાળી ભાજીઓ ગુણકારી છે જેમને શિયાળામાં ગોઠણનો અને સાંધાનો દુખાવો રહે છે…

ચાલો, હવે અમે તમને જણાવીએ કે આ સીઝનમાં કઈ શાકભાજીઓ તમારા માટે છે એકદમ ફાયદાકારક…

બ્રોક્લી…

image source

બ્રોકલી એક એવી લીલી શાકભાજી છે, જે દેખાવમાં ફ્લાવર જેવી લાગે છે. તે માત્ર ડાયટ વેજ તરીકે વપરાય છે અને વજનના નિયંત્રણમાં જ મદદ કરે છે એવું નથી.

સાથે સાથે તેને નિયમિત રીતે ભોજનમાં લેવાથી તે કેન્સરના જોખમને પણ ઘણી હદ સુધી ઘટાડે છે. આ સિવાય તેનામાં જોવા મળતા ખાસ પ્રકારના ઔષધિય ઘટકો તમને શરીરમાં દેખાતો સોજો, તાવ અને થાક જેવી સમસ્યાઓથી બચાવવામાં પણ મદદ કરે છે.

પાલક

image source

આયર્ન મેળવવાનું સૌથી મહત્વનું સ્ત્રોત હોય તો તે છે પાલકની ભાજી.

તેમાંથી આયર્નની સાથે મેગ્નેશિયમ, વિટામિન એ અને વિટામિન કેથી ભરપૂર માત્રામાં મળી આવે છે. સ્પિનચ રક્ત પરિભ્રમણને યોગ્ય રાખે છે.એટલે લોહીની શુદ્ધિ અને તેના શરીરમાં યોગ્ય વહન માટે પાલક ખૂબ જ ઉપયોગી છે.

ઉપરાંત, તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે, જે તમને આ મોસમમાં થતા ઘણા રોગોથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ છે. આ સિવાય તે મેટાબોલિઝમ સિસ્ટમનને સપોર્ટ કરીને વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે.

કોબી

image source

આ શરીરમાં હાજર કાર્બોહાઇડ્રેટ્સને ચરબીમાં ફેરવાતાં તે રોકે છે, જે વજનને નિયંત્રણમાં રાખે છે. આ તેનો સૌથી મોટો ગુણધર્મ છે. સાથે સાથે, તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

ઉપરાંત, શરીરને અંદરથી ગરમી પણ આપે છે, જે આ સીઝનમાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. તમે તેને કાપીને કચુંબર તરીકે કાચું ખાઈ શકો છો અથવા શાક પણ બનાવી શકો છો.

કાલે

image source

કાલે એક પ્રકારની લીલી પાંદડાવાળી શાકભાજી છે, જેને પત્તા કોબી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન એ, સી, કે, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર જેવા પોષક તત્વો હોય છે, જે તમને સ્વસ્થ રાખવા માટે ખૂબ ઉપયોગી છે.સલાડમાં નાખવા અને ડાયેટ પ્લાનમાં તે ખૂબ વપરાય છે.

મેથી

image source

શિયાળામાં કસુરી મેથીનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે છે. તેમાંથી આપણને કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ ભરપુર માત્રામાં મળે છે, જે શરીરને બેક્ટેરિયા અને ફૂગના ચેપ સામે લડવાની શક્તિ આપે છે.

આ સાથે, તમે સાંધા અને માંસપેશીઓના દુખાવામાં પણ રાહત થાય છે. મેથીને વિવિધ વાનગીઓમાં ઉમેરીને ખાઈ શકાય છે. શિયાળામાં સારા પ્રમાણમાં મળે ત્યારે તેની સુકવણી કરીને પણ બારેમાસ વાપરી શકાય છે.

મૂળાના પાન..

image source

મૂળો આ મોસમમાં મોટે ભાગે ખૂબ મળે છે અને તેને ઘણાં ઘરોમાં રોજિંદા ઉપયોગમાં લેવાય છે, પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે તેના પાન મૂળાં કરતાં પણ વધારે ફાયદાકારક છે.

આ પાનમાં હાજર પૌષ્ટિક તત્વો શરીરને અંદરથી ગરમ રાખે છે, સાથે સાથે તમને શરદી, કફ, ખાંસી અને ઉધરસ જેવી સમસ્યાઓથી પણ બચાવે છે.

સેલરી

image source

સેલરીમાં પોલી એસીટિલિન નામનું તત્વ રહેલું છે અને હાઈ એન્ટી – ઇંફ્લેમેટરી કાર્બનિક તત્વો તેમાં રહેલાં છે, જે અસ્થિ-સંધિવા, સંધિવા જેવા અસ્થિના રોગોમાં થતી શારીરિક કળતર અને દુખાવાને અટકાવે છે.

સાથે તેના ઉપયોગથી તમે શિયાળામાં થતી અન્ય સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ ટાળી શકો છો. કેમ કે તેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા છે. તે સલાડમાં સૌથી વધુ વાપરવામાં આવતી ભાજી છે.

સરસોં કા સાગ…

image source

પ્રખ્યાત પંજાબી મસ્ટર્ડ ગ્રીન્સ એટલે કે સરસરવની ભાજી ફક્ત સ્વાદિષ્ટ છે એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી માનવામાં આવે છે.

તેમાંથી મળતું સારા પ્રમાણમાં પ્રોટીન ફાઇબર ઉપરાંત, સારા પ્રમાણમાં હાઈ કેલરી, ચરબી, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, ખાંડ, પોટેશિયમ, વિટામિન એ, સી, ડી, બી ૧૨, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા આવશ્યક પોષક તત્વો હોય છે જે તમને ઘણી શારીરિક સમસ્યાઓથી બચાવવા માટે ઉપયોગી નીવડી શકે છે. આનું સાગ શિયાળામાં ઘણાં લોકો બનાવવાનું પસંદ કરે છે.

બાથુઆ

image source

શિયાળાના ઠંડા વાતાવરણમાં, શરીરના ઘણા ભાગોમાં થતી પીડા, લાંબા સમયથી રૂજાઈ ન હોય તેવી ઈજા, ત્વચાનું સુકાઈ જવું, પાચનતંત્રમાં ગડબડ – અપચો અને સાંધાનો દુખાવોથી પીડાતા હોવ ત્યારે આવી સ્થિતિમાં, બથુઆની ભાજીનું સેવન આ બધી સમસ્યાઓ દૂર કરી શકે છે. એ એકદમ પૌષ્ટિક ભાજી માનવામાં આવે છે.

ચૌલા

image source

ચૌલામાં એન્ટીઓકિસડન્ટ અને શરીરમાં થતી કળતરને નિવારવા માટેના ગુણધર્મો રહેલા છે જે આરોગ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અઠવાડિયામાં એકવાર તો તમારા ઘરમાં આ શાકભાજી બનવી જ જોઈએ તેનું સેવન કરવાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ