ચા સાથે નાસ્તા માટે કે પછી પીકનીકમાં સાથ આપતા ગુજરાતીઓના માનીતા ‘ગ્રીન થેપલા, ટ્રાય કરો, એકદમ ટેસ્ટી છે

ગ્રીન થેપલા (Green Thepla)

થેપલા નામ પડતા જ પીકનીક કે પછી મુસાફરી યાદ આવી જાય સાચી વાત ને? તો હવે જ્યારે પીકનીક કે મુસાફરી માં જાવ ત્યારે આ રીતે થેપલા બનાવી ને લઈ જાજો એકદમ ટેસ્ટી લાગશે.

બાળકો ને મેથી રીંગણાં નું શાક બનાવી દેશો તો નઈ ખાઈ પણ જો તમારે મેથી ખવડાવી હોઈ તો આ રીતે થેપલા બનાવી અને તેના પર ટોમેટો સોસ લગાવી રોલ વાળી ને આપો.100% ખુશ થઈ ને ખાઈ લેશે

બાળકો ને ટિફિન માં પણ આપી શકાય.

સામગ્રી

1 મોટુ બાઉલ ઘઉં નો લોટ,
1 નાની વાટકી આદું મરચા ની પેસ્ટઃ,
1 વાટકી ઝીણી સમારેલ મેથી,
1 વાટકી ઝીણી સમારેલ કોથમીર,
250 ગ્રામ ખમણેલી દુધી,
2 ચમચી તેલ મોણ માટે,
1 ચમચી લાલ મરચું પાવડર,
1/2 હળદર,
ચપટી હિંગ,
મીઠું સ્વાદ અનુસાર,
તેલ પકવા માટે,

બનાવાની રીત

સૌ પ્રથમ ઍક મોટા બાઉલમાં લોટ લો.હવે તેમાં મેથી,આદું મરચા ની પેસ્ટ,કોથમીર,ખમેણેલી દૂધી,હળદર,લાલ મરચું પાવડર,મીઠું,હિંગ,મોણ આ તમામ સામગ્રી એડ કરો. 

આ બધી સામગ્રી ઉમેરી જરુર પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધો( દુધી પાણી છોડશે એટ્લે પાણી ઉમેરવા મા ધ્યાન રાખવું)

લોટ બાંધી ને તરત જ થેપલા બનાવાનું ચાલુ કરી દેવું નઈ તો લોટ ઢીલો થતો જશે.

હવે તેમાં થી નાનો લૂઓ લઇ રાઉન્ડ શેપ માં વણી તેલ લગાડી થેપલા ગોલ્ડન બ્રાઉન પાકાવો.

ચા અથવા દહીં સાથે સર્વ કરો.

નોંધ:

લીલું લસણ અથવા સૂકું લસણ વાટીને ઉમેરી શકાય

આ ડીશ ગુજરાતી લોકો ની સૌથી મનપસંદ ડીશ છે

તૌ તેયાર છે એક્દમ હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન થેપલા

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી