શિયાળામાં ધાણા ખુબ સસ્તા અને ફ્રેશ મળે છે તો પછી રાહ કોની જુઓ છો અજમાવી જુઓ..

ધાણા જેને આપણે ઇંગ્લિશમાં કોરિએન્ડર કહીએ છીએ અને લીલા ધાણાને આપણે રોજિંદી ભાષામાં કોથમીર પણ કહીએ છીએ તેનો ભારતીય વ્યંજનો તેમજ સમગ્ર વિશ્વમાં પણ જાતજાતના વ્યંજનોમાં ઉપયોગ થાય છે. માસાલાઓ તેમજ વિવિધ જાતના વ્યંજનોમાં સ્વાદ વધારવા તેમજ સોડમ વધારવા માટે તેનો ઉપયોગ થાય છે. ખાસ કરીને લીલા ધાણા એટલે કે કોથમીરનો ઉપયોગ ભારતના ઘરે ઘરે રોજિંદા ભોજનમાં કરવામાં આવે છે. આ કોથમીરના અગણિત સ્વાસ્થ્ય લાભો છે કે વિજ્ઞાન પણ તેના ઔષધીય ગુણોની પ્રશંસા કરવાનું ચૂકતું નથી. આજે અમે તમને ધાણાના એવા ઉપયોગ વિષે જણાવીશું જેના પ્રયોગથી તમે ઘણીબધી ગંભીર બિમારીઓનો સરળ રીતે ઉપચાર કરી શકો છોઃ
ધાણાના સ્વાસ્થ્યવર્ધક ગુણો

1. પેટની તકલીફો માટે લાભપ્રદઃ

ધાણા ગેસથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. પાચનતંત્રને નિયમિત કરવા માટે ધાણાની ચા તેમજ કોફી ખુબ જ લાભપ્રદ હોય છે. 2 કપ પાણી લઈ તેમાં જીરુ, કોથમીરના પાન નાખી તેમાં ચાની ભુક્કી તેમજ વરિયાળી નાખીને 2 મિનિટ સુધી ઉખાળો, તેને 2 મિનિટ ઉકાળ્યા બાદ તેમાં જરૂર પ્રમાણે સાકર ભેળવો અને સાથે સાથે આદુ પણ નાખો સાકરની જગ્યાએ તમે તેમાં મધ પણ ભેળવી શકો છો. આ મિશ્રણનું સેવન કરવાથી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે સાથે સાથે ગેસની તકલીફમાં પણ રાહત મળે છે અને ગળાની તકલીફ પણ દૂર થાય છે.

2. અતિસારમાં રાહતઃ

જો પેટમાં ગરમીના કારણે તમને વારંવાર ઝાડા થતા હોય તો તમે 50 ગ્રામ કોથમીર વાટી છાશ કે ઠંડા પાણીમાં મિક્સ કરી દિવસમાં 2 વાર પીવો, આમ કરવાથી ઝાડામાં ઘણો આરામ મળશે.

3. નસકોરી ફૂટે ત્યારે મદદરૂપઃ

નસકોરી ફૂટે ત્યારે રાહત આપવા માટે ખાસ પ્રકારનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે જેને બનાવવું ખુબ જ સરળ છે. સૌ પ્રથમ કોથમીરના 20 ગ્રામ પાંદડાં લઈ તેમાં ચપટી કપૂર મિક્સ કરી વાટી લેવું, વાટ્યા બાદ જે રસ નીકળે તેને ગાળી લેવો. આ રસના બે ટિપાં નાકમાં નાખવા અને કપાળ પર લગાવી માલિશ કરવું તેનાથી નાકમાંથી નીકળતું લોહી તરત જ બંધ થઈ જશે.

4. પેશાબ સ્વચ્છ આવે છેઃ

જો તમારા પેશાબમાં પિળાપણું વધારે હોય તો, સુકા ધાણાનો પાવડર 2 ચમચી, 1 ગ્લાસ ઠંડા પાણીમાં મિક્સ કરી તેને 5થી 7 મિનિટ ઉકાળો. ઠંડુ કર્યા બાદ તેને ગાળી લઈ સવાર-સાંજ બે ટાઇમ પીવાથી પેશાબ સ્વચ્છ આવે છે.

5. આંખની સમસ્યાઓમાં આરામઃ

જો આંખમાંથી પાણી પડતું હોય તો કોથમીરથી તરત જ આરામ મળે છે. થોડી કોથમીર લઈ તેને વાટી લેવી અને તેમાં પાણી નાખી ઉકાળી લેવી, થોડી વાર ઉકાળ્યા બાદ તેને ઠુંડુ થવા દેવું અને ગાળીને કોઈ વાસણમાં ભરી લેવું. રોજ તેના ટીપાં આંખમાં નાખવાથી આંખની બળતરામાં રાહત મળે છે અને આંખમાંથી પાણી ટપકવાનું બંધ થઈ જાય છે.

6. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છેઃ

તમને એ જણાવવું જરૂરી છે કે કોથમીર વિટામિન એ અને સીનો ઉત્તમ સ્રોત છે, તે આપણા શરીરમાં રોગ વિરુદ્ધ લડવાની શક્તિ ઉત્પન્ન કરે છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બને તો તમારે કોથમીરનું સેવન નિયમિત કરવું જોઈએ.

7. સંધિવાઃ

ધાણામાં એન્ટિ ઇન્ફ્લેમેટરી નામના તત્ત્વ હોય છે અને તેની સાથે સાથે વિટામિન સી પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. અને તે જ કારણસર સંધિવાના દર્દીઓએ ધાણાનું નિયમિત સેવન કરવું જોઈએ તેનાથી તેમને ખુબ લાભ થાય છે.
– ધાણાના તેલનું ગોઠણ પર માલિશ કરવાથી સંધિવાના દુઃખાવામાં રાહત મળે છે તેમજ હાડકામાં આવતી નબળાઈઓ દૂર થાય છે.
– 10 ગ્રામ ધાણાના દાણા, 25 ગ્રામ સૂંઠ, 10 ગ્રામ મરી, 10 ગ્રામ લવિંગ, 10 ગ્રામ અજમા અને 5 ગ્રામ સિંધવ મીઠું આ બધાને એક સાથે મિક્સ કરી લેવું. आઆ ચૂર્ણને 3થી 4 ગ્રામ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી સાંધાના દુઃખાવમાં રાહત મળે છે.
– લગભઘ 3.50 ગ્રામ ધાણામાં 10 ગ્રામ ખાંડ ભેળવી ખાવાથી સંધિવાનો રોગ દૂર થાય છે.

8. ખીલથી છૂટકારો મળે છેઃ

જો તમારા ચહેરા પર વારંવાર ખીલ થતાં હોય તો બે ચમચી ધાણાનો પાવડર, ½ ચમચી ગ્લિસરીનમાં મેળવી ચહેરા પર લગાવવાથી ચહેરા પર થયેલા ખીલ દૂર થાય છે. આ ઉપરાંત ધાણાની પેસ્ટ બનાવીને પણ લગાવી શકાય છેઃ- કોથમીરના થોડા પાંદડા લઈ તેને વાટી લેવા, હવે તેની પેસ્ટમાં એક ચપટી હળદર મિક્સ કરી લેવી. હવે આ તૈયાર લેપને દિવસમાં બે વાર ચહેરા પર લગાવી લેવો. રોજ તેનો ઉપયોગ કરવાથી થોડા ક જ સમયમાં ખીલ તેમજ તેના ડાઘા જતાં રહે છે અને તમારો ચહેરો સુંદર અને તાજો બની જાય છે.

9. ઉલટીમાં રાહતઃ

ઉલટી થાય ત્યારે ધાણાનું સેવન કરવાથી ઉલટીમાં રાહત મળે છે. 1 ચમચી ધાણાનો પાવડર ફાંકી જવાથી ઉલટી બંધ થઈ જાય છે.

10. આંખ માટે ઉત્તમઃ

ધાણામાં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારી આંખો તંદુરસ્ત બને છે અને આંખોની જ્યોતિ પણ જળવાઈ રહે તો તે માટે કોથમીરનો ઉપયોગ તમારે તમારા રોજિંદા ભોજનમાં ચોક્કસ કરવો જોઈએ.

11. શરદી તેમજ ઉધરસમાં રાહતઃ

– 2 ચમચી ધાણા અને સાકરને સરખા પ્રમાણમાં લઈ વાટી લેવા ત્યાર બાદ તેને એક પાણી (ચોખા પલાળેલા પાણી)ની સાથે દર્દીને પીવડાવવાથી ઉધસમાં રાહત થાય છે.
– જો છાતીમાં કફ ભરાઈ ગયો હોય તો 50 ગ્રામ ધાણાનો પાવડર, 10 ગ્રામ મરી, 5 ગ્રામ લવિંગ અ 100 ગ્રામ સૂંઠ મિક્સ કરી ચૂર્ણ બનાવી લેવું. બનાવેલા ચૂર્ણમાંથી અરધી ચમચી લઈ સવારે મધ સાથે ચાંટવાથી ઉધરસમાં લાભ થાય છે.

12. એડકી બંધ થાય છેઃ

જો તમને એકધારી એડકી આવતી હોય તો ધાણા તેને બંધ કરવામાં મદદ કરે છે. આખા ધાણાના કેટલાક દાણા મોઢામાં રાખી તેના રસને ચૂંસવાથી એડકી બંધ થઈ જાય છે.

13. ડાયાબિટીસઃ

ડાયાબિટીસના દર્દીઓએ પોતાના રોજના ભોજનમાં ધાણાનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ, કારણ કે ધાણા લોહીમાં ઇન્સ્યુલિનની માત્રાને અંકુશમાં રાખે છે. આ રીતે અમે કહી શકીએ છીએ કે ધાણાનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભપ્રદ છે.

14. ચક્કર આવવાઃ

જો કોઈને વારંવાર ચક્કર આવવાની ફરિયાદ રહેતી હોય તો તેણે 10 ગ્રામ ધાણા અને 10 ગ્રામ આંબળાને એક ગ્લાસ પાણીમાં પલાળી દેવા. સવારે બન્નેને મસળીને તેનું પાણી ગાળી પી લેવાથી ચક્કર આવવાના બંધ થઈ જશે.

15. મસા (હરસમસા)

– મસા બે પ્રકારના હોય છે. વાયુવાળા મસા અને બીજા લોહીવાળા મસા. મસામાંથી લોહી નીકળે તેને લોહીવાળા મસા કહેવાય છે. પણ બાદીમાં ગુદાની અંદર-બહાર મસા નિકળે છે, જેમાં ખજવાળ આવે છે.આ મસા કાંટાની જેમ ખુંચે છે. મસા હંમેશા કબજિયાતના કારણે થાય છે. તે ખુબ જ ગંભીર રોગ છે. તેનાથી બવચાના ઘણાબધા ઉપાયો છે. જેમકે ભોજન હંમેશા હળવું સુપાચ્ય લેવું જેઈ, પેટમાં કબજિયાત ન થવા દેવો જેઈએ વધારે પડતાં ભોજન તેમજ ભોજન બાદ મૈથુનથી દૂર રહેવું જોઈએ. વાયડા ખોરાક જેમ કે જામફળ, ભીંડા, રીંગણ, અડદ, તુવેરની દાળતેમજ વધારે વાયુ કરતા પદાર્થ ખાવા જોઈએ નહીં. ચોખા અને રીંગણનો ઉપયોગ તો ક્યારેય કરવો જોઈએ નહીં કારણ કે તે બન્ને ભોજન વાયુ પ્રકૃતિ ધરાવતા તેમજ મસાના દર્દીઓ માટે ખુબ જ હાનિકારક હોય છે. તેના ઉપચાર માટે વેસેલિનમાં વાટેલો કાથો, આખા ધાણાના 100 દાણા, 10 ટીપા કેરોસીન, સત્યાનાશી છોડના મૂળ આ બધી જ વસ્તુઓ વાટીને એક કપડામાં ચાળી વેસેલિનમાં મિક્સ કરી લેવી. આ મલમને ગુદામા લગાવવાથી મસા ઠીક થઈ જાય છે. જો લોહી પડતું હોય તો તે પણ બંધ થઈ જશે.

– ધાણાના ઉકાળામાં સાકર ભેળવી રોજ 2-3 વાર પાણી પીવાથી લોહીયાળ મસા ઠીક થઈ જાય છે.
– કોથમીરનો એક ચમચી રસ કાઢી તેમાં થોડીક સાકર નાખી રોજ સવારના સમયે પીવાથી મસા મટી જાય છે.
– ધાણાના પાવડરમાં વાટેલી સાકર ભેળવી ચૂર્ણ બનાવી લેવું. એક કપ ગરમ પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખી રોજ સવાર-સાંજ પીવાથી મળદ્વારની બળતરા તેમજ લોહીયાળ હરસમસામાં રાહત મળે છે.
– સૂકા ધાણાને દૂધ અને સાકરમાં ભેળવી સેવન કરવાથી લોહીયાળ હરસમસા ઠીક થાય છે.

16. શરદીઃ

125 ગ્રામ આખા ધાણા વાટી અરધો કિલો પાણીમાં નાખી ઉકાળી લેવું. ઉકળ્યા બાદ જ્યારે ચોથો ભાગ પાણી રહી જાય ત્યારે તેને ચાળીને તેમાં 125 ગ્રામ સાકર નાખી ફરી ગરમ કરવા મુકી દો. જ્યારે ગરમ થઈને ઘાટુ થઈ જાય ત્યારે નીચે ઉતારી લેવું અને રોજ 10 ગ્રામ ચાંટવું. તેનાથી મગજની નબળાઈથી થતી શરદી દૂર થાય છે અને મગજની નબળાઈ પણ દૂર થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ સ્વાસ્થ્યને લગતી પોસ્ટ તમારા મિત્રો સાથે.. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી