જલ્સા કરોને જેંતીલાલ

જો આ રીતે પીશો ગ્રીન કોફી, તો પેટ પરની ચરબી ઉતરી જશે ફટાફટ

પેટ પર જામેલા ચરબીના થર હટાવવા લીલી કોફીનો નવતર પ્રયોગ

આજે લોકો કોઈ પણ રીતે વજન ઘટાડવા માગે છે. કારણ કે તેમને વજન ઘટાડીને પોતાનું સ્વાસ્થ્ય પણ સુધારવું હોય છે. પણ વજન ઘટવું તે કોઈ જાદૂની રમત નથી તેને ઘટતા ઘણી વાર લાગે છે અને તેના માટે કેટલાક યોગ્ય પગલા લેવા પડે છે. પણ તેમ છતાં લોકો હંમેશા વજન ઘટાડવાની તેવી રીત તરફ આકર્ષાય છે જે તેમના માટે સરળ અને ઝડપી હોય. તો તમને જણાવી દઈએ કે બની શકે કે ગ્રીન કોફીથી પણ તમારું વજન ઝડપથી ઘટી શકે છે. કારણ કે હાલ તે કેટલાક ફીટનેસ ફ્રીક લોકોમાં ખુબ જ લોકપ્રિય થઈ રહી છે.

image source

હવે એ જાણીએ કે ગ્રીન કોફી શું છે ?

આપણે રોજબરોજ જે કોફીનો ઉપયોગ કરીએ છીએ તે પ્રોસેસ્ડ અને રોસ્ટેડ છે. તેથી જ તે કલરમાં ડાર્ક બ્રાઉન હોય છે અને તેમાંથી જુદી જ જાતની સુગંધ મળે છે. પણ આ ગ્રીન કોફી શેક્યા વગરની કાચી હોય છે માટે જ તે લીલી દેખાય છે.

image source

ગ્રીન કોફી એ રેગ્યુલર કોફી કરતા સ્વાદમાં કંઈક જુદી જ છે. તેમાં ક્લોરોજેનિક એસિડનુંપ્રમાણ શેકેલી કોફી કરતાં વધારે હોય છે. અને કહેવાય છે કે આ જ એસિડ તમારું વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. તેમાં કેફીન પણ ઓછું છે. માટે જ વધુ પડતી કોફી વાપરતાં કોફીના શોખીનોને એ ખૂબ જ પસંદ આવવા માંડી છે. તે કોફીના દાણા છે જેને પ્રોસેસ્ડ કરવામાં આવતા નથી.

image source

શું ખરેખર લીલી કોફી વજન ઘટાડવામાં મદદ કરે છે ?

ગ્રીન કોફીમાં જે મહત્ત્વનું તત્ત્વ છે તે છે ક્લોરોજેનિક એસિડ, એવું કહેવાય છે કે તે તમારા શરીરના મેટાબોલિઝમની પ્રક્રિયાને અસર કરે છે અને તમારા લોહીની શર્કરાને પણ અસર કરે છે. પ્રાણીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળ્યું છે કે તેમના વજનમાં ઘટાડો થયો છે. ક્લોરોજેનીક એસિડ લીવરમાં રહેલી ચરબીને ઘટાડે છે અને એડીપોનેક્ટીન નામના હોર્મોન્સ કે જે તમારી ચરબી બાળવામાં મદદ કરે છે તેના કામને પણ સુધારે છે. ઘણા બધા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે કેફેઇન તમારા શરીરના મેટાબોલિઝમ રેટને 3-11 ટકા સુધી વધારે છે.

image source

આ ઉપરાંત માણસ પર થયેલા કેટલાક પ્રયોગો દ્વરા જાણવા મળ્યું છે કે કોફી બીન એક્સ્ટ્રેક્ટ વજન ઘટાડવામાં મદદ કરે છે. જો કે હજુ આ વાતને પાક્કિ સાબિત કરવા માટે ઘણા બધા સંશોધનની જરૂર છે. જોકે વજન ઘટાડા ઉપરાંત પણ ગ્રીન કોફીના બીજા ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે જેમ કે બ્લડ પ્રેશર નીચું લાવવું, ટાઇપ 2 ડાયાબીટીસના જોખમને ઘટાડવું, વિવિધ પ્રકારના હૃદયના રોગોથી બચાવવું.

વજન ઉતારવા માટે કેવી ગ્રીન કોફી લેવી ?

સોલ્યુબલ ગ્રીન કોફીઃ-

image source

સાદી અને ઝડપથી બની જતી આ કોફીમાં ફક્ત એક કપ પાણી જ નાખવાની જરૂર છે. એક કપ ગ્રીન કોફી માટે તમારે એક કપ પાણીમાં માત્ર એક ચમચી ગ્રીન કોફી નાખવાની છે અને આમ તૈયાર થઈ જશે તમારી ગ્રીન કોફી. જો કે તેનો કોઈ ડોસેજ નક્કી નથી અને યોગ્ય ઉપયોગ માટે તમારે ગ્રીન કોફીના પેકેટ પર આવતા માર્ગદર્શનને અનુસરવું જોઈએ.

ગ્રીન કોફી વાપવરાની જુદી જુદી રીતઃ-

image source

ગ્રીન કોફી કેટલી લેવી ?

કોઈપણ વસ્તુ ‘અતી’ એ નુકસાનકારક છે. વધુ પડતી ગ્રીન કોફી લેવાથી નુકસાન થઈ શકે છે.

image source

ગ્રીન કોફી વાપરવાના ફાયદાઃ-

શું ગ્રીન કોફી બધા માટે સુરક્ષિત છે ખરી ?

image source

જ્યારે ગ્રીન કોફી બીન એક્સટ્રેક્ટને યોગ્ય રીતે લેવામાં આવે ત્યારે તે સુરક્ષિત છે. ગ્રીન ટીને તમે રોજ 480 મિલિગ્રામ બાર અઠવાડિયા સુધી લઈ શકો છો. પણ આ કોફી બિન્સમાં પણ કેફેઇન હોય ચે માટે તેની કેટલીક આડઅસર પણ હોઈ શેક છે, જો તેને વધારે પ્રમાણમાં લેવામાં આવે તો. જેમ કે હાર્ટબીટ ઝડપી બનવા. આ ઉપરાંત જે લોકોને કેફિનની અસર ખુબ જ જલદી થાય છે અથવા તે પ્રત્યે સંવનેદનશીલ છે તેમણે ગ્રીન ટી લેતી વખતે કાળજી રાખવી જોઈએ. આ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકોએ ગ્રીન કોફીનું સેવન ન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version