“ગ્રીન અપ્પમ” – કાલે સવારમાં નાસ્તામાં બનાવો અને બધાને સરપ્રાઈઝ આપો…

“ગ્રીન અપ્પમ”

સામગ્રી:

૧ વાટકી રવો,
૧/૨ વાટકી છાસ,
૧- ૨ વાટકી પાણી,
૧/૨ વાટકી લીલા વટાણા,
૨-૩ લીલા ઝીણા સમારેલ મરચા,
૧ ચમચો કોથમીર,
૪-૫ કાજુ,
૨ ચમચી લીલો કલર,
૧ ચમચી લીલી ચટણી (લીલા મરચા, હળદર, લીંબુ, મીઠું),
મીઠું,

રીત:

– સૌ પ્રથમ રવાને છાસ અને પાણીમાં ૨-૩ કલાક માટે પલાળી દેવો.
– કાજુના ટુકડા, કોથમીર, લીલા મરચા, વટાણા, મીઠું, લીલી ચટણી, ગ્રીન કલર પલાળેલા રવામાં ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું, જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું.
– અપ્પમ પાત્ર તેલ વડે ગ્રીસ કરી તેમાં ખીરું રેડવું.
– થોડીવાર પછી પલટાવી દેવાનું.
– તો તૈયાર છે ગ્રીન અપ્પમ, નાળીયેરની ચટણી જોડે સર્વ કરશું.

નોંધ:

– કલરની બદલે પાલકની પ્યોરી વાપરી શકાય.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી