ગૃહપ્રવેશ કરતા પહેલા રાખી લો આ વાતોનું ધ્યાન, ઘરમાં કાયમ રહેશે સુખ અને શાંતિ

નવું ઘર ખરીદવાનું કે બનાવવાનું જીવનની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક છે. તમામ લોકો એવા હોય છે જે આખું જીવન ભાડે રહેવામાં કાઢી દેનારા હોય છે. તેમને પોતાની છત નસીબ હોતી નથી. આ સમયે ભગવાનનો આભાર પ્રકટ કરવાની અને સાથે તે સ્થાનની નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે લોકો ગૃહપ્રવેશના સમયે સત્યનારાયણની કથા, હવન કરે છે.જો તમે પણ નવું ઘર કરીદ્યું છે અને ગૃહપ્રવેશની તૈયારી કરી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખી લેવું જરૂરી છે.

image source

સૌ પહેલા ગૃહપ્રવેશને માટે દિવસ, તિથિ, નક્ષત્ર વગેરેને ધ્યાનમાં રાખીને ગૃહપ્રવેશ કરો. આ સાથે આ વિષયમાં કોઈ જ્યોતિષાચાર્ય સાથે વાત કરી લો, આ કામમાં શુભ મૂહૂર્તને ધ્યાનમાં રાખવાનું જરૂરી છે.

image source

ગૃહપ્રવેશના પહેલા મુખ્ય દ્વાર પર તોરણ બાંધો. આસોપાલવના પાનનું તોરણ લગાવવાનું શુભ રહે છે. તેનાથી સકારાત્મક ઉર્જા પ્રવાહિત થતી રહે છે.

image source

શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો ભગવાનને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું છે તો તેમના આવવાની તૈયારી પણ સારી રીતે કરી લેવી જરૂરી છે. તેના માટે ઘરના દરવાજા પર રંગોળી કરો. માન્યતા છે કે માતા લક્ષ્મીને રંગોળી ખૂબ જ પ્રિય છે.

image source

ઘરમાં પ્રવેશ કરતા પહેલા વાસ્તુ પૂજા અને ગૃહશાંતિ પૂજા કરાવી લો. તેનાથી ખરાબ સપના, અકાળ મૃત્યુ, ક્લેશ, આર્થિક સંકટ તમામ સમસ્યાનો ખતરો દૂર થાય છે.

image source

ગણપતિને શુભ ફળના દાતા માનવામાં આવે છે. આ માટે ઘરમાં પ્રવેશ કરતી સમયે ગણેશજીની મૂર્તિ પોતાની સાથે લઈને જાઓ તે જરૂરી છે.

જો તમારા લગ્ન થઈ ચૂક્યા છે તો પતિ અને પત્ની સાથે મળીને ઘરના દરવાજામાં પ્રવેશ કરો અને જમણો પગ પહેલા આગળ વધારો. તેને શુભ માનવામાં આવે છે.

image source

કહેવાય છે કે ગૃહપ્રવેશ કરાવ્યા બાદ ઘરમા 40 દિવસ સુધી રહેવું જરૂરી છે. આ માટે કેટલી પણ જરૂર પડે પણ 40 દિવસ પહેલા ઘરને એકલું ન છોડો.

image source

ગૃહપ્રવેશ કર્યા બાદ સૌથી પહેલા ઘરમાં દૂધ ઉકાળો અને તમારા હાથથી કોઈ ગળી વસ્તુ બનાવીને તેનો ભોગ ભગવાનને લગાવો. એક ભાગ ગાય, કાગડા, કૂતરાને પણ આપો. તેનાથી પિતૃઓના આર્શિવાદ મળી રહે છે.

તો હવેથી તમે પણ નવું ઘર ખરીદો છો તો આ નાની નાની વાતોનું ધ્યાન રાખી લો તે ખૂબ જ જરૂરી છે. આ સાથે જ નાની વાતો તમને મોટું ફળ આપનારી સાબિત થાય છે.