આ સરકારી સ્કીમમાં સેવિંગ એકાઉન્ટના મુકાબલે ડબલ રિટર્ન અને ટેક્સ બેનિફિટ મળી રહ્યાં છે, અત્યારે જ વાંચો…

બધા જ ઈચ્છે કે, જલ્દીથી જલ્દી પોતાના ઈન્વેસ્ટને ડબલ કરે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, ક્યાં અને કેવી રીતે સારું રિટર્ન મળશે. એક્સપર્ટસ કહે છે કે, વધુ રિટર્ન હંમેશા વધુ જોખમવાળી જગ્યા પર જ મળે છે. પરંતુ આવુ બધુ કરી શક્તા નથી. હવે સવાલ આવે છે કે, આવી તક ક્યાં મળે છે. જાણો કઈ સરકારી સ્કીમમાં સેવિંગ એકાઉન્ટના મુકાબલે ડબલ રિટર્ન અને ટેક્સ બેનિફિટ મળી રહ્યાં છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટભારત સરકારની આ બહુ જ નાની બચત યોજના છે. તેને પોસ્ટ ખાતુ ચલાવે છે. હવે 1 એપ્રિલથી દેશની પોસ્ટ ઓફિસમાં પેમેન્ટ બેંકમાં તબદીલ થઈ જશે. ત્યારે આ સુવિધા વધુ સારી બની જશે. NSC સાથે જોડાયેલા સૌથી સારી બાબત એ છે કે, તમે માત્ર 100 રૂપિયા ઈન્વેસ્ટ કરી શકો છો. NSCના સર્ટિફિકેટના પણ 100, 500, 1000 અને 5000ના સર્ટિફિકેટ મળે છે. તેમાં ઈન્વેસ્ટ કરવાની કોઈ સીમા નથી. તમે તમારી ક્ષમતા મુજબ કોઈ પણ ધનરાશિથી NSC ખરીદી શકો છો.

કોણ કરી શકે ઈન્વેસ્ટકોઈ પણ વ્યક્તિ તેમાં ઈન્વેસ્ટ કરી શકે છે. તમે તમારા બાળકોના નામ પર ખરીદી શકો છો. આ સર્ટિફિકેટની મેચ્યોરિટી સમય 5 વર્ષનો હોય છે. વ્યાજ દર વર્ષે મળે છે અને કમ્પાઉન્ડ ઈન્ટ્રેસ્ટની તાકાતથી આ રૂપિયા સતત વધતા જાય છે. તમારા દ્વારા ઈન્વેસ્ટ કરાયેલા 100 રૂપિયાની રાશિ 5 વર્ષ બાદ 144 રૂપિયા થઈ જશે. પણ, અહી ધ્યાન રાખવું કે, ટેક્સ પર છુટ માત્ર 1.5 લાખ સુધીના ઈન્વેસ્ટ પર જ મળે છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ યોજના સરકારી છે. તેથી તે સૌથી વધુ સુરક્ષિત છે.NSC તમે તમારા ઘરના નજીકના પોસ્ટ ઓફિસ પાસેથી ખરીદી શકો છો. NSC ખરીદવું બહુ જ સરળ પ્રક્રિયા છે. ધ્યાન રાખો કે, તે ખરીદવા માટે કેટલાક જરૂરી દસ્તાવેજોની જરૂર પડે છે. ફોર્મ ભરીને તમે સર્ટિફિકેટ ખરીદી શકો છો. તમે NSC ચેક કે કેશમાં પણ ખરીદી શકો છો. તેમાં ચેકથી વળતર કરવા પર ખાતું ત્યારે જ ખુલશે, જ્યારે ચેકનું વળતર સક્સેસફુલી થઈ જશે.

NSCની મેચ્યોરિટીતેની મેચ્યોરિટી 5 વર્ષની છે. જો તમે કેટલાક શરતોને પૂરી કરી છો, તો 1 વર્ષની પરિપક્વતાના સમય બાદ ખાતામાંથી રકમ લઈ શકો છો. NSCમાં વ્યાજ દર દર 3 મહિનામાં બદલી કે નિર્ધારિત કરવામાં આવે છે. તેથી ઈન્વેસ્ટર્સે ઘટતા વ્યાજ દરોની સાથે ઈન્વેસ્ટની રકમમાં પણ બદલાવ કરતા રહેવું જોઈએ.

આ યોજનાનો લાભ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ મળી શકે છે. વાલીઓ તેમના NSC ખરીદી શકે છે. તેમાં બે વયસ્ક જોઈન્ટ સ્કીમ દ્વારા પણ ઈન્વેસ્ટ કરી શકાય છે. તો NRI અને હિન્દુ અનડિવાઈડેડ ફેમિલીને આ સ્કીમનો લાભ નથી મળી શક્તો. NSC તમે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકો છો. તેમજ NSCનું પ્રમાણપત્ર તમે કોઈ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને હસ્તાંતરિત પણ કરી શકો છો.આ યોજનાની સારી બાબત એ છે કે, તેમાં તમને ટેક્સ સેવિંગનો વિકલ્પ મળે છે. આવક અધિનિયમ 80C અંતર્ગત તમને ટેક્સમાં છૂટનો લાભ મળી શકે છે. તેમાં ઈન્વેસ્ટ કરવાથી તમારો ટીડીએસ પણ નથી કપાતો. તેમાં તમે સમય પહેલા રકમ કાઢી પણ શકો છો, પણ તેના માટે તમને પેનલ્ટી આપવાની રહેશે. આ સર્ટિફિકેટ પર બેંક કે અન્ય ફાઈનાન્શિયલ સંસ્થાઓ પાસેથી લોન પણ લઈ શકો છો. આ ઉપરાંત નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં ચેકબુકની પણ સુવિધા મળે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

મિત્રો માહિતી યોગ્ય લાગે તો શેર જરૂર કરજો બીજા મિત્રોને પણ મદદરૂપ થાવ…

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી