આ સરકારી નોકરીઓમાં 7000થી વધારે પદ માટે થઈ રહી છે ભરતી, આજે જ કરી લો અરજી

કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે અનેક લોકો પોતાની નોકરીથી હાથ ધોઈ બેઠા છે. શક્ય છે કે તમે ણ કોઈ સારી નોકરીની શોધમાં હોવ. તો તમે આજે જ આ તકનો લાભ લઈ શકો છો. આ માટે એપ્લાય કરવાની રીત ખૂબ જ સરળ છે. અને સાથે તમને અહીં તેની લાસ્ટ ડેટ પણ જણાવવામાં આવી રહી છે, આ નોકરી માટે તમે ઓનલાઈન રીતે પણ અરજી કરી શકો છો.

image source

જી હા અહીં વાત થઈ રહી છે હરિયાણાના કર્મચારી આયોગે બગાર પાડેલી વેકેન્સીની. અહીં હાલમાં 7000થી પણ વધારે પોલીસ કોન્સ્ટેબલની નિમણૂંક કરવામાં આવી રહી છે. આ માટે તેઓએ અરજી કરવા કહ્યું છે.

અહીં ઓનલાઈન કરો અરજી

ઈચ્છુક વ્યક્તિએ અધિકારિક વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું રહે છે. આ માટે તમારે hssc.gov.in પર જઈને ઓનલાઈન એપ્લાય કરવાનું રહે છે. સાથે જ જે ઉમેદવાર એપ્લાય કરે છે તે પોતાની એપ્લીકેશન માટે http://www.hssc.gov.in/hsscc,s/upload લિંક પર ક્લિક કરીને અધિકારિક રીતે તેના નોટિફિકેશન પણ મેળવી શકે છે.

જાણો કોણ કરી શકે છે અરજી

image source

આ પદ પર એપ્લાય કરવા માટે શૈક્ષણિક મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલના પદ માટે અરજી કરવા માટે તમે 12મું ધોરણ પાસ કર્યું હોવું જરૂરી છે અને સાથે જ ધોરણ 10માં સુધી હિંદી કે સંસ્કૃત કોઈ એક વિષય રાખ્યો હોવો જરૂરી છે.

કેટલી હોવી જોઈશે ઉંમર

image source

જ્યારે તમે આ પોલીસ કોન્સ્ટેબલના પદ માટે એપ્લાય કરો છો ત્યારે તમારી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોય તે જરૂરી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ

image source

જો તમે આ પોલીસ કોન્સ્ટેબલના પદ માટે અરજી કરવા ઈચ્છો છો તો તમે જલ્દી જ એપ્લાય કરી લો. આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2021ની છે. આ માટે ફી ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી 2021 રાખવામાં આવી છે.

કઈ રીતે ગણાશે તમારી ઉંમર

image source

તમારી ઉંમરની ગણતરી ડિસેમ્બર 2020 સુધીની ગણાશે . જો તમે આ પદ માટે એપ્લાય કરવા ઈચ્છો છો તો તમારે લેખિત પરીક્ષા 27 માર્ચ અને 28 માર્ચે આપવાની રહે છે. જે યુવકો લાસ્ટ ઓગસ્ટમાં એપ્લાય કરી ચૂક્યા છે તેઓ ફરીથી એપ્લાય કરી શકે છે. નવા લોકો માટે ડિસેમ્બર 2020 સુધીની ઉંમર માન્ય રહેશે. આ સાથે ભરતીની પ્રક્રિયાને માટે ઉમેદવારોની પસંદગી લેખિત અને કમ્પ્યુટર આધારિત પરીક્ષા અને શારીરિક ક્ષમતાના આધારે કરવામાં આવશે.

કેટલી મળશે સેલેરી

image source

આ પદ માટે તમે મહિને 21700 રૂપિયાથી લઈને 69100 રૂપિયા સુધીની સેલેરી મેળવી શકો છો.

તો જો તમે પણ પોલીસ કોન્સ્ટેબલની આ વેકેન્સી માટે એપ્લાય કરવા ઈચ્છો છો તો આજે જ ઉપર આપેલી સાઈટ પર લોગિન કરો અને એપ્લાય કરી લો તમારી તમામ માહિતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ