Googleમા ભૂલથી પણ આ ૫ વસ્તુઓ સર્ચ ન કરવી, નહિતર આવી જશો મુશ્કેલીમાં…

મિત્રો, ગુગલ બાબા એ દરેક લોકોના પ્રશ્ન આપવા માટે હાજરાહજૂર છે. આ સર્ચ એન્જીન પર લોકોનો વિશ્વાસ એટલો અતુટ છે કે તેમને એવું લાગે છે કે, ગૂગલ પર આપેલી બધી જ માહિતી સાચી છે પરંતુ, ઘણીવાર લોકો અજાણતા જ એવી વસ્તુઓ સર્ચ કરી લેતા હોય છે કે, જેના કારણે તમે કોઈ મોટી મુશ્કેલીમા ફસાઈ શકો છો. આજે અમે તમને અહીં અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ભૂલથી પણ ગૂગલ પર સર્ચ ના કરાવી નહીતર તમારા પર આવી શકે છે મુસીબત.

ખાનગી ઈ-મેઈલ આઈડી :

image source

ગૂગલ પર ક્યારેય પણ તમારી પોતાની પર્સનલ ઇ-મેઇલ આઈડી શોધવાનો પ્રયાસ કરશો નહી. જો તમે આમ કરો છો તો તમારુ એકાઉન્ટ હેક થવાની શક્યતાઓમા વૃદ્ધિ થઇ શકે છે. આમ, કરવાથી હેકર્સ સરળતાથી તમારી વ્યક્તિગત માહિતીની ચોરી કરી શકે છે. હેકરોથી બચવા માટે અમુક સમયગાળા ના અંતરે તમારા પાસવર્ડ બદલતા રાખવા.

મેડીસીન :

image soucre

જો તમારુ સ્વાસ્થ્ય ખરાબ છે અને તમે ગૂગલ પર લક્ષણો ના આધાર પર કયા રોગથી તમે સંક્રમિત છો તે શોધવા માંગો છો? તો તે ના કરશો. આ સિવાય જો તમે ગૂગલમાથી તમારી બીમારીને દૂર કરવા માટેની દવાઓ શોધી રહ્યા છો તો તે પણ કરશો નહી કારણકે, ખોટી દવાઓનુ સેવન તમારા શરીર ને ગંભીર બીમારી નો શિકાર બનાવી શકે છે. જ્યારે પણ તમે બીમાર પાડો ત્યારે દાકતર ની સલાહ લેવી.

બોમ્બ બનાવવાની પ્રક્રિયા :

image source

ક્યારેય પણ ગૂગલ પર બોમ્બ બનાવવાની પ્રક્રિયા અથવા તેનાથી સંબંધિત કોઈપણ માહિતી વિશે સર્ચ કરશો નહિ. આમ, કરવાથી તમારે જેલના સળિયા પાછળ જવુ પડી શકે છે. તમને જણાવી દઉ કે, જો તમે ગૂગલ પર આવી કોઈપણ વસ્તુ શોધી રહ્યા છો તો પછી તમારા કમ્પ્યુટર અથવા તો લેપટોપનુ આઈ.પી. સીધુ જ સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચશે. તે પછી શક્ય છે કે સુરક્ષા એજન્સીઓ તમારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી શકે.

કસ્ટમર કેર નંબર :

image source

જો તમે કોઈપણ ઉત્પાદન નો ઉપયોગ કરી રહ્યા છો અને તેમા તમને કોઈપણ સમસ્યા જણાઈ રહી છે તો તમે સીધુ જ કસ્ટમર કેરમા કોલ કરવાનુ વિચારો છો. ઘણીવાર આપણે અમુક કંપનીના કસ્ટમર કેર નંબર વિશે જાણતા નથી ત્યારે આવી સ્થિતિમા તમે ગૂગલ ની સહાયતા લઇ શકો છો પરંતુ, શુ તમે જાણો છો કે, ગૂગલ પર કોઈપણ કસ્ટમર કેરના નંબર શોધવા તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

image source

અમે તમને જણાવી દઈએ કે, સાયબર ક્રાઇમ ને પ્રોત્સાહન આપનારા હેકર્સ ગુગલ સર્ચમા કોઈપણ કંપની નો બનાવટી અથવા નકલી હેલ્પલાઇન નંબર દર્શાવે છે. આવી સ્થિતિમા જ્યારે તમે આ નંબર પર કોલ કરો છો ત્યારે તમારો નંબર આ હેકરો સુધી પહોંચી જાય છે, ત્યારબાદ હેકરો તમારા નંબર દ્વારા તમારી બધી જ પ્રાઈવેટ ઇન્ફોર્મેશન એક્સેસ કરીને તેનો ગેરફાયદો ઉઠાવી શકે છે માટે આ બાબતે વિશેષ સાવચેતી રાખવી.

મોબાઇલ એપ્લિકેશન અથવા સોફ્ટવેર :

image source

ઘણીવાર આપણે ગૂગલ સર્ચ દ્વારા ફિશિગ એટલેકે બનાવટી એપ્લિકેશનો અને સોફ્ટવેરને ડાઉનલોડ કરી લેતા હોઈએ છીએ, જે આપણા ડિવાઇસ ને ખુબ જ ભારે પ્રમાણમા હાની પહોંચાડી શકે છે માટે હમેંશા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને આ સિવાય સોફ્ટવેર પણ જે-તે કંપની ની ઓફીશીયલ સાઈટ પર જઈને જ ડાઉનલોડ કરવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ