ગૃહણીઓ માટે ગુડ ન્યુઝ ,હવે મિસ્ડ કોલથી જ થઈ જશે ગેસ સિલિન્ડરનું બુકિંગ, Save કરી લો તમે પણ આ નંબર

એલપીજી( LPG )ગેસ સિલિન્ડર બુક કરાવવું હવે ઇન્ડેન ગેસ (Indane Gas)ના ગ્રાહકો માટે પહેલા કરતા વધારે સરળ બની રહ્યુ છે. માત્ર એક મિસ કોલ કરશો અને તમે ગેસ બુક કરાવી શકશો. ઇન્ડિયન ઓઇલ (Indian Oil) એલપીજી ગ્રાહકો હવે દેશમાં તમે કોઈપણ ખુણેથી એક મિસ કોલ કરીને તમારા સિલિન્ડરને બુક કરી શકો છો. મિસ કોલ માટે ઇન્ડેને (Indane) જારી કરેલો નંબર છે – 8454955555.

image source

શુક્રવારે આ અંગે એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. ગેસ સિલિન્ડર બુક મિસ કોલ દ્વારા સરળતાથી મળશે. કેટલીક વાર કસ્ટમર કેરમાં બુક કરાવવા માટે ગ્રાહકોને ખુબ જ પ્રતિક્ષા કરવી પડતી હોય છે જો કે હવે આ સુવિધાથી ફાયદો થશે. ઉપરાંત, આઇસીઆરએસ IVRS કોલ્સમાં મુશ્કેલી આવતી હતી. સાથે બુજુર્ગ લોકોને આનાથી ફાયદો થશે. ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

image source

આ સુવિધાથી IVRS કોલમાં મુશ્કેલીનો સામનો કરનારા લોકો માટે એલપીજી ( LPG ) ગેસ બુક કરાવવાનું સરળ બનશે. ઓઇલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) શુક્રવારે ભુવનેશ્વરથી આ સુવિધા શરૂ કરી. પહેલાંની જેમ ગેસ બુકિંગ માટે વધારે સમય સુધી ફોન પર રાહ જોવાની રહેશે નહીં. ઈન્ડેન (Indane Gas) કંપનીએ પોતાના ગ્રાહકો માટે દેશમાંથી ક્યાંયથી પણ મિસ્ડ કોલની મદદથી ગેસ સિલિન્ડર બુક કરાવવાની સુવિધા આપી છે અને તેના માટે એક ખાસ નંબર આપ્યો છે. તો તમે પણ કરી લો સેવ.

આ નંબર પર કરી શકો છો મિસ્ડ કોલ

image source

ઈન્ડેન ગેસના ગ્રાહકોને માટે કંપનીએ ગેસ સિલિન્ડરને બુક કરવા માટે મિસ્ડ કોલની સુવિધા શરૂ કરી છે. ઈન્ડિયન ઓઈલના એલપીજી ગ્રાહકો દેશના કોઈ પણ ખૂણેથી ફ્કત એક મિસ્ડ કોલની મદદથી સિલિન્ડર બુક કરાવી શકે છે. મિસ્ડ કોલ માટે ઈન્ડેન દ્વારા ખાસ નંબર બહાર પાડવામાં આવ્યો છે. આ નંબર છે 8454955555. તો તમે પણ નોંધી લો આ નંબર.

કંપનીએ શુક્રવારે આપી આ માહિતિ

image source

શુક્રવારે કંપનીએ નિવેદન આપતાં કહ્યું કે મિસ્ડ કોલની મદદથી ગેસ સિલિન્ડરનુ બુકિંગ સરળ બન્યું છે. પહેલાંની જેમ ગ્રાહકોએ લાંબા સમય સુધી કોલ હોલ્ડ પર રાખવો પડશે નહીં. સાથે જ મિસ્ડ કોલની મદદથી ગેસ બુકિંગનો ફાયદો એ છે કે આઈવીઆરએસ કોલ્સના આધારે અનેક ગ્રાહકોના કોઈ અન્ય ચાર્જ પણ લાગશે નહીં.

ગ્રાહકોને મળશે સુવિધા

image source

આ સુવિધાથી એ લોકોને એલપીજી સિલિન્ડર બુક કરાવવામાં સરળતા રહેશે જેઓ IVRS ફોનમાં મુશ્કેલીઓ અનુભવતા હતા. સાથે વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ એક સરળતા રહેશે.

6 વર્ષમાં 17 કરોડ લોકો સુધી પહોંચ્યું છે એલપીજી કનેક્શન

image source

ભુવનેશ્વરમાં આજે એલપીજી કનેક્શનને માટે મિસ્ડ કોલ સર્વિસ લોન્ચ કરાઈ છે. જલ્દી તેને દેશના અન્ય શહેરોમાં પણ લોન્ચ કરાશે. આ માટે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ગેસ એજન્સીઓ અને ડિસ્ટ્રી્બ્યુટર્સ નક્કી કરે કે ગેસ ડિલિવરીનો સમય એક દિવસથી વધારે ઓછો કરીને થોડા કલાકોનો કરે. તેઓએ એમ પણ કહ્યું કે દેશને એલપીજીને લઈને લાંબી સફર નક્કી કરવાની છે. 2014 પહેલાં લગભગ 6 દશકમાં એલપીજી કનેક્શનને 2 કરોડ લોકો પાસે પહોંચાડાયું હતું. ગયા 6 વર્ષમાં તે સંખ્યા વધીને 30 કરોડ લોકો સુધીની થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!