પ્રિયંકા-નિકના ફેન્સ તેમના આ સમાચાર સાંભળીને થઇ જશે ખુશ-ખુશ, કારણકે..

પ્રિયંકા-નિકના ચાહકો માટે ખુબ સારા સમાચાર, જાણો શું છે આખો મામલો…

image source

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ કોઈને કોઈ કારણોસર સમાચારોમાં રહે છે. તેની લાઈફમાં જે કંઈપણ નવું બને છે, તે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય છે અને દરેક સમાચારો, ફોટોઝ અને વીડિયોઝ વાઈરલ થઈ જાય છે. આ સમયે પણ પ્રિયંકાના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. આવો જાણીએ તેમના જીવનમાં નવું એવું શું થયું છે, જે જાણીને તમે કહેશો – ઓહ માય ગોડ…

ખરેખર વાત એમ છે કે, પ્રિયંકા અને નિક જોનાસે તાજેતરમાં અમેરિકાના લોસ એન્જલસમાં એક નવું મકાન ખરીદ્યું છે અને આ ઘરની કિંમત સાંભળીને તમે ચોક્કસ જ ચોંકી જશો…

સેલિબ્રિટી કપલે ખરીદ્યું નવું ઘર…

image source

યુ.એસના પોપ્યુલર એવા સામયિક વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, નિક અને તેની ભારતીય મૂળની અભિનેત્રી પત્ની પ્રિયંકા ચોપડાએ અમેરિકાના લોસ એન્જલસમાં ૨૦,૦૦૦ ચોરસ ફૂટની મિલકત ખરીદી છે. આ મિલકતનું મૂલ્ય અંદાજે ૨૦ મિલિયન છે. એટલે કે, જો આ સંપત્તિની કિંમત ભારતીય ચલણમાં આંકીએ તો આશ્ચર્ય પામી જવાય તેવું છે, તો અમે આપને જણાવીએ કે આ સંપત્તિની કુલ અંદાજિત કિંમત ૧૪૪ કરોડ રૂપિયા જેટલી થાય છે.

જોનાસ બ્રધર્સ કરી રહ્યા છે મિલકતમાં રોકાણ…

image source

રિપોર્ટ અનુસાર જોનાસ બ્રધર્સ લોસ એન્જલસમાં નજીકમાં જ એન્સિગ્નો નામની જગ્યામાં ઘણાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. તમામ ભાઈઓએ મળીને તે સ્થળે મિલકત માટે કુલ ૩૪.૧ મિલિયન ખર્ચ કર્યા છે. નિક-પ્રિયંકા પહેલા સોફી ટર્નરે તેના પતિ સાથે ૧૫,૦૦૦ ચોરસ ફૂટના મકાન માટે ૧૪.૧ મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા.

જાણો કેવું છે નિક–પ્રિયંકાનું નવું મકાન…

image source

એક રિપોર્ટ અનુસાર, નિક – પ્રિયંકાનું નવું માકન ખૂબ જ મોટું અને આલિશાન છે. તેમના નવા મકાનમાં સાત બેડરૂમ અને ૧૧ બાથરૂમ છે. જ્યારે સોફી ટર્નરના નવા મકાનમાં ૧૦ બેડરૂમ અને ૧૪ બાથરૂમ છે. અમે તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં આવા સમાચાર સામે આવ્યા હતા કે નિકે પોતાનું બેચલર સમયમાં રહેતો એ મકાન વેચી દીધું હતું અને તે પ્રિયંકા સાથે લગ્ન બાદ રહેવા માટે ઘર વહેંચવામાં આવ્યું હતું. લગ્ન પછી તેણે પોતાના માટે નવું મકાન શોધી રહ્યું હતું.

૨૦૧૮માં કર્યાં હતાં લગ્ન, બહુ જલ્દી ઉજવશે એનિવર્સરી…

image source

નોંધપાત્ર વાત એ છે કે નિક – પ્રિયંકાએ ડિસેમ્બર ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. તેઓ આ સાથે પ્રિયંકાએ વોગને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘ઘર ખરીદવું અને માતા બનવું એ મારી ટુ-ડૂ લિસ્ટમાં છે. મારા માટે ઘર તે છે જ્યાં હું ખુશ છું, આસપાસના લોકો ખુશ છે.’
પ્રિયંકાની આગામી ફિલ્મો વિશે જાણીએ…

image source

પ્રિયંકા હતી, ઘણાં સમયથી ફિલ્મી પડદાથી દૂર હતું પરંતુ આ સાથે, ૨૦૧૯ના અંત સુધીમાં પ્રિયંકાની એક ફિલ્મ આવી. તેની ફિલ્મી કરિયરની વાત કરીએ તો પ્રિયંકાની છેલ્લી ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક હતી. તેમની આગામી ફિલ્મોની સૂચિમાં રાજકુમાર રાવ સાથે રોબર્ટ રોડ્રિગની ફિલ્મ વી કેન બી હીરોઝ અને વ્હાઇટ ટાઇગરનો સમાવેશ થાય છે. તેથી કહી શકાય કે તે લગ્ન બાદ ભલે તે અમેરિકા રહેવા જાય પણ પોતાનું ફિલ્મી કેરિયર નહીં છોડે…
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ