સોનામાં રોકાણ કરવાનો આ છે સુર્વણ સમય, જલ્દી જ 3-5 વર્ષમાં ભાવ થશે 90000ને પાર

સોનાના ભાવને લઈને અલગ અલગ અનુમાન સામે આવે છે અને તેની જાહેરાત પણ કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં ડિએગો પૈરિલાએ ખાસ અનુમાન જાહેર કર્યું છે. પૈરિલાની ભવિષ્યવાણી સનસનાટી મચાવી દે તેવી છે. તેમનું માનવું છે કે ગોલ્ડ આગામી ત્રણથી પાંચ વર્ષમાં ધીને 3 હજારથી 5 હજાર ડોલર પ્રતિ ઓંસ પહોંચી શકે છે. આ વાત એવા લોકોની આંખો ચમકાવી દેશે જેઓ સોનામાં રોકાણ કરવામાં રસ ધરાવે છે. અથવા તો સોનામાં રોકાણ કરવા ઈચ્છે છે.

image soucre

ફંડ મેનેજર ડિએગોએ જે અનુમાન વ્યક્ત કર્યું છે તેની પાછળ એક આધારભૂત કારણ પણ આપવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે સોનાની કિંમતો નવી ઊંચાઈ પર જઈ શકે છે કારણ કે અનેક દેશોમાં આપવામાં આવતા રાહત પેકેજથી સેંટ્રલ બેંકોને થનારી મુશ્કેલીઓ વિશે રોકાણકારોને વધારે જાણકારી નથી. આ ફંડ મેનેજર ડિએગો એ જ વ્યક્તિ છે જેણે આ પહેલા વર્ષ 2016માં અનુમાન જાહેર કર્યું હતું કે સોનાના ભાવ આગામી પાંચ વર્ષમાં રેકોર્ડ બ્રેક ઊંચાઈ પર પહોંચશે. જે ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ હતી. તેવામાં તેણે ફરી સોનાને લઈને ભવિષ્યવાણી કરી હતી.

image soucre

સોનું ગત વર્ષે દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે 2075.47 ડોલર પ્રતિ ઓંસ પર પોતાની ઓલ ટાઈમ હાઈ લેવલ પહોંચ્યો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી આ કીંમતો 1800 ડોલર પ્રતિ ઓંસ આસપાસ રહ્યો છે.

image soucre

તેમણે કહ્યું હતું કે ખરાબ મોનિટરી અને ફિસ્કલ પોલિસીસના કારણે લાંબા સમયમાં થતા નકસાન વચ્ચે વધારે જાગૃતતા નથી. વ્યાજ દરોને જાણી જોઈએને ઓછા રાખવાથી એવા એસેટ બબલ બન્યા છે જેના ફૂટવા પર ભારે નુકસાન થઈ શકે છે. તેવામાં કેન્દ્રીય બેંકો માટે આવી સ્થિતિમાંથી બહાર આવવું અને સામાન્ય સ્થિતિમાં પરત ફરવવું મુશ્લેક થઈ શકે છે.

image soucre

ફંડ મેનેજર ડિએગોનું કહેવું છે કે અમેરિકામાં ફેડરલ રિઝર્વની પોલીસને કડક કરવાના સંકેત બાદ જૂન 2021માં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. ડિએગોનું માનવું છે કે કેન્દ્રીય બેંકોની સ્થિતિ પર એવું નિયંત્રણ નથી જેવું લોકો વિચારી રહ્યા છે. પરિલ્લાએ કહ્યું છે કે, આમ છતાં તે તેની વાત પર અડગ છે કે સોનાના ભાવ આગામી 3થી 5 વર્ષમાં 5000 ડોલર થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong