સોનેરી ક્ષણો (સત્ય ઘટના આધારિત)

સોનેરી ક્ષણો (સત્ય ઘટના આધારિત)
(નામ બદલાવેલા છે)

65 વર્ષના સંજયભાઈ અને 60 વર્ષના સરલાબેન, ખુબ સાધનસંપન્ન ઘરના મોભી. રાહુલ અને રાજુલ નામે અમેરિકામાં સ્થાઈ અને મોટી પદવી પર નોકરી કરતાં તેમના બે સંતાનો. બંને ભાઈ-બહેન માતા-પિતા પર અપાર સ્નેહ ધરાવે, મા-બાપ માટે ડોલરોનો વરસાદ વરસાવે પણ કામ છોડી માદરે વતનમાં મા-બાપ સાથે સમય ગાળવાનું ટાળે. જયારે સરલાબેન બંને સંતાનોને સતત યાદ કરી દુઃખી રહયા કરે…
એક દિવસ સંજયભાઈને એક વિચાર સ્ફુર્યો અને ગમગીન થઈ રાહુલને અમેરિકા ફોન કર્યો.

સંજયભાઈ : દિકરા અગત્યની વાત કરવી છે. થોડામાં ઘણું કહેવું છે કે હું અને તારા મમ્મી છુટાછેડા લઈ રહયા છીએ. દીકરો સાંભળીને અવાક બની ગયો. અને અભાનવસ્થામાં જ કહયું : પપ્પા આ તમે શું કહી રહયા છો.

સંજયભાઈ : અમારા મન હવે મળતા નથી. હવે સાથે રહી શકવું અશકય છે. તું તારી બહેન ને આ બાબત જણાવી દેજે. હવે ફોન રાખું છું.
દિકરાની સામે બાળપણ સાંભરી આવ્યું મમ્મી પપ્પાનો સાથ યાદ આવ્યો તેને થયું કે આજ સુધી મારા મમ્મી કે પપ્પાએ કયારેય ઉંચા સાદે એકબીજા સાથે વાત નથી કરી તેઓ અચાનક આવું પગલું કેમ લઈ રહયા છે?

રાહુલે તરત બહેનને બધી વાત કરી.બંને મમ્મીને ફોન કરે છે પરંતુ, સંજયભાઈ પત્નીને ફોન ન લેવા કહે છે.

રાજુલ ના મન માં અનેક વિચારોનો પુર આવી જાય છે. મમ્મી કેમ હશે.? શું થવા જઈ રહયું છે બધું? અને પપ્પાને ફોન જોડે છે. સંજયભાઈ વિગતવાર બધુ જણાવે છે. ત્યારે રાજુલ કહે છે કે – અમે ત્યાં આવીએ છીએ. અને ત્યાં આવીએ ત્યાં સુધી આવું કોઈ પગલું ભરતા નહી.
ફોન મુકી રાજુલ રાહુલને કહે છે કે ભાઈ ચાલો મમ્મી-પપ્પા પાસે. બને એટલી જલ્દીની ટિકીટ કરાવો.

અહીં સંજયભાઈ ફોન મુકી સરલાબેનને સંતાનો આવી રહયાની ખુશ ખબર આપે છે…

સંતાનો આવે છે એ દિવસે સંજયભાઈ અને સરલાબેનની લગ્નજયંતિ હોય છે. બંને સંતાનો મા-બાપને મળે છે અને તેમને જોતા જ ઈતની જેમ વળગી પડે છે. પરિવારના ચારેય સભ્યો ચોધાર આંસુએ રડી પડે છે. સંજયભાઈ સત્ય વાત જાહેર કરે છે ત્યારે બંને સંતાનોને એક હાશકાર સાથે પોતાની ભુલને સમજી જાય છે અને માફી માંગે છે… અને આનંદોત્સવ સાથે લગ્નજયંતિ ઉજવે છે…

સાર – દુનિયામાં કોઈ પુરુષ કે સ્ત્રીએ વર્ષના 365 કામમાં વ્યસ્ત ન રહેવું જોઈએ. તમને નિઃસ્વાર્થ પ્રેમ કરતા માતા-પિતા અને મિત્રો સાથે થોડો સમય પસાર કરવાથી કોઈનું કશું પણ બગડશે નહીં કે કામમાંથી સમય કાઢવાથી માથે આભ તુડી પડશે નહીં. તેથી દરેક વ્યકિતએ પોતાના પરિવાર સાથે ગમે તેટલી વયસ્તતા વચ્ચે પણ સમય કાઢી સમય ગાળવો જોઈએ.

ચાર્લી ચેપ્લીન દ્વારા કહેવાયેલી સંવેદનાત્મક વાકયો –

– આ વિશ્વમાં કાંઈ કાયમી નથી, તમારી મુશ્કેલી પણ નહીં
– મને વરસાદમાં પલળવું ગમે છે કારણ તેમાં કોઈ મારા આંસુઓને જોઈ શકતું નથી.
– જિંદગી નો સૌથી ખરાબ દિવસ અથવા સૌથી વધારે વેડફાયેલો દિવસ – આપણે હસતા નથી એ દિવસ.

મર્મને સમજી વધુ ને વધુ શેર કરો.

ટીપ્પણી