જેણે પણ શરીરના આ અંગો પર પહેર્યું સોનું, એનું સમજી લો જીવન થઇ ગયુ બર્બાદ અને…

મિત્રો, દરેક વ્યક્તિને સોનાની વસ્તુઓ પહેરવી ખુબ જ ગમતી હોય છે અને તેમા પણ વિશેષ તો મહિલાઓને સોનાના બનેલા ઘરેણા પહેરવાનો ખૂબ જ શોખ હોય છે પરંતુ, ખુબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે, જો સોનાની વસ્તુઓ ખોટી રીતે ધારણ કરવામા આવે તો તે તમારી બરબાદીનુ કારણ બની શકે છે. આપણા ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણા શરીરના અમુક અંગો પર ક્યારેય પણ સોનુ ધારણ ના કરવુ જોઈએ, તો ચાલો જાણીએ શરીરના આ અંગો વિશે.

image source

હાલ, સમયમા આવતા પરિવર્તનના કારણે ઘણા લોકો પગમા સોનાની કડી ધારણ કરે છે પરંતુ, લોકો આ વાતથી અજાણ છે કે, શાસ્ત્રો મુજબ ક્યારેય પણ પગમા સોનાના આભુષણ ધારણ ના કરવા જોઈએ, તે અશુભ માનવામા આવે છે. પગમા સોનાનુ આભુષણ ધારણ કરવાથી માતા લક્ષ્મીનુ અપમાન થાય છે અને તેના કારણે આપણે જીવનમા અનેકવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

image source

આ ઉપરાંત જો કોઈપણ સ્ત્રી પગમા સોનાનુ આભુષણ ધારણ કરે છે તો તે સ્ત્રીઓનુ વિવાહિત જીવન એકદમ નાખુશ રહે છે અને તેમના વૈવાહિક સંબંધ પણ લાંબા સમય સુધી ટકી અહકતા નથી. પગ પર સોનુ ધારણ કરવાનો અન્ય એક ગેરલાભ એ છે કે, તે તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પાડે છે.

image source

પગની સુંદરતા વધારવા માટે ઘણી સ્ત્રીઓ પગમા સોનુ ધારણ કરે છે પરંતુ, આમ કરવાથી સ્વર્ણ અને ધનના દેવી માતા લક્ષ્મીનુ અનાદર થાય છે, માટે ક્યારેય ભૂલથી પણ પગમા સોનાના આભુષણ ધારણ ના કરવા.

image source

ઘણા લોકો હાથમા સોનાની બંગડીઓ પહેરવાનુ ખુબ જ પસંદ કરે છે. આ બંગડીઓ હાથમા પહેરવાથી હાથની સુંદરતામા વધારો થાય છે પરંતુ, જો તમે ડાબા હાથમા સોનાનુ કોઈપણ આભુષણ ધારણ કરશો તો તે તમારા માટે ખુબ જ અશુભ સાબિત થઇ શકે છે. ડાબા હાથમા સોનાનુ આભુષણ ધારણ કરવાથી તમારા જીવનમા અશાંતિ અને દુઃખ રહે છે તથા તમારા પર મુશ્કેલીઓના પહાડ તૂટી પડે છે.

image source

આ સિવાય શાસ્ત્રોમા એક વિશેષ વ્યક્તિનુ પણ સુચન કરવામા આવ્યુ છે, જેમણે સોનાના આભુષણ ને ધારણ ના કરવા જોઈએ. શાસ્ત્રો મુજબ સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધ મહિલાઓએ હમેંશા કમ સે કમ સોનુ પહેરવુ જોઈએ. આનો અર્થ એવો નથી કે,

image source

આ સ્ત્રીઓએ સોનુ ધારણ જ ના કરવુ પરંતુ, જ્યા સુધી આવશ્યકતા ના હોય ત્યા સુધી ના કરવુ. જો તમે શાસ્ત્રોમા દર્શાવેલી આ વાતોને નથી અનુસરતા તો તમારુ જીવન દુ:ખદાયી, પીડાદાયી અને કષ્ટદાયી સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ