આ ટોયલેટ સીટ પરથી નહિં હટે તમારી નજર, કારણકે…

દરરોજ સવાર સવારના પહોરમાં એક વખત હલ્કા થઈને આવવું એ એક સ્વસ્થ માણસની નિશાની છે. હલ્કા થવું એટલે શું ? એ અહીં આ આર્ટિકલ વાંચનાર પૈકી મોટાભાગના સમજી જ ગયા હશે. છતાં જો કોઇ ગડમથલમાં હોય અને અર્થ ન સમજી શક્યા હોય તેઓને જણાવી દઈએ કે સવારમાં હલ્કા થવું એટલે ટોયલેટ જવી પેટ સાફ કરવું.

image source

કોઈપણ હેલ્થ એક્સપર્ટ સાથે રોગ વિશે ચર્ચા કરો ત્યારે એ એક વાત તો ચોક્કસ સ્વીકારશે કે મોટાભાગના રોગનું મૂળ પેટ છે.

જો પેટ નિયમિત રીતે સાફ રહેતું હોય તો માણસ શરીર સંબંધી અનેક નાની-મોટી સમસ્યાઓથી મુક્ત રહે છે. આપણે ત્યાં સરકાર હવે આ બાબતે સજાગ થઈ છે અને ઘરે-ઘરે શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવી રહી છે. જે ખરેખર સરાહનીય અને દાદ દેવાને પાત્ર કામ છે.

image source

જો કે આપણે ત્યાં લગભગ સરકારી શૌચાલયની સ્થિતિ બહુ ખરાબ હોય છે. જો તેની સાફસફાઈ નિયમિત થતી હોય તો સરકારના પ્રયાસ ખરા અર્થમાં લાગુ થઈ કહેવાય.

વાત શૌચાલયની સાફસફાઈની નીકળી છે તો આ વિષયને લગતી એક રોચક સમાચાર પણ આપણે જાણી લઈએ. વાત છે એક એવી ટોયલેટ સીટની જેની કિંમત 12 લાખ ડોલર એટલે કે લગભગ સાડા આઠ કરોડ ભારતીય રૂપિયા.

image source

વાત જાણે એમ છે કે તાજેતરમાં જ ચીનમાં આયોજિત થયેલા દ્વિતીય ચાઈના ઇન્ટરનેશનલ ઈમ્પોર્ટ એક્સપોનાં કાર્યક્રમમાં પ્રસ્તુત સોનાની આ ટોયલેટ સિટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

image source

હોંગકોંગની અરોન શુમ જ્વેલરી ફર્મ માટે કોરોનેટ દ્વારા ડિઝાઇન થયેલ સોનાની આ ટોયલેટ સીટની ખાસિયત એ છે કે તેમાં 40,815 હીરાઓ પણ જડવામાં આવ્યા છે અને તેનું વજન 334.68 કેરેટ છે.

image source

અરોન શુમ જ્વેલરી ફર્મ દ્વારા જણાવાયું હતું કે અમારો પ્રયાસ ટોયલેટ સીટ પર સૌથી વધુ ડાયમંડ સેટ ડિઝાઇન કરી તેને ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવાનો છે. જો આમ થયું એટલે કે આ ટોયલેટ સીટ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે તો અરોન શુમ જ્વેલરી ફર્મ દ્વારા આ દશમો વર્લ્ડ રેકોર્ડ હશે.

ચીનમાં આયોજિત આ દ્વિતીય ચાઈના ઇન્ટરનેશનલ ઈમ્પોર્ટ એક્સપોનાં કાર્યક્રમમાં આ સિવાયની પણ અનેક આશ્ચર્યચકિત કરી મૂકે તેવી આઇટમો રજૂ કરવામાં આવી હતી. જે પૈકી 400 કેરેટ ડાયમંડ જડિત ગિટાર પણ ધ્યાનાકર્ષક રહ્યું હતું જેની કિંમત લગભગ 14 કરોડ જેટલી આંકવામાં આવી હતી. એ ઉપરાંત ગુલાબી રંગના હીરા જડિત સેન્ડલ પણ રજૂ કરવામાં આવ્યા હતા જેની કિંમત 30 કરોડ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ