ગુજરાતના એક રામભક્તએ 222 તોલા સોનાથી લખી રામાયણ, જાણો વિગતો…

રામાયણ સાથે દરેક રામભક્તની આસ્થા જોડાયેલી હોય છે. ભગવાન રામની પૃથ્વી પરની જીવન યાત્રાના વિવરણને રામાયણમાં અલગ અલગ કાંડમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. શાસ્ત્રોનુસાર ભગવાન રામના જીવનકાળનો સમય સુવર્ણ યુગ હતો. આ સુવર્ણ કાળનું વર્ણન એક રામભક્તએ સોનાથી કર્યું છે. એટલે કે આ રામભક્તએ રામાયણ સોનાથી લખી છે. આ કાર્ય સૂરતના ભેસ્તાનમાં રહેતાં રામભાઈ નામના વ્યક્તિએ લખાવી હતી.

ભગવાન શ્રીરામના ભક્ત એવા રામભાઈ ગોકર્ણભાઈએ સોનાની રામાયણ વર્ષ 1981માં લખી હતી. આ રામાયણમાં 222 તોલા સોનાનો ઉપયોગ થયો છે. સોનાની આ રામાયણનું વજન 19 કિલો છે અને તેમાં કુલ 530 પેજ છે. રામાયણ લખવા માટે સોનાની સ્યાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રામાયણમાં સોના ઉપરાંત 10 કિલો ચાંદી, 4 હજાર હીરા, માણેક અને પન્ના જેવા રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વર્ષો પહેલાં લખાયેલી આ સોનાની રામાયણની કિંમત આજના સમયમાં આંકવામાં આવે તો તે કરોડો હશે. રામાયણના મુખ્ય પેજ પર 1 તોલા ચાંદીની શિવ પ્રતિમા અને અડધા તોલાની હનુમાન અને ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે. એક અહેવાલ અનુસાર રામાયણ લખવા માટેના કાગળ જર્મનીથી મંગાવવામાં આવ્યા હતા. આ કાગળ પણ ખાસ પ્રકારના છે, તેના પર એકવાર લખાણ કર્યા બાદ તેને ધોઈ શકાય છે અને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે.

આ રામાયણ વર્ષ દરમિયાન સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. વર્ષમાં ત્રણ પર્વ પર જ આ રામાયણને દર્શન માટે ભક્તો સમક્ષ મુકવામાં આવે છે. આ દિવસોમાં રામનવમી, ગુરુપૂર્ણિમા અને દિવાળીનો સમાવેશ થાય છે.
કોઈ મિત્રએ મુલાકાત લીધી હોય તો કોમેન્ટમાં જણાવજો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી