અધધધ….ગોળના આટલા બધા ફાયદા? ન ખાતા હો તો આજે જ ખાવાનું ચાલુ કરી દો..

જમ્યા બાદ ખાઓ એક ટુકડો ગોળ અને મેળવો અગણિત ફાયદા, જમ્યા બાદ ખાઓ એક ટુકડો ગોળ અને પછી જુઓ તમારા સ્વાસ્થ્ય પર તેની જાદુઈ અસર

image source

આપણા ઘરમાં કે પછી આપણા પાડોશમાં રહેતાં કેટલાક વડીલોને જમ્યા બાદ ગોળ ખાવાની આદત હોય છે. શું તમને ક્યારેય એ જાણવાની ઉત્સુકતા થઈ છે કે તેઓ તેવું કેમ કરે છે ? તો અમે તમને જણાવી દઈએ કે જમ્યા બાદ માત્ર એક નાનકડો ટુકડો ગોળનો ખાવામાં આવે તો તેના અગણિત ફાયદા તમારા શરીરને પહોંચે છે. અને માટે જ આપણા આ શાણા વડીલો જમ્યા બાદ ગોળ ખાવાનો આગ્રહ રાખે છે.

image source

આયુર્વેદમાં ગોળને તમારા રોજિંદા ખોરાકમાં શામેલ કરાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ ગોળને તમારા ભોજનમાં ઉમેરવા માગતા હોવ તો શિયાળો આ આદતની શરૂઆત કરવા માટે ઉત્તમ ઋતુ છે. કારણ કે શિયાળામાં ગોળનું નિયમિત સેવન કરવાથી તમે ભરપુર પોષણ મેળવી શકો છો.

image source

ગોળમાં ભરપુર પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે તેમજ શિયાળાની ઠંડી દરમિયાન તમારા શરીરના તાપમાનને પણ સંતુલિત રાખે છે આ ઉપરાંત શિયાળામાં જે સર્વસામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે જેવી કે શરદી અને ઉધરત તેવા સંજોગોમાં પણ તે શરીરને ઘણી રાહત પહોંચાડે છે. આ ઉપરાંત ગોળને વિવિધ ખાદ્ય પદાર્થો સાથે ખાવાથી તમને સ્વાદ પણ મળી રહે છે અને સાથે સાથે પોષણ પણ મળી રહે છે.

image source

આયુર્વેદમાં ગોળના ગુણો, તેની પ્રકૃતિ વિષે વિસ્તારપુર્વક જણાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે ગોળમાં જે તત્ત્વો સમાયેલા છે તે તમારા શરીરમા રહેલા એસિડને કાપે છે તેની સામે જો તમે ખાંડનું સેવન કરતાં હોવ તો તે તમારા શરીરમાં એસિડનું પ્રમાણ વધારવાનું કામ કરે છે અને તેના કારણે આપણા શરીરમાં વિવિધ જાતની બિમારીઓ ઉત્પન્ન થાય છે.

image source

આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે ખાંડ એક સફેદ ઝેર છે જ્યારે આયુર્વેદમાં ગોળને અમૃત કહેવામાં આવ્યો છે. જો તમે સ્વસ્થ, નિરોગી, સ્ફુર્તિલું શરીર આજીવન ઇચ્છતા હોવ તો તમારે જમ્યા બાદ બન્ને ટાઈમ 20 ગ્રામ ગોળ ખાવાનો નિયમ બનાવી લેવો જોઈએ. ગોળ તમારા શરીરમાં જઈને રોગ ઉત્પન્ન કરતાં તત્ત્વો સામે લડે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેમ તમે નિયમિત રીતે સવાર સાંજ નાશ્તો અને બપોર અને રાત્રે ભોજન લો છો તેવી જ રીતે તમારે બન્ને સમય ભોજન બાદ 20 ગ્રામ ગોળનું સેવન કરવાની આદત પાળી લેવી જોઈએ. ગોળ તમારા શરીર માટે અનેક રીતે સ્વાસ્થ્યદાયી છે તો ચાલો જાણીએ ગોળના નિયમિત સેવનના ફાયદાઓ વિષે.

કબજિયાતથી છૂટકારો અપાવે છે ગોળ

image source

તમે જ્યારે ગોળનું નિયમિત સેવન કરવાનું શરૂ કરો છો ત્યારે ગોળ તમારા શરીરમાં ડાઇજેસ્ટિવ એંઝાઇમને ઉત્પન્ન કરવાનું કામ કરે છે, આંતર઼ડાને સુપર એક્ટિવ બનાવે છે અને આમ થવાથી તમને કબજિયાતથી છૂટકારો મળે છે. અને જો વ્યક્તિને કબજિયાતથી છૂટકારો મળી જાય તો તે ઘણા બધા રોગોથી પોતાના શરીરને બચાવી શકે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે ગોળ

image source

ગોળમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ અને મિનરલ્સ જેમ કે ઝિંક અને સિલિનિયમ હોય છે. આ મિનરલ્સ તમારા શરીરને વિવિધ પ્રકારના ઇન્ફેક્શનથી દૂર રાખે છે. અને તમારા શરીરને ફ્રી-રેડિકલ્સથી જે નુકસાન પહોંચે છે તેનાથી દૂર રાખે છે, આ સિવાય ગોળ લોહીમાંના હીમોગ્લોબિનના પ્રમાણને પણ સંતુલિત કરે છે.

ફ્લુથી શરીરને દૂર રાખે છે ગોળ

image source

આપણને હંમેશા શરદી થઈ હોય ત્યારે મીઠાઈઓ કે ગળ્યું ખાવાની મનાઈ ફરમાવવામાં આવે છે પણ તેની વિરુદ્ધ ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમને શરદી થઈ હોય તો તે દરમિયાન તમારે હુંફાળા પાણીમાં ગોળ મિક્સ કરીને પીવો જોઈએ અથવા તો ગોળ, આદુ અને લિંબુનું પાણી પણ પી શકો છો આ ઉપરાંત તમે જો શરદી દૂર કરવા માટે હળદરવાળુ દૂધ બનાવતા હોવ તો તેમાં તમે અજમો, સૂંઠ અને ગોળ પણ ઉમેરી શકો છો. બે-ત્રણ દીવસ આ પ્રયોગ ચાલુ રાખવાથી તમારી શરદી પાકી જશે.

ઉચ્ચ રક્તચાપને અંકુશમાં રાખે છે ગોળ

image source

ગોળમાં પોટેશિયમ અને સોડિયમ પણ હોય છે, જે શરીરમાંના એસિડના સ્તરને અંકુશમાં રાખે છે. અને સાથે સાથે તે શરીરના ઉચ્ચ રક્તચાપને પણ અંકુશમાં રાખવામાં મદદ કરે છે.

આંતરડા સ્વસ્થ બનાવે છે ગોળ

image source

ઉપર આપણે જાણ્યું તેમ ગોળ શરીરને સ્વચ્છ કરે છે એટલે કે તેને ડીટોક્સ કરે છે. અને આ ડીટોક્સની પ્રક્રિયામા તે શરીરની સાથે સાથે આંતરડાને પણ સ્વચ્છ કરે છે અને તે દ્વારા તે તેને સ્વસ્થ બનાવે છે. ગોળમાં મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોવાથી તે તમારા આંતરડાને મજબુત બનાવવામાં મદદ કરે છે.

શરીરની ઉર્જામાં વધારો કરે છે ગોળ

image source

મીઠી વસ્તુઓ આપણા શરીરને એનર્જી પુરી પાડે છે. પણ તે જ મીઠી વસ્તુઓ આપણા શરીરને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે જેમ કે ખાંડ એક કાર્બોહાઇડ્રેટ છે જે તરત જ તમારા લોહીમાં ભળીને તમારી એનર્જી બુસ્ટ કરે છે જ્યારે ગોળ એક કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ છે જે શરીરને લાંબા સમય માટે એનર્જી પુરી પાડે છે જે ખાંડમાંથી મળતી એનર્જી કરતાં ક્યાંય વધારે હેલ્ધી હોય છે. કારણ કે તે તમારા શરીરને નુકસાન નથી પહોંચાડતો પણ તમારા શરીરને મજબૂત બનાવે છે.

એનિમિયાથી છુટકાર આપે છે ગોળ

image source

ગોળમાં આયરન અને ફોલેટ નામના ખનીજ તત્ત્વો સારા પ્રમાણમાં હોય છે. આ મિનરલ્સ એનિમિયાને સુધારવામાં મદદરૂપ બને છે. તે રેડ બ્લડ સેલ્સને અંકુશમાં રાખે છે. જો તમે કે તમારી આસપાસ કોઈ ગર્ભવતિ સ્ત્રી હોય તો તેના માટે ગોળ ઘણો સારો માનવામાં આવે છે પણ તેને યોગ્ય પ્રમાણમાં લેવો હિતાવહ છે.

સ્વાસોચ્છ્વાસની બિમારીમાં રાહત આપે છે ગોળ

image source

ગોળનું નિયત પ્રમાણમાં નિયમિત સેવન સ્વાસોચ્છ્વાસની બીમારીઓ જેમ કે અસ્થમા, બ્રોન્કાઇટિસ વિગેરેમાં તમને રાહત આપે છે. તેના માટે તમારે ગોળનું સેવન થોડા તલ સાથે કરવું જોઈએ.

શરીરને સુડોળ બનાવે છે ગોળ

image source

આપણે જ્યારે ક્યારેય વજન ઘટાડવું હોય ત્યારે આપણને પ્રથમ સલાહ એ આપવામાં આવે છે કે ખોરાકમાં ગળ્યા પદાર્થો સદંતર બંધ કરી દેવા. પણ તમને જાણીને આનંદ થશે કે તમને ગોળ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ગોળમાં પોટેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. પોટેશિયમ તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને અંકુશમાં રાખે છે અને તમારા મસલ્સ બનાવવામાં તેમજ તમારા મેટાબોલિઝમની પ્રક્રિયાને સુપરએક્ટિવ બનાવવામાં મદદ કરે છે.

સાંધાના દુઃખાવામાં રાહત આપે છે ગોળ

image source

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જો તમને સાંધાનો દુઃખાવો સતાવતો રહેતો હોય તો તમારે ગોળનું સેવન કરવું જોઈએ. સાંધાનો દુઃખાવો દૂર કરવા માટે તમારે ગોળને એક નાનકડા આદુના ટુકડા સાથે લેવો જોઈએ. આ બન્ને વસ્તુનું ભેગુ સેવન તમારા હાડકાને મજબૂત બનાવે છે અને તમને થતી આર્થરાઇટિસની સમસ્યાને પણ દૂર કરે છે.

લીવરમાંથી કચરાનો નિકાલ કરે છે ગોળ

image source

લીવરને ડીટોક્સ કરવામાં ગોળ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમે નિયમિત તમારા ડાયેટમાં ગોળનો સમાવેશ કરી દો તો તમારું લીવર તેમાં સંગ્રહાયેલા ઝેરી તત્ત્વો એટલે કે કચરાનો ધીમે ધીમે નીકાલ કરવા લાગે છે અને આ રીતે તમારું શરીર સ્વસ્થ બનતું જાય છે.

માસિક દરમિયાન થતાં દુઃખાવાથી રાહત આપે છે ગોળ

image source

જે મહિલાઓને માસિક દરમિયાન પિડા થતી હોય તેમણે ગોળનું નિયમિત સેવન કરવું જોઈએ. ગોળમાંના તત્ત્વો તમારી આ પીડામાં તમને રાહત આપે છે. માસિક દરમિયાન જો તમારો મિજાજ બદલાતો રહેતો હોય એટલે કે તમે ઉદાસ અથવા ગુસ્સાવાળા બની જતાં હોવ તો ગોળનો નાનકડો ટુંકડો તમારા મુડ સ્વિંગ્સને કંટ્રોલ કરી શકે છે. માસિક પહેલાંના દિવસો દરમિયાન ગોળ ખાવાથી તે તમારા શરીરમાંના એન્ડોર્ફીન્સ નામના હોર્મોનને મુક્ત કરવામાં મદદ કરે છે. આ હોર્મોન તમારા શરીરને શાંત પાડે છે.

લોહી શુદ્ધ બનાવે છે ગોળ

image source

કહેવાય છે કે ખાંડનો પ્રયોગ શરીરમાંના લોહીને પાણી બનાવે છે પણ તેની વિરુદ્ધ શુદ્ધ દેશી ગોળનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરમાનું લોહી શુદ્ધ બને છે. તમે તમારા રોજિંદા ભોજનમાં ગોળનો સમાવેશ કરી શકો છો પણ તેને તમારે યોગ્ય પ્રમાણમાં જ લેવો. તેનું વધારે પડતુ સેવન ન કરવું.

શરીરનું ડીટોક્સિકેશન કરે છે ગોળ

image source

બોડી ડીટોક્સ શબ્દ થોડા જ વર્ષથી પ્રચલિત બન્યો છે. વાસ્તવમાં બોડી ડીટોક્સ એટલે કે તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો અને કચરાનો નિકાલ. ગોળને એક કુદરતી બોડી ક્લિંઝિંગ એજન્ટ માનવામાં આવે છે. ગોળનું નિયમિત નક્કી કરેલા પ્રમાણાં સેવન કરવાથી તે તમારી શ્વાસ નળીઓ, ફેફસા, આંતરડા, પેટ તેમજ ખોરાકની નળીઓને સાફ કરે છે. જો તમે કોઈ ફેક્ટરીમાં કામ કરતાં હોવ અથવા તમારે પ્રદુષણમાં ખુબ રહેવાનું થતું હોય તો તમારે નિયમિત ગોળનુ સેવન કરવું જોઈએ. ગોળ સમયે સમયે તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરતો રહેશે.

ગોળનું સેવન કરતી વખતે આ બાબતનુ ખાસ રાખો ધ્યાન

image source

આપણે એ વાત સારી રીતે જાણી લેવી જોઈએ કે દરેક વસ્તુની એક હદ હોય છે. એક ચોક્કસ પ્રમાણ હોય છે. કોઈ પણ વસ્તુનો અતિરેક સ્થિતિને બગાડે છે. અહીં પણ તમારે ગોળના આટલા બધા ગુણો જાણીને તેના પર વરસી નથી પડવાનું પણ તેને એક ચોક્કસ પ્રમાણમાં આરોગવાનો છે. ગોળનું સેવન ઓછા પ્રમાણમાં કરવું હીતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ