ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન 19 વર્ષ બાદ પકડાયો, હજુ પણ 3 આરોપીઓ ફરાર

ગુજરાતને હચમચાવી દેનાર ઘટના એટલે ગોધરાકાંડ. આ ઘટનાને કોઈ ગુજરાતી ભુલી શકે તેમ નથી. ત્યારે ગોધરામાં બનેલી ઘટનાના મુખ્ય આરોપીને હવે ઝડપી પાડવામાં આવ્યો છે. ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસૈન છેલ્લા 19 વર્ષથી નાસતો ફરતો હતો. પરંતુ તેને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. 51 વર્ષીય રફીક હુસૈનને ટીમણે ગોધરાથી જ ઝડપી પાડ્યો હતો.

image source

આ અંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલે જણાવ્યું હતું કે છેલ્લા 19 વર્ષથી ફરાર રફીક ગોધરામાં તેને ઘરે આવ્યો હતો. પોલીસને આ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે રવિવારે રાત્રે રેલ્વે સ્ટેશન નજીક આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી રફિક ઝડપાયો હતો.

image source

મહત્વપૂર્ણ છે કે પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં 59 કારસેવકો મોતને ભેટ્યા હતા. આ ઘટનાનો મુખ્ય આરોપી રફીક હતો. તેણે આ ષડયંત્રમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેણે ભીડને ઉશ્કેરણી કરી અને સાથે જ કોચને સળગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરી હતી.

આ કેસની જ્યારે તપાસ શરુ થઈ અને રફીકનું નામ આવ્યું ત્યારથી તે ફરાર થઈ ગયો હતો. તે શરુઆતમાં દિલ્હી ભાગી ગયો હતો. તેની સામે હત્યા અને તોફાનો કરાવવા સહિતના આરોપો છે. પરંતુ અંતે તે પોલીસના હાથ ઝડપાઈ ચુક્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડ થયું હતું જેમાં કારસેવકોની હત્યા કરવામાં આવી હતી. 59 કારસેવકોને જીવતા સળગાવી દેવાની ઘટના બાદ રાજ્યમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા.

ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક ગોધરા રેલ્વે સ્ટેશન પર મજૂર હતો. તેણે કબુલ પણ કર્યું હતું કે તે કોચ પર પથ્થર ફેંકવા અને પેટ્રોલ છાંટવામાં સામેલ હતો. ત્યારબાદ અન્ય આરોપીઓએ કોચને આગ ચાંપી દીધી હતી.

image source

પોલીસની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે આરોપી દિલ્હીમાં જ અલગ અલગ જગ્યાએ રહી મજૂરી અને ચોકીદારીનું કામ કરતો રહેતો અને પોલીસથી નાસતો ફરતો રહેતો. ગોધરાકાંડ બાદ નાસતા ફરતા રફીક સહિતના 2 આરોપીઓ વિરુદ્ધ રેડકોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી હતી. હવે રફીકને વધુ કાર્યવાહી માટે રેલ્વે પોલીસને સોંપવામાં આવ્યો છે.

image soure

ગોધરાકાંડ બાદ રાજ્યની શાંતિ અશાંતિમાં બદલી ગઈ હતી અને શાંતિપ્રિય પ્રજાનું હિંસક સ્વરૂપ સામે આવ્યું હતું. આ રમખાણોમાં 1000થી વધુ લોકોના જીવ હોમાયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ટ્રેનનો કોચ સળગ્યા બાદ હિંદૂ અને મુસલમાનો વચ્ચે દંગા શરુ થઈ ગયા હતા. જેમાં સૌથી વધુ દંગા અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા. આ સિવાય પણ ગોધરાકાંડની અસર અનેક મહિનાઓ સુધી રાજ્યમાં જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ