જલ્સા કરોને જેંતીલાલ

ગોવા-રાજસ્થાન છોડો, પણ ફરવા જેવા છે ભારતના બોર્ડર પર આવેલા આ 5 સ્થળો…

ભારતમાં હરવા-ફરવાના એક એકથી ચઢિયાતા પ્લેસિસ છે. ભારતમાં કેટલાક ટુરિસ્ટ્સ સ્પોટ્સ એવા પણ છે, જે ઈન્ટરનેશનલ બોર્ડર પર આવેલા છે. ભારતની આ જગ્યાઓ પર ફરવા માટે તમને સરકાર પાસેથી સ્પેશિયલ પરમિશન લેવાની જરૂર પડશે. ઈન્ટરનેશનલ બોર્ડર પર આવેલી આ જગ્યાઓ પર સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અહીં આવનારા મુસાફરોને કોઈ જ પ્રકારનો ખતરો ન થાય. તો ચાલો આજે જાણીએ, બોર્ડર પર આવેલી આ સુંદર જગ્યાઓ વિશે.

કંચનજંગા, ભારત-નેપાળ


ભારતનો સૌથી ઊંચા પર્વત કંચનજંગા ભારત-નેપાળની ઈન્ટરનેશનલ બોર્ડર પર આવેલો છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો પર્વત દાર્જિલિંગના પહાડી સ્ટેશન, ભૂટાન, ચીન, ભારત અને નેપાળને કનેક્ટેડ પર્વત છે. ભારતીય રાજ્ય સિક્કીમ અને નેપાળની વચ્ચે સ્થિત કંજનજંઘા ઊંચાઈના મામલે દુનિયામાં ત્રીજા સ્થાન પર છે, કંજનજંઘાની ઊંચાઈ 8586 મીટર છે. પર્વત હારમાળાની સાથે અનેક પૌરાણિક વાર્તાઓ જોડાયેલી છે અને અહીં મોટી સંખ્યામાં નદીઓ, ગુફાઓ અને સરોવર છે. જેની સિક્કીમના સ્થાનિક લોકો પૂજા કરે છે.

રામ સેતુ, ભારત-શ્રીલંકા


ભારતનું આ સુંદર શહેર ભારત અને શ્રીલંકા બોર્ડર પર સ્થિત છે. તેને જોવા માટે દેશવિદેશમાંથી ટુરિસ્ટ આવે છે. તે શ્રીલંકાના મન્નાર દ્વીપથી ભારતના રામેશ્વરમ સુધી નાના પહાડોની ચેઈન છે, જે સમુદ્રની અંદર છે. રામસેતુ અને તેની આસપાસના પત્થરોની તપાસમાંથી વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, રામસેતુના પત્થર અંદાજે 7 હજાર વર્ષ જૂના છે.

ભૈરવકુંડા, ભારત-ભૂટાન


ભારત અને ભૂટાનના બોર્ડર પર આ શહેરને જોવા માટે તમને સરકાર પાસેથી સ્પેશિયલ પરમિશન લેવાની જરૂર પડે છે. અહીં ટુરિસ્ટ્સ માટે ખાસ સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવે છે.

સુંદરવન, ભારત-બાંગ્લાદેશ


બોર્ડર પર સ્થિત આ જગ્યા પર તમે ટ્રાવેલિંગની મજા સ્પેશિયલ પરમિશન લઈને લઈ શકો છો. ઘનઘોર જંગલોની વચ્ચેથી પસાર થતી નદીમાં બોટમાં બેસીને ફરવાની મજા કંઈક અલગ જ હોય છે. સુંદરવન 10,000 વર્ગ કિમી ક્ષેત્રમાં ફેલાયેલુ છે, જેમાં 6000 વર્ગ કિમી બાંગ્લાદેશમાં આવે છે. તેમાં ભારતના હિસ્સામાં 4110 વર્ગ કિમી હિસ્સો આવે છે. સુંદરવનમાં વિધવા વિલેજના નામથી એક ગામ કુખ્યાત છે. જ્યાં પરિવારના મોટાભાગના પુરુષોના મોત વાઘના હુમલાથી થયા છે અને આ કારણે આ ગામની મહિલાઓ વિધવા થઈ છે.

પાંગોંગ સરોવર, ભારત-ચીન


પાંગોગ સરોવર ભારતના સુંદર સરોવરોમાનું એક કહેવાય છે. તેને જોવા માટે અનેક ટુરિસ્ટ્સ આવતા હોય છે. પરંતુ તેને નિહાળવા માટે સ્પેશિયલ પરમિશન લેવાની જરૂર પડે છે. જો તમે તારાઓથી ભરાયેલો સુંદર નજારો જોવા માંગો છો, તો લદ્દાખના પેંગોંગ સરોવર જાઓ. 14,270 ફીટ ઊંચાઈ પર હોવાને કારણે અહીં આકાશ બહુ જ સ્પષ્ટ નજર આવે છે. અહીં હંમેશા તારાઓનું ઝુંડ અને વાદળોની વચ્ચે આકાશગંગા જેવા આકૃતિઓ દેખાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તો તમને કઈ જગ્યા વધુ પસંદ આવી કોમેન્ટમાં જણાવો. દરરોજ આવી અનેક જાણવા જેવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version