શું તમે તમારા ફેસબુક અને જીમેલ એકાઉન્ટને હેક થતું બચાવવા માંગો છો ? તો તમારે ફક્ત એક સરળ સ્ટેપ કરવાનું છે. વાંચો કેવીરીતે કરશો આ પ્રક્રિયા…

બધા જ વ્યક્તિ પોતાની ડીજીટલ લાઈફ હંમેશા સુરક્ષિત રાખવા માંગતા હોય છે પણ એ હવે બહુ મુશ્કેલ બન્યું છે. હેકિંગ અત્યારે બહુ સરળ અને સામાન્ય બની ગયું છે. જો તમે પણ સોશિયલ મીડિયા અને જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરો છો તો એ વાત બહુ સામાન્ય છે કે તેની પર તમારી પર્સનલ માહિતી તો તમે અપડેટ કરી જ હશે ને ? તમારી પર્સનલ માહિતી એ કોઈ બીજાની પાસે જાય એ તો તમે ક્યારેય નહિ ઈચ્છો બરાબર ને ?

એક વસ્તુ છે જે વાપરવાથી તમે તમારું જીમેલ અને ફેસબુક એ હેક થતા બચાવી શકશો. એક વાત હંમેશાં યાદ રાખજો આજે એવો કોઈ ઉપાય નથી જે ૧૦૦ ટકા હેકપ્રૂફ હોય પણ આપણે આપણા એકાઉન્ટને સેફ રાખવા માટે બનતા પ્રયત્ન કરવા જ જોઈએ.

સૌથી પહેલાં તમારે એ જાણવું પડશે કે તમારા જીમેલ અને ફેસબુકમાં ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન ફીચર આપ્યું છે કે નહીં. આ ફીચર એ એક્સ્ટ્રા સિક્યુરિટી માટે આપવામાં આવ્યું છે. આના માટે તમે સ્માર્ટફોન અથવા સિક્યુરિટી કીનો ઉપયોગ કરી શકો છો.

કેવીરીતે હેકિંગથી બચી શકશો આ ફીચરથીઃ

ઘણીવાર હેકર્સ કે પછી તમારા મિત્રોમાંથી જ કોઈ તમારો પાસવર્ડની ધારણા કરી લેતા હોય છે. ઘણીવાર તમારી પાસે બેસનારા લોકો પણ તમારો પાસવર્ડ જાણી લેતા હોય છે. અમુક તો એવા લોકો પણ હોય છે જે પોતાનો પાસવર્ડ એ ક્યાંક લખી રાખતા હોય છે અથવા તો પોતાના ઓનલાઈન દરેક એકાઉન્ટનો પાસવર્ડ એકસરખો જ રાખતા હોય છે. જો આવું છે અને તમે આ સિક્યુરિટી ફીચરનો ઉપયોગ કરો છો તો તમારો પાસવર્ડ ખબર હોવા છતાં તમારું એકાઉન્ટ કોઈ હેક નહિ કરી શકે. કારણકે પાસવર્ડ નાખ્યા પછી પણ આ ફીચર એ ઓથેન્ટીકેશન માંગે છે. આ ફીચર મોબાઈલથી અને કોમ્પ્યુટર કે લેપટોપ બંને યુઝર માટે બહુ ફાયદાકારક છે.

શું હોય છે આ ટુ સ્ટેપ વેરિફિકેશન?

ટુ સ્ટેપવેરિફિકેશન એક એક્સ્ટ્રા સિક્યુરિટી ફીચર છે. આના અંતર્ગત એકાઉન્ટ લોગઇન કરતા પહેલા પાસવર્ડ નહિ પણ પીન નંબરની જરૂરત પડતી હોય છે મતલબ કે જો તમે જીમેલમાં આનો ઉપયોગ કરો છો તો તમે ઈમેલ લોગઇન કરોછો તો તેનો પીન પાસવર્ડ એ મોબાઈલ પર આવશે અને મેસેજમાં આવેલ પીન નંબર તમારે એન્ટર કરવાનો રહેશે અને પછી જ તમારું જીમેલ ખુલી શકશે.

શું છે Security Key?

ટુ સ્ટેપ વેરિફિકેશનની જેમ જ સિક્યુરિટી કી પણ હોય છે. આ જોવામાં સામાન્ય પેન ડ્રાઈવ જેવી હોય છે પણ આ ખાસ U2F સિક્યુરિટી કી હોય છે આ તમે ઓનલાઈન ખરીદી શકો છો જેની કિમત એ ૧૫૦૦ રૂપિયાની શરૂઆતની કિમત હોય છે. આનાથી તમે એ એકાઉન્ટમાં વાપરી શકો છો જેમાં સિક્યુરિટીને એડ કરવાનો ઓપ્શન હોય. અત્યારે ફેસબુકમાં સિક્યુરિટીનો ઓપ્શન જોડવામાં આવ્યો છે. તમે આને ફેસબુક સાથે પણ યુઝ કરી શકો છો.

સિક્યુરિટીકીને આપણા એકાઉન્ટ સાથે એડ કરવાનું હોય છે. દાખલા તરીકે તમે તમારા ફેસબુકને સિક્યુરિટી કી સાથે જોડી લીધું છે તો આઈડી અને પાસવર્ડ પછી તમારે કોમ્પ્યુટરમાં સિક્યુરિટી લાવવાની રહેશે. વગર સિક્યુરિટી તમારું એકાઉન્ટ ખુલશે નહિ. એટલે કે જો તમારો પાસવર્ડ એ કોઈને ખબર પણ પડી જશે તો પણ તે સિક્યુરિટી કી વગર તામારું એકાઉન્ટ નહિ ખોલી શકે.

તો તમારા બીજા મિત્રો જે પણ ઓનલાઈન સોશીયલ મીડિયા કે પછી મેઈલ ઉપયોગ કરતા હોય તેમને આ માહિતી જરૂર શેર કરજો. દરરોજ અવનવી અને ઉપયોગી માહિતી વાંચવા માટે જોડાયેલ રહો આપણા પેજ સાથે.