ગ્લોબલ ટીચર ૨૦૧૯ના પ્રાઈઝ માટે પસંદ થયા ભારતના ૨ શિક્ષકો….

દસ લાખ ડોલરનું વાર્ષિક ગ્લોબલ ટીચર પ્રાઈઝની પ્રતિસ્પર્ધા માટે દુનિયાભરમાંથી પસંદ કરાયેલા ૫૦ શિક્ષકોમાં ૨ ભારતીય શિક્ષકોને પણ જગ્યા મળી છે. બ્રિટનના વારકી ફાઉન્ડેશને ગુરુવારે આ ઘોષણા લંડનમાં કરી.

દિલ્લીના શકરપુરની ગવર્મેન્ટ ગર્લ્સ સિનિયર સેકન્ડરી સ્કૂલની અંગ્રેજીની શિક્ષિકા આરતી કાનૂનગો અને ગુજરાતના લાવાડપ્રાયમરી સ્કૂલના જીવન કૌશલના શિક્ષક સ્વરૂપ રાવલને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદ કરાયા છે. જે અન્ય ૪૮ શિક્ષકો સાથે પ્રતિસ્પર્ધા કરશે. આ પુરસ્કારની ઘોષણા માર્ચમાં દુબઈમાં ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્કિલફોરમમાં કરવામાં આવશે.

કાનૂનગોએ કહ્યું કે, “ગ્લોબલ ટીચર પ્રાઈઝ શિક્ષકોના પ્રયાસો અને સંઘર્ષોને માન્યતા આપે છે, તેમને સમ્માન આપે છે એ મુદ્દાઓને ઓળખ આપે છે જેને મેં વૈશ્વિક અવાજ આપીને ઉઠાવ્યા છે.” કાનૂનગોએ આ વાત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે ગરીબ પૃષ્ઠભૂમિના બાળકો, ખાસ કરીને છોકરીઓને ઉતપીડન અને ઉપેક્ષાથી બચાવવામાં આવે અને બાળકોને ભાષા અધ્ધયનને આત્મસાત કરે અને આત્મવિશ્વાસ વધારવામાં આવે.

રાવલે કહ્યું, “સારા શિક્ષક બાળકોને સારા માણસ બનવામાં મદદ કરી શકે છે, તે બાળકોમાં પ્રેમ, નવીનપણું, જીજ્ઞાસા અને કલ્પના શક્તિ જગાવી શકે છે. જ્યારે અમે શિક્ષક બાળકો સાથે પોતાની જિંદગી જીવીએ છીએ ત્યારે અમે આ બાળકોને વધારે કરૂણાશીલ, સ્નેહશીલ અને કદાચ વધારે જવાબદાર માણસ બનવા માટે પ્રેરિત શકીએ છીએ.” રાવલે પોતાની અનોખી શિક્ષણ પદ્ધતિનામાધ્યમથી ગલી-મોહલ્લા અને ગ્રામીણ વિસ્તારના બાળકો સુધી પહોંચવામાં સફળ રહ્યા છે.

આ બંનેને દુનિયાભરથી ૧૭૯ દેશોની મળેલી ૧૦૦૦૦ પ્રવિશ્તિઓમાંથી પસંદ કરવામાં આવ્યા. આ ૫૦ ઉમેદવારોને અંતિમ તબક્કા માટે ૧૦ પસંદ કરવામાં આવશે, પછી ગ્લોબલ ટીચર પ્રાઈઝ એકેડમી આ દસમાંથી વિજેતાની પસંદગી કરશે. અંતિમ તબબકમાં પહોંચનાર બધા ઉમેદવારને ૨૪ માર્ચ, ૨૦૧૯ના દિવસે દુબઈમાં પુરસ્કાર સમારોહ માટે બોલાવવામાં આવશે.