ઓપરેશન કરીને કાઢવો પડ્યો સ્ટીલનો લાંબો ગ્લાસ, જાણો શું છે પૂરી ઘટના

તમને જાણી ને ખૂબ આશ્ચર્ય લાગશે પણ આ એક સુરતમાં વસવાટ કરતા યુવકની હકીકત છે. સુરતી યુવકે એક એવી જગ્યાએથી 9 સેમી જેટલો લાંબો એ પણ સ્ટીલનો ગ્લાસ પોતાના જ શરીરની અંદર નાખ્યો કે, તેને ઓપરેશન કરી ડૉક્ટરો એ બહાર કાઢવો પડ્યો હતો.

image source

સુરતમાં તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને આપ સૌ કોઈ એકદમ ચોંકી ઉઠશો. સુરતમાં રહેતાં પરપ્રાંતીય યુવાનનાં પેટમાંથી ડોક્ટરોને એક ગ્લાસ જોવા મળ્યો હતો. જે જોઈ ખુદ ડૉકટરો પણ શોક પામ્યા હતા. ત્યારબાદ બધા રિપોર્ટ્સ કાઢવામાં આવ્યા અને ડોક્ટરોએ ઓપરેશન કરીને ગ્લાસ પણ બહાર કાઢી નાખ્યો હતો. પણ જ્યારે ગ્લાસ કેવી રીતે અંદર ગયો તેનાં કારણ અંગે તપાસ કરવામાં આવી તો ખુદ ડોક્ટરો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. આ યુવકે ગુદા માર્ગેથી 9 સેમી લાંબો ગ્લાસ અંદર નાખ્યો હતો. અને આ ગ્લાસ 3 દિવસ સુધી તે યુવકના પેટમાં જ ભરાઈ રહ્યો હતો.

image source

આપ સૌને આ ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરત શહેરના ઓલપાડ વિસ્તારના દેલાડ ગામે 29 વર્ષીય નામે ભીમ શાહ કરીને એક યુવક રહે છે. જે મૂળ બિહારનો વતની છે અને અહીં એક કાપડનાં કારખાનામાં કામ કરે છે. ગત 31 જાન્યુઆરીએ તેને અચાનક જ પેટમાં દુખાવો ઉપડતા તેનો ભાઈ અને અન્ય મિત્રો તેને લઈ નજીકની હોસ્પિટલમાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ડોક્ટરોએ એ યુવકનું સિટી સ્કેન રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. રિપોર્ટમાં ડોક્ટરો પેટમાં ગ્લાસ જોઈને પહેલા તો ચોંકી જ ઉઠ્યા હતા. જે બાદ ડોક્ટરોએ એક્સ-રે પણ કઢાવ્યો હતો. એક્સ-રે પરથી સામે આવ્યું કે, યુવકનાં પેટમાં 9 સેમી જેટલો લાંબો સ્ટીલનો ગ્લાસ અને 7 સેમી ઉપરનો પહોળો તેમજ તળિયાનો ભાગ 4.5 સેમી હતો.

image source

ત્યારબાદ ડોક્ટરોએ આ યુવકનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી એમ 3 દિવસ આ ગ્લાસ ભીમ શાહ નામના યુવકના પેટમાં જ રહ્યો હતો. ગ્લાસનો થોડો ભાગ તૂટેલો હતો, જેને ડોક્ટરે કાપીને કાઢવાનો ઘણો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ તેમાં ડોકટર્સ ની ટીમને સફળતાં ન મળતાં અંતે ઓપરેશન કરવું પડ્યું હતું.

image source

આ અગાઉ પણ અનેકવાર મસ્તી મસ્તીમાં યુવકોએ સાથી યુવકના ગુદા માર્ગે બોટલ સહિતની વસ્તુઓ નાખી દીધી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. પણ ડોક્ટરોના મતે એમ કહેવું છે કે, આટલી મોટી ગ્લાસ નાખી દેવાનો આ કદાચ પહેલો જ કિસ્સો બહાર આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ