ગ્રેટ ગીઝા પિરામિડની રસપ્રદ જાણી અજાણી વાતો બીજે ક્યાય નહિ વાંચવા મળે…

મિસરની તમામ ઐતિહાસિક ઈમારતોમાં મિસરના પિરામિડ સૌથી વધુ પોપ્યુલર છે. દર વર્ષે તેને જોવા માટે લાખો ટુરિસ્ટ આવે છે. તેમાંનો એક ગ્રેટ ગીઝા પિરામિડનું નામ પણ સામેલ છે. ગીઝાના મહાન પિરામિડ વિશે તો તમે સાંભળ્યુ જ હશે.


મિસરનો આ પિરામિડ દુનિયાના સાત અજૂબાઓમાં સામેલ છે. ભારતની જેમ મિસરની સભ્યતા પણ જૂની અને પ્રાચીન છે. મિસરની પ્રાચીન સભ્યતાના અવશેષો અહીંની ગૌરવગાથા રજૂ કરે છે. આમ તે મિસરમાં 138 પિરામિડ છે, અને કાહિરાનો માત્ર ગીઝા પિરામિડ જ, પ્રાચીન વિશ્વનાના સાત અજાયબીના લિસ્ટમાં સામેલ છે.

પિરામિડના કેટલાક રોચક તથ્ય અને પહેલુ

– મિસરના પિરામિડમા રાજાઓના શવોને દફનાવીને સુરક્ષિત રાખવામાં આવતા હતા, તેમને શવને મમી કહેવાય છે. શવની સાથે વસ્ત્ર, દાગીના, વાસણો, હથિયાર અને અન્ય ચીજો પણ દફનાવવામાં આવતી હતી. અનેકવાર રાજા-મહારાજાઓના મૃતદેહોની સાથે સેવક-સેવિકાઓના શવ પણ દફનાવવામાં આવતા હતા.


આવું કરવાની પાછળ પ્રાચી મિસરવાસીઓની એવી માન્યતા છે કે, મરવાના બાદ જ્યારે વ્યક્તિ બીજી દુનિયામાં જાય છે, તો તેની સાથે દફનાવવામાં આવેલી વસ્તુઓ તેના જીવનમા કામ આવે છે.

– ગ્રેટ ગીઝા પિરામિડની ઉંચાઈ લગભગ 450 ફીટ ઊંચી છે. 4300 વર્ષો સુધી તે દુનિયાના સૌથી ઊંચા ઈમારતનો ખિતાબ મેળવતો રહ્યો. પરંતુ 19મી સદીમાં આ પિરામિડનો રેકોર્ડ તૂટી ગયો હતો.


– એવુ માનવામાં આવે છે કે, ગ્રેટ ગીઝા પિરમિડને બનાવવામાં લગભગ 30 વર્ષનો સમય લાગ્યો હતો. તેને 30 લાખ મજૂરોએ મળીને તૈયાર કર્યો હતો. પિરામિડમાં 2થી લઈને 30 ટન સુધીના 23 લાખ ચૂનાના પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

– ગ્રેટ પિરામિડની અંદર તાપમાન હંમેશા જ 20 ડિગ્રી સેલ્સિયસ સુધી સ્થિર રહે છે. પછી ભલે બહારનુ તાપમાન ગમે તેટલું હોય.


– તથ્યોના આધાર પર તેનું નિર્માણ અંદાજે 2560 ઈસા પૂર્વ મિસરના શાસક ખુફુના ચોથા વંશજ દ્વારા પોતાના કબર તરીકે કરવામાં આવ્યું હતું.,

– વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, પિરામિડની બહાર પત્થરોને એવી રીતે ફીટ કરવામાં આવ્યા છે, જેના જોડમાં જરા પણ સ્પેસ નથી.


– આ પિરામિડનો આધાર 55000 સ્કેવર ફુટ છે. તેનો એક એક ખૂણો 20,000 સ્કેવર ફૂટ ક્ષેત્રમાં બન્યો છે.

– ગીઝા પિરામિડના પાયામાં ચારે તરફથી પત્થરોમાં બોલ અને સોકેટ બનાવવામાં આવ્યા છે, જેથી ઉષ્માથી થનારા પ્રસાર અને ભૂકંપથી તે બચી રહે.


– મિસરના પિરામિડનો ઉપયોગ વૈધશાળા, કેલેન્ડર, સૂર્યની પરિક્રમામાં પૃથ્વીની ગતિ અને પ્રકાશનો વેગ જાણવા માટે કરવામાં આવતો હતો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર, તમે આપણું પેજ લાઇક કેર્યું કે નહિ?

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ