તમારે પણ તમારી ગર્લફ્રેન્ડને તરત મેસેજનો જવાબ આપવો પડે છે તો વાંચો એની પાછળ શું કારણ છે…

કહેવાય છે કે, યુવતીઓ થોડી વિચિત્ર હોય છે, તેમને જે પણ જોઈએ, તે તરત મળી જવું જોઈએ. પોતાની પસંદગીની ચીજ લેવા માટે તેમને જરા પણ મોડું કરવુ પસંદ નથી હોતું. રિલેશનશિપના મામલે પણ યુવતીઓ આવી જ હોય છે. જો તમે પણ રિલેશનશિપમાં છે, તો તમે પણ આ વાતને સારી રીતે સમજી શકશો, કે તમારી ગર્લફ્રેન્ડ કેટલી જલ્દી કરે છે અને તમને તેની આ આદત કેટલી ઈરિટેટ કરે છે. મોબાઈલ પર ચેટ કરતા સમયે પણ તેમની ગર્લફ્રેન્ડ એક સેકન્ડની અંદર રિપ્લાય ન આવવા પર તરત કોલ કરી દે છે. તે એમ પણ નથી સમજતી કે, બોયફ્રેન્ડ કંઈક કામ પણ કરતો હોઈ શકે કે બાથરૂમમાં હોઈ શકે. બોયફ્રેન્ડનો મેસેજ ન આવવા પર તે ફોન લગાવીને 10 વાતો સંભળાવે છે.મોટાભાગના યુવકો અનુભવે છે કે, યુવતીઓ પિત્ઝાની ડિલીવરી કરતા પણ તેજ રિપ્લાય ઈચ્છે છે. હવે તમે ઈચ્છશો કે, યુવતીઓ આવું કેમ કરે છે. એવું શું છે જેમાં તેમને બોયફ્રેન્ડ પાસેથી 2 સેકન્ડની અંદર જ રિપ્લાય જોઈતો હોય છે, અને બોયફ્રેન્ડ આવુ ન કરે તો તે ઝઘડો કરી બેસે છે. તો ચાલો જાણીએ, તેમની આ અજીબ આદતો પાછળ છુપાયેલું કારણ.

હકીકતમાં યુવતીઓની આદત શક્કી હોય છે અને જો તમે 2 સેકન્ડમાં રિપ્લાય ન આપો તો તેમના મગજમાં ઘોડા દોડવા લાગે છે. તેમને લાગે છે કે, ક્યાંક તમે બીજા કોઈ સાથે તો વાત નથી કરી રહ્યાં ને.યુવતીઓનો નેચર બહુ જ જલ્દીવાળો હોય છે અને આ કારણે તે તમારા જવાબની રાહ 5 મિનીટ પણ જોઈ શકતી નથી.

બોયફ્રેન્ડ સાથે પ્રેમનું એક કારણ આ પણ છે. અનેક યુવકોને પોતાની ગર્લફ્રન્ડ માટે બહુ જ ઓછો સમય મળે છે. તેથી યુવતીઓનું માનવુ છે કે, કમ સે કમ તેમને આપવામાં આવતા થોડા સમયમાં તો રિપ્લાય કરી દે.આ મામલે તમે ગંભીરતાથી વિચારશો, તો તમને લાગશે કે યુવતીઓનું આવુ કરવું ખોટું નથી હોતું. ભલે તેનો બોયફ્રેન્ડ તેનાથી દૂર રહે. દરેક યુવતી એવું ઈચ્છે કે, તેનો બોયફ્રેન્ડ હંમેશા તેને જ બધો સમય આપે અને તેના વિચારોમાં ખોવાયેલો રહે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અનેક રસપ્રદ અને માહિતીસભર પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી