મોબાઈલ પર ચિપકી રહેતી યુવતીઓ પોતાની આ આદત આખા ગામને બતાવતી ફરે છે

મોબાઈલ પર ચિપકી રહેતી યુવતીઓ પોતાની આ આદત આખા ગામને બતાવતી ફરે છે

હંમેસા યુવતીઓ ઘરથી નીકળતા જ ફોન પર લાગી જાય છે. બસ, મેટ્રો, કાર કે માર્કેટમાં પણ યુવતીઓને એકલા જોશો તો તે ફોન પર ચીપકેલી મળશે. તો બીજી તરફ યુવકો ફોન પર વાત કરતા બહુ જ ઓછા દેખાય છે. યુવકો રાત્રે ઘરની બહાર નીકળીને પોતાની બાઈક પર બેસીને વાત કરવાનું અને ટોળ ટપ્પા કરવાનું વધુ પસંદ કરે છે. તમે તમારી આજુબાજુ આવી અનેક યુવતીઓ જોઈ હશે, જે ફોન પર જ લાગેલી હોય છે. આવી યુવતીઓ વિશે કહ્યા વગર જ એક વાત ખબર પડી જાય છે. જે યુવતીઓ હંમેશા ફોન પર હોય છે, તેમના વિશે એક વાત સ્પષ્ટ છે કે તેઓ પોતાની મમ્મી કે કેઝ્યુઅલ ફ્રેન્ડ સાથે નહિ, પણ કોઈ ખાસ મિત્ર સાથે વાત કરી રહી છે. આ રીતે માલૂમ પડે છે કે યુવતીનો બોયફ્રેન્ડ છે અને તે સિંગલ નથી. આ ઉપરાંત જરૂરી નથી કે યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જ વાત કરતી હોય. કેટલીક યુવતીઓ બહુ જ વાતોડી હોય છે અને સમય મળતા જ કોઈને પણ ફોન લગાવી દે છે. જેનાથી સમજી શકાય કે તે યુવતી બહુ જ વાતોડી છે અને તેને દરેક સમયે કોઈને કોઈ વાત કરવા માટે જોઈએ જ. ખુશમિજાજ યુવતીઓ હંમેશા કોઈને કોઈ સાથે વાત કરવાની તક શોધતી હોય છે. તેમને બસ કોઈ એવું જોઈએ જે તેમના ગપ્પા સાંભળી શકે અને સહન કરી શકે. તેથી જો કોઈ યુવતી સાથે રિલેશનશિપમાં છો તો જરૂર ધ્યાન રાખો કે, તે યુવતીને ફોન પર વારંવાર રહેવાની આદત તો નથી ને. નહિ તો તમારા કરતા વધુ ધ્યાન ફોન પર આપશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી