આપણા દેશની એવી જગ્યાઓ જ્યાં ગર્લ્સ કોઈપણ જાતની ચિંતા અને ડર વગર એકલી ફરી શકે છે…

યુવતીઓ ભલે કેટલીય સ્માર્ટ અને ઈન્ડીપેન્ડન્ટ થઈ જાય, પરંતુ જ્યારે પણ એકલા ફરવાની વાત આવે ત્યારે તેમના મનમાં એક ડર બનેલો રહે છે, કે ખબર નહિ તે જગ્યા સેફ હશે કે નહિ. સાથે જ પેરેન્ટ્સ પણ દીકરીઓને એકલી મોકલતા ડરે છે. એકલા જ નહિ, ગર્લ્સ ગેંગ ફરવા જાય તો પણ તેમને ડર લાગે છે. કેમ કે, યુવતીઓને કંઈ પણ થઈ જાય તો. આવામાં તેમણે એવી અજાણી જગ્યાઓ પર ન જવું જોઈએ. પરંતુ આપણા દેશમાં અનેક જગ્યાઓ એવી છે, જે યુવતીઓ માટે પૂરી રીતે સુરક્ષિત છે. જ્યાં તમે તમારી ગર્લ્સ ગેંગની સાથે બિન્દાસ ફરી શકો છો. તો આજે આવા ડેસ્ટીનેશન વિશે જાણી લો.

લદ્દાખ

જમ્મુ-કાશ્મીરમાં આ શહેર જેટલું સુંદર અને શાંત છે, એટલું જ સુરક્ષિત છે. હંમેશા વિદેશી મહિલાઓનું ગ્રૂપ અહીં એકલા ફરવા આવે છે. પહાડોની ચોટી પર બનેલા આ શહેરની સુંદરતા જોવા અને પ્રકૃતિનો નજારો જોવા માટે યુવકો એકલા અહીં બાઈક પર ફરવા આવે છે. અહીંના લોકો મદદ કરનારા અને બહુ જ શાંત સ્વભાવના હોય છે. આવામાં તમે અહીં આરામથી ફરી શકો છો.

ઉદયપુર

રાજસ્થાનનું આ ઉદયપુર શહેર ફરવા માટે સેફ છે. અહીંના સુંદર સરોવર અને આલિશાન મહેલોને જોવા માટે લોકો દૂરદૂરથી અહી આવે છે. ઉદયપુર હનિમૂન ડેસ્ટીનેશન પણ છે. અહીંના લોકોનો સ્વભાવ પણ બહુ જ સારો છે. ઉદયપુરમાં મહિલાઓ વગર કોઈ ડર એકલી ફરી શકે છે અને અહીંની સુંદર પહાડીઓમાં તમને કંટાળો પણ નહિ આવે.

ઉત્તરાખંડ

ઉત્તર ભારતમાં આવેલું ઉત્તરાખંડ પ્રાકૃતિક સુંદરતાથી ભરેલું છે. પહાડી લોકો બહુ જ સારા હોય છે અને હંમેશા બીજાની મદદ કરવા માટે તૈયાર હોય છે. આ જગ્યા મહિલાઓ અને યુવતીઓ માટે એકલા ફરવા માટે એકદમ સેફ છે. અનેક વિદેશી મહિલા મુસાફરો એન્જોય કરવા માટે અહીં આવે છે. તો ટેન્શન વગર તમે ગર્લ્સ ગેંગ સાથે દહેરાદૂન, નૈનિતાલ ફરી આવી શકો છો.

મૈસૂરઅહીં ઐતિહાસિક ઈમારતો અને સુંદર વાદીઓના કારણે મૈસૂર બહુ જ ફેમસ શહેર છે. ન્યૂલી મેરિડ કપલ અને વિદેશ મુસાફરો અહીં મોટી સંખ્યામાં ફરવા આવે છે. આ જગ્યા પર અનેક રાજાનું સામ્રાજ્ય રહ્યું છે, જેમની યાદ આજે પણ તેમના બનાવાયેલા મહેલોમાં જીવંત છે. અહીંયા યુવતીઓ એકલી બિન્દાસ ફરી શકે છે. કેમ કે, જરૂર પડવા પર અહીંના લોકો મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

સિક્કીમ

આ શહેર સૌથી વધુ સાફ-સુધરુ અને સુંદર રાજ્ય છે. અહીંની ઊંચી પહાડીઓ અને ખીણોમાં રાજ્યની સુંદરતા વધી જાય છે. અહીં મહિલાઓ બેખોફ થઈને ફરી શકે છે. અહીં ખાવા-પીવાની વ્યવસ્થા તો બહુ જ સારી છે. સાથે જ અહીંના લોકો પણ બહુ જ હેલ્પફુલ છે. તેથી યુવતીઓને એકલા ફરવા આવવા માટે કોઈ ચિંતા નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક જગ્યાઓની માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી