બ્રેક અપના ગમમાંથી બહાર આવવા છોકરીઓ કરતી હોય છે ‘આવા’ કામ, જે તમને નહિં જ ખબર હોય

કોઇ પણ વ્યક્તિ એવું નથી ઇચ્છતી કે તેમના સંબંધોમાં તિરાડ પડે. પછી ભલે તે છોકરો હોય કે છોકરી. આમ જ્યારે પણ રિલેશનશિપનો અંત આવે છે ત્યારે અનેક દર્દ છોકરાને અને છોકરીને થતુ હોય છે. જ્યારે કોઇનું બ્રેકઅપ થાય છે ત્યારે તે બંન્ને વ્યક્તિઓ તેમાંથી બહાર આવવા માટે અનેક ઘણી ખરાબ આદતોનો સહારો લેતા હોય છે.

ઘણા છોકરાઓ અને છોકરીઓ બ્રેકઅપના ગમમાંથી બહાર આવવા માટે સ્મોકિંગ જેવી આદતોની લતે લાગી જાય છે. જો તમે પણ આમાંના એક છો તો આ ખરાબ આદતને આજે જ બદલી નાખો કારણકે સમય જતા બધી જ વસ્તુ બરાબર થઇ જતી હોય છે, એના માટે તમારે તમારી હેલ્થ બગાડવાની કોઇ જરૂર રહેતી નથી. આમ, જો બ્રેકઅપ થયા પછી છોકરીઓની વાત કરીએ તો તેઓ પણ અનેક રસ્તાઓ તેમાંથી બહાર આવવાના શોધી કાઢે છે જેમ કે…

શોપિંગ કરવુંજ્યારે બ્રેકઅપ થઇ જાય છે ત્યારબાદ છોકરીઓ તેના ગમમાંથી બહાર આવવા માટે શોપિંગ કરવાનું વધુ પ્રમાણમાં પસંદ કરતી હોય છે. છોકરીઓ તેમની મનપસંદ વસ્તુઓની ખરીદી કરીને જૂની વાતોને ભૂલવાનો ટ્રાય કરતી હોય છે. શોપિંગ કરીને તેઓ તેમનો સ્ટ્રેસ લેવલ પણ ઓછો કરે છે. જ્યારે કેટલીક છોકરીઓ શોપિંગ કરવાને બદલે પાર્લર કે પછી જિમમાં જઇને તેમનો સમય પસાર કરી લેતી હોય છે.

બેસ્ટ ફ્રેન્ડને ફોન કરીને મન હળવું કરે છેબ્રેકઅપ થયા પછી છોકરીઓ તે જ સંબંધો ફરી બંધાય તેવું ઇચ્છતી હોય છે. જો કે જૂની યાદોને ભૂલવા માટે છોકરીઓ તેની બેસ્ટી સાથે કલાકોના કલાકો સુધી ફોનમાં વાતો કરતી હોય છે. આ સાથે જ તેઓ ક્યાંક બહાર ફરવા જવાનું પ્લાનિંગ પણ કરી લેતી હોય છે.

મનમાં થાય છે આવા અનેક સવાલો બ્રેક અપ થયા પછી પણ છોકરીઓ તેના વિશે અનેક વિચારો કરતી હોય છે અને તે વિશ્વાસ નથી કરી શકતી કે તેની સાથે આ રમત રમાઇ ગઇ. એક અહેવાલ અનુંસાર છોકરીઓનું જ્યારે બ્રેકઅપ થાય છે ત્યારે તેઓ દિવસમાં સો વાર એના વિચારો કરીને મનમાં અનેક ઘણા સવાલો ઉભા કરતી હોય છે.

સોશિયલ સાઇટ્સનો વધારે કરે ઉપયોગ છોકરીઓ બ્રેકઅપ પછી તે છોકરાને બળતરા કરાવવા માટે સોશિયલ સાઇટ્સ પર ખૂબ જ એક્ટિવ થઇ જાય છે. આ સાથે જ તે ફેસબુક, ઇન્સ્ટા જેવી અનેક સાઇટ્સ પર તેના ફોટા મુકીને સામેવાળી વ્યક્તિને બળતરા કરાવતી હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે, જ્યારે છોકરીઓ બ્રેકઅપમાંથી બહાર આવવા આ પ્રકારનું બધુ કરે છે ત્યારે છોકરાઓ તેમની પર વધુ પ્રમાણમાં ગુસ્સે થઇ જાય છે તો કેટલાક છોકરાઓ બ્રેકઅપ પછી તેના ફોટાઓ જોઇને તેને ફોન પણ કરી લેતા હોય છે.

લાઇફ પાર્ટનરની શોધમાં બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા પછી છોકરીઓ તેના લાઇફ પાર્ટનરની શોધમાં હોય છે. છોકરીઓ એ જાણવા ઇચ્છે છે કે, આખરે એ વ્યક્તિ કોણ છે જે તેને તેની લાઇફમાં સારી રીતે સમજી શકે. આમ, જો કોઇ સારો લાઇફ પાર્ટનર મળી જાય તો તેઓ ખૂબ જ જલદી તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ જાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક રસપ્રદ અને જાણી અજાણી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી