છોકરીઓને ગમે છે આ ટાઇપના છોકરાઓ, જાણો અને જલદી કરી દો તેમને આ રીતે ઇમ્પ્રેસ

ક્લીન શેવ કે બિયર્ડ લુક? તો અહીંયા જાણો કેવા પુરુષોને સ્ત્રીઓ વધારે પસંદ કરે છે.

ઑસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધનકારોએ 919 સ્ત્રીઓ પાસેથી જાણ્યું કે તેઓ પુરુષોને ક્લીન શેવ અથવા બિયર્ડ લુકમાં જ પસંદ કરે છે. સંશોધન દ્વારા દાઢીવાળા પુરુષોમાં રસ ન દર્શાવતી સ્ત્રીઓની માનસિકતા પર પણ એક ખુલાસો કરવામાં આવ્યો.

સ્ત્રીઓને પુરુષોનો કેવો દેખાવ (લુક) પસંદ આવે છે?

image source

આજકાલ પુરુષોમાં દાઢી રાખવાની ફેશન વધી રહી છે. ક્રિકેટ ક્ષેત્રથી લઈને બોલિવૂડ સુધીની મોટી હસ્તીઓ આજકાલ બિયર્ડ લુકની ફેશનને અનુસરી રહ્યાં છે. દાઢી રાખનાર પુરુષો માટે એક સારા સમાચાર છે. એક નવા સંશોધન મુજબ સ્ત્રીઓ પોતાના ચેહરા પર દાઢી રાખનાર પુરુષો પ્રત્યે વધારે આકર્ષિત થાય છે.

સંશોધનકારોનું કહેવું છે કે દાઢી રાખનાર પુરુષો શારિરીક અને સામાજિક રીતે વધુ અસરકારક લાગે છે, કદાચ તેના કારણે જ સ્ત્રીઓ તેમની તરફ વધુ આકર્ષાય છે. સંશોધન દ્વારા દાઢી રાખનાર પુરુષોમાં રસ ન દર્શાવતી મહિલાઓની માનસિકતા પર પણ ખુલાસો કરવામાં આવ્યો છે.

image source

હકીકતમાં, કેટલીક સ્ત્રીઓ વાળમાં થતાં જૂ અથવા બેક્ટેરિયાના ડરથી દાઢી રાખનાર પુરુષોને પસંદ કરતી હોતી નથી. સંશોધન મુજબ, આ સ્ત્રીઓ જેઓ ક્લીન શેવિંગ પુરુષોને પસંદ કરે છે તેઓ જૂ અને બેક્ટેરિયાથી ભયભીત બનેલી હોવાનું જાણવા મળ્યું છે અને આ કારણોસર જ તેમને દાઢી રાખનાર પુરુષોમાં કોઈ રસ નહોતો.

પુરુષોનો આ રોગ જાતીય જીવનને નષ્ટ કરી શકે છે

આ સંશોધન અમેરિકાની લગભગ 1000 સ્ત્રીઓ પર કરવામાં આવ્યું હતું, જેમાં જીવનસાથીના ચહેરા પર દાઢી ને લઈને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઑસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધનકારોએ આ સંશોધનમાં 18 થી 70 વર્ષની વયની કુલ 919 સ્ત્રીઓને સામેલ કરી અને પછી તેમને જુદા જુદા પુરુષોની 30 તસ્વીરો આપી હતી.

image source

આ તસ્વીરોમાં આખી દાઢી રાખનાર અને બિયર્ડ લુક રાખનાર લોકોની તસ્વીરો હતી. સાથે સાથે, ત્યારે જ ફોટોશોપ દ્વારા કેટલાક પુરુષોના ચહેરા કોમળ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે કેટલાક પુરુષોને વધુ કઠોર કે પુરૂષવાચી બતાવવામાં આવ્યા હતા.

તસ્વીરોમાં બતાવાયેલા ચહેરાઓને કઠોર કે પુરૂષવાચી દેખાવ આપવા ભમરને ઉભા કરવામાં આવ્યા હતા. પહોળા જડબા, ઊંડી આંખો અને ગાલોને પણ ફોટોશોપ દ્વારા પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. આ તસવીરો જોયા પછી, પ્રતિસ્પર્ધી સ્ત્રીઓએ આકર્ષણના આધાર પર લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના સંબંધોને આધારે શૂન્યથી 100 નું રેટિંગ આપવાનું હતું.

image source

આ પછી, પરિણામમાં જાહેર થયું કે મોટાભાગની સ્ત્રીઓએ બિયર્ડ લુક રાખનારા પુરુષોને વધુ રેટિંગ આપ્યું હતું. કઠોર કે પુરૂષવાચી ચહેરા પર દાઢી રાખનારા પુરુષોની તસ્વીરોને સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી.

તે ઉપરાંત, કોમળ ચહેરા ધરાવતા પુરુષો કરતાં કઠોર કે પુરૂષવાચી ચહેરાઓની રૂપરેખા વધુ પસંદ કરવામાં આવી હતી. આ પછી, મુખ્ય સંશોધનકાર ટેસા ક્લાર્કસને પણ આ પાછળનાં કારણો વિશે બધાને જણાવ્યું.

ટેસા ક્લાર્કસને કહ્યું કે, ‘કઠોર, મર્દાના, કે પુરુષવાચી ચહેરા શારીરિક રીતે મજબૂત અને સામાજિક રીતે વધુ અસરકારક લાગે છે. બીજું એ કે, વિશાળ કે પહોળાં જડબાં ચહેરાના ઓછા આકર્ષક ભાગોને છુપાવી દે છે. પરંતુ જે સ્ત્રીઓને જૂ, બેક્ટેરિયા અથવા ગંદકીનો ડર વધુ હોય છે, તેઓ બિયર્ડ લુક ધરાવતા પુરુષોને પસંદ કરતી હોતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ