ગિરીશ પાયલએ એઆઈએમએસની પરીક્ષામાં 40માં રેન્ક સાથે સમગ્ર જયપુરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

જયપુરના ગિરીશ પાયલએ સતત બે વર્ષ સુધી સતત 10 કલાક વાંચતો હતો અને છેલ્લા બે વર્ષથી તે તનતોડ મહેનત કરતો હતો જેના કારણે 2018 માં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (એઆઈએમએસ) ની પરીક્ષામાં 40 મો નંબર હાંસલ કર્યો અને શહેરમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. .

જયપુર શહેરના આ ટોપરે પોતાના સંઘર્ષની વાત કરતા કહ્યું કે, “આ સફળતા હાંસલ કરવી એ મારા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પણ મારું સપનું પૂરુ કરવું એ મારું લક્ષ્યાંક હતું. મારા માતાપિતા જે મને સારી જીંદગી આપવા રોજ સખત મહેનત કરતા હતા તેમને મને બહુ સારો સપોર્ટ કર્યો છે. અને આજે હું તેમને કારણે જ આ સફળતા હાંસલ કરી શક્યો.”

તેમની મોટી બહેન સવાઈ માનસિંહ હોસ્પિટલમાં બીજા વર્ષમાં છે અને ટૂંક સમયમાં તે પણ ડૉક્ટર બની જશે. ગિરીશ કહ્યું કે, તે સતત ૨ વર્ષ સુધી રોજ સવારે ૫ વાગે ઉઠીને વાંચતા હતા.

ગિરીશએ કહ્યું કે તનતોડ મહેનત અને પોતાની ઈચ્છા શક્તિને કારણે તે આજે તે આ મુકામ પર છે. તેમણે શ્રી કૃષ્ણ સ્કૂલ, વિદ્યાધર નગરથી અભ્યાસ કર્યો હતો. તેમના પિતા એક એનજીઓમાં કામ કરે છે અને એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના હેડ છે.

પરીક્ષા માટે ગિરીશનો આ પ્રથમ પ્રયાસ હતો અને એ પાસ કરવા તેમણે ડૉક્ટર બનવા પાછળ છેલ્લા બે વર્ષ સુધી સખત મહેનત કરી છે. . તેઓ ઓન્કોલોજિસ્ટ બનવા માંગે છે, એવું પાછળથી જણાવ્યું હતું.

“આઠ વર્ષ પહેલાં મારી દાદીનુ કેન્સરને કારણે મૃત્યુ થયું અને તે વખતે મેં નક્કી કર્યું કે હું ડૉક્ટર જ બનીશ, જેથી મારે કોઈને બચાવવા માટે બીજાની મદદનો સહારો ન લેવો પડે.”

ગિરીશને થોડા દિવસ અગાઉ NEET પરીક્ષામાં 108મો ક્રમ પ્રાપ્ત થયો હતો અને એઆઈએમએસના પરિણામથી સારું આવવાથી તે બહુ ખુશ થયો હતો. તેમણે જણાવ્યું કે, મને અપેક્ષા હતી જ કે એ.આઈ.એમ.એસ.માં પણ મારો રેન્ક સારો આવશે, પરંતુ તે હજી પણ માનવા તૈયાર નથી કે તેનેઆખા જયપુર શહેરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

વિદ્યાર્થીઓને સંદેશ આપતા ગિરીશએ જણાવ્યું કે, સતત અભ્યાસ કરવો એ ખુબ જ અઘરું છે પણ અશક્ય નથી. થોડોક સમય મળતો તો ફ્રેશ થવા માટે હું ફૂટબોલ રમી લેતો. તેથી અભ્યાસ કરતી વખતે વચ્ચે થોડોક સમય મળે તો મગજને ફ્રેશ કરવા માટે તમે રમત રમી શકો છો કે તમને ગમતું કંઈ પણ કરી શકો છો. જો કે, બને ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેવું.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી