જ્યારે આ ભારતીય કપલ કરાવતુ હતુ વેડિંગ ફોટોશૂટ, અને એટલામાં થઇ જીરાફની એન્ટ્રી, જોઇ લો વિડીયોમાં તમે પણ

જિરાફ સાથે ફોટોશુટ

image source

આજકાલ મેરેજ પ્લાનિંગ કરતા સમયે દરેક કપલની આવી ઈચ્છા હોય છે કે તેઓનું બેસ્ટ પ્રી વેડિંગ ફોટોશુટ પ્લાન કરવાનું વિચારે છે. પ્રી વેડિંગ ફોટોશુટ માટે ઘણીવાર કપલ્સ એવા અવનવા ઉપાયો શોધે છે કે ઘણીવાર ફોટોગ્રાફર્સ પણ અચરજ પામી જાય છે. ઉપરાંત કેટલીક વાર આવા ફોટોશૂટ દરમિયાન એવા પ્રસંગો બને છે કે જે જિંદગી ભર યાદ રહી જાય છે.

image source

આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો મૂળ ભારતીય અમેરિકન કપલનો વિડીયો છે. આ કપલનો વિડીયો ખરેખરમાં કપલના ફોટોઝના કારણે નહી, પણ ફોટોશુટ દરમિયાન આવી ગયેલ એક જિરાફના કારણે વાયરલ થયો છે.

image source

આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે આ મૂળ ભારતીય કપલ એક જિરાફની સામે પોઝ આપી રહ્યા છે. આ કપલ જયારે પોતાના વેડિંગ ફોટોશુટ માટે કિસ કરતા પોઝ આપી રહ્યા હતા તે સમયે પાછળની તરફથી જિરાફ તે સમયે આવે છે અને કઈક એવી ઘટના બને છે જેના વિષે કોઈએ વિચાર્યું પણ ના હોતું.

image source

એકાએક જિરાફે ફોટોશુટ કરાવી રહેલ દુલ્હાની પાઘડી ખેચવા લાગે છે. આ ઘટના કેલિફોર્નિયાના માલીબુ શહેરમાં બની છે. આ નવદંપતી સ્ટેન્લી નામના જિરાફની સામે પોતાનો વેડિંગ ફોટોશુટ કરાવી રહ્યા હતા.

image source

આ સ્ટેન્લી નામનું જિરાફ જેવું દુલ્હાની માથા પરથી પાઘડી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે દુલ્હને જિરાફ પાસેથી દુલ્હાની પાઘડી પાછી લેવાનો પ્રયાસ કરતા જોવા મળી આવે છે. આવા સમયે અન્ય એક વ્યક્તિ પણ આ કપલની મદદ કરવા માટે દોડીને આવે છે અને આ વ્યક્તિ પણ જિરાફ પાસેથી દુલ્હાની પાઘડી બચાવવાનો પ્રયાસ કરવા લાગે છે.

આ વિડીયો અપેરીના નામના સ્ટુડિયોએ પોતાની યુ ટ્યુબ ચેનલ પર શેર કર્યો છે અપેરીના સ્ટુડિયોને આ મૂળ ભારતીય એવા અમેરિકન કપલનો વેડિંગ ફોટોશુટ કરવાનું કામ સોપવામાં આવ્યું હતું. આ વિડીયો શેર કરતા અપેરીના સ્ટુડિયો જણાવે છે કે, અમે કેલિફોર્નિયાના માલીબુમાં જિરાફ સ્ટેન્લી સાથે એક કપલનો વેડિંગ ફોટોશુટ કરવાની તક મળી. અમારો આ જિરાફ સાથે ફોટોશુટનો આ અનુભવ ખુબ જ સારો રહ્યો. ઉપરાંત જિરાફ સાથેના અમારો આ ફોટોશુટ ઘણો ક્રિએટીવ પણ રહ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ