1 નહિ, આ 10 બીમારીઓને દૂર કરશે આદુ અને દૂધીનું જ્યુસ…

દરેક વ્યકિત પોતાના જીવનમાં એવું ઈચ્છતી હોય છે કે, લાઈફને સારી બનાવવા માટે કંઈક કરવામાં આવે. આપણા ઘરમાં એવી અનેક વસ્તુઓ હોય છે, જેનાથી ઘણા બધા ફાયદા થાય છે. જેમાં દૂધી અને આદુ પણ શામેલ છે. આ બંનેનુ દૂધ સવારે પીવાથી હેલ્થને અઢળક ફાયદા થાય છે.

બનાવવાની રીતસૌથી પહેલા તમે એક કપ કાપેલી દૂધીને થોડા પાણી સાથે ગ્રાઈન્ડ કરી લો અને એક ગ્લાસમાં રેડીને તેમાં એક ચમચી આદુની પેસ્ટ મિક્સ કરી દો. રોજ સવારે નાસ્તામાં આ જ્યુસનું સેવન કરો. આ જ્યુસને પીવાથી તમને અનેક ફાયદા થશે.

જ્યુસ પીવાના ફાયદા

હંમેશા મોસમમાં ગરમી થવાથી, હોર્મોનલ બદલાવ થવાથી અને મેટોબોલિઝમ ક્રિયાઓ અસામાન્ય થવાથી વ્યકિતિનું શરીર ગરમ થઈ જાય છે. જેનાથી અપચો, માથાનો દર્દ વગેરે થવા લાગે છે. આવામાં તમને આ જ્યુસ પીવાથી રાહત મળશે.

આજકાલ હાઈ બ્લડપ્રેશર એક સામાન્ય સમસ્યા બની ચૂકી છે. તેથી આ જ્યુસ પીવાથી તેમાં રહેલું પોટેશ્યિમ બ્લડ પ્રેશરને ઓછું કરે છે.

લાઈફસ્ટાઈલ ખરાબ હોવાથી લોકોને અપચાની સમસ્યા થાય છે. આવામાં આ જ્યુસ પીવાથી અપચાની તકલીફ ગાયબ થઈ જશે. કેમ કે દૂધીમાં ફાઈબર વધુ માત્રામાં હોય છે. આ જ્યુસ પીવાથી મેટાબોલિઝમ ક્રિયાઓ તેજ થઈ જાય છે અને તેમાં કેલૌરી પણ હોય છે. જે જ્યુસની સાથે તમારે સંતુલિત ડાયટ અને એક્સરસાઈઝને પણ ફોલો કરવાનું છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળશે.

યુટીઆઈમાં તમને બ્લેડર ઈન્ફેક્શન થઈ જાય છે, જે આ જ્યુસનું સેવન કરવાથી દૂર થઈ જાય છે. કેમ કે દૂધી એક નેચરલ ડાઈયુરેટિક હોય છે, જે યુરિનરી ટ્રેક્ટના બેક્ટેરીયાને બહાર કાઢે છે.

વધુ અનહેલ્ધી ખાવાનું ખાવાથી, વધુ ડ્રિંક કરવાથી અને કેટલીક દવાઓ અને ઈન્ફેક્શનના સાઈડ ઈફેક્ટ્સ થવાથી તમારા લિવર પર સોજો આવે છે. આવામાં જો તમે દૂધી અને આદુનો જ્યુસ પીઓ છો, તો તેને આરામ મળે છે.

ક્યારેક ક્યારેક વધુ એક્સરસાઈઝ કરવાથી તમારી માંસપેશીઓ થાકી જાય છે, અને તેને પોષણની જરૂર હોય છે. આ જ્યુસ પીવાથી તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ તમારા મસલ્સને રિલેક્સ કરશે.

દર વર્ષે ભારતમાં લગભગ 60 ટકા લોકો હૃદયની બીમારીથી પીડાય છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. તમે રોજ આ જ્યુસ પીઓ છો, તો તેમાં રહેલા વિટામિન કે અને એન્ટીઓક્સિડન્ટ બ્લડ ફ્લોને સારું રાખે છે, જેનાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે.

ગર્ભવતી મહિલાઓને થતી મોર્નિંગ સિકનેસમાં આ જ્યુસ આરામ અપાવે છે. કેમ કે, તે જ્યુસ પેટના એસિડની ઉદાસીનતા દૂર કરે છે અને તેમાં થનારા હોર્મોનલ અસંતુલનને નિયંત્રિત કરે છે. આ જ્યુસનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેજો.

સ્વાસ્થ્યને લગતી માહિતી તેમજ ઘરગથ્થું ઉપચારો જાણવા માટે લાઈક કરો અમારું પેજ…

 

ટીપ્પણી